________________
દારા શિખર આ પુત્રની કદર ન થાય ને તેને રાજ્ય ન મળે. આ સાંભળીને રાજા ઉમંગમાં ને ઉત્સાહમાં આવી ગયા ને બેલ્યા–આ છોકરાનો પદય એ છે કે તે ભવિષ્યમાં રાજ્યનો વારસદાર બનશે. રાણી કહે પણ એની શું ખાત્રી? મારું હૈયું કેવી રીતે હરખાય ? આ જન્મ દીધેલી માતા નથી છતાં તેનું હૈયું પુત્ર પ્રેમ માટે કેટલું ઝંખી રહ્યું છે ! રાણીના વચનો સાંભળીને રાજાએ આનંદમાં આવીને શું કર્યું ?
કિહા બોલ તિલક રાજા તદારે, મેરા ગાદીધાર યહ યુવરાજ રે ! રાની કા હરદા હરિયા હે ગયા રે, મેં તે હુઈ પુણ્યવતી પ્રભુ આજરે..શ્રોતા
રાજા પિતાના મુખમાં તંબુલ ખાતા હતાં. તેનું થૂક લઈને સૂર્યદેવની સાક્ષીમાં બાળકના કપાળમાં ચાંલ્લો કર્યો ને કહ્યું. આ પુત્ર મારો ગાદીધર થશે. તેને હું આજથી રાજ્યને વારસદાર બનાવું છું. આ સાંભળી રાણીનું હૈયું હરખાઈ ગયું. જન્મ દેનારી માતા નથી છતાં તેનું હૈયું આટલું હરખાય છે તેમાં પૂર્વભવનો સંકેત છે. આજે કંઈક જગ્યાએ જોવામાં આવે છે કે પેટનો દીકરો કામ ન કરે ને બીજાને કે કુટુંબનો દીકરો કરતે હોય છે. એક ભાઈ પોતાને બીજો ભાઈ કર્મચાગે દુઃખી હોય તે પણ તેની સંભાળ લેતું નથી. અને બીજા કંઈક કુટુંબને પિતા હોય છે. આ બધા કર્મના ખેલ છે. પૂર્વના લેણદેણ સંબંધ જેવા હોય તેવું લેવાય. રાજાએ પુત્રના કપાળમાં ઘૂંકથી તિલક કરીને તેને રાજગાદીને વારસ બનાવ્યું. તેથી રાણીનું હૈયું હરખાઈ ગયું ને તે બોલી અહો મારા પ્રભુ ! આજે આપે મને ભાગ્યવંતી બનાવી છે. હું પુણ્યવંતી બની છું. મારું જીવન સફળ બનાવી દીધું છે. હવે આગળ ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ સુદ ૧૧ ને શુક્રવાર
તા. ૬-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંત જ્ઞાનના ધારક, અહિંસાની આહલેક પુકારી, ભવ્ય જીને જગાડી સાચા માર્ગે વાળનાર વીતરાગ પ્રભુએ જગતમાં કર્મથી દુઃખી થતાં જીવેને ઉપદેશ આપે કે હે ભવ્ય છે ! જે તમારે અખંડ એવું આત્મસુખ જોઈતું હોય તે જેઓ અખંડ સુખ પામેલા છે તેમનું શરણું અંગીકાર કરે.
શાશ્વત સુખ પામેલા સર્વજ્ઞ ભગવંતે છે. અત્યારે આપણી પાસે સર્વસ ભગવંતે હાજર નથી. અત્યારે આપણને જે કંઈ ઉગારનાર હોય તે સર્વજ્ઞ ભગવંતની