________________
શારદા શિખર
એને સૂવાને માટે સેાનાની સાંકળ વડે પારણું ખાંધ્યું. પારણા ઉપર રત્નનાં ઝુમ્મર લટકાવ્યા ને સાનાની રત્નજડિત દોરી ખાંધી. માતા-પિતાને એને શણગારવાની ખૂબ હૈાંશ હતી. એટલે એના પગમાં સેાનાના ઘૂઘરાવાળા ઝાંઝરીયા પહેરાવ્યા. અને જુદા જુદા દેશની દાસીએને તેનું રક્ષણ કરવા માટે રાખવામાં આવી છે. એ દાસીએ પણ તેને ખૂબ લાડ લડાવે છે.
333
ખંધુઓ ! જ્યારે જીવની પુન્નાઈની પ્રખળતા હોય છે ત્યારે ન હેાય ત્યાંથી અકલ્પનીય સુખ તેને મળી જાય છે. આ પ્રદ્યુમ્નકુમારને જીવવાની આશા હતી ? ‘ના.' છ દિવસના બાલુડાની છાતી ઉપર વૈરી દેવે શિલા મૂકી છતાં તેને કંઈ ઈજા થઈ નહી ને કુદરતે આ વિદ્યાધર ત્યાં આવી પહેાંએ. તેનું વિમાન અટકી જવાથી તે નીચે ઉતર્યાં ને આ અધા સચૈાગ મળી ગયા. જેમ ભ્રમરો જુદા જુદા ફુલ ઉપર જઈ ને બેસે છે તેમ આ પ્રદ્યુમ્નકુમાર પણ એક હાથમાંથી ખીજા હાથમાં ફરે છે. એને રમાડવા માટે સૌ પડાપડી કરે છે, એટલે એક ક્ષણ વાર પણ એને નીચે સૂવાડાતો નથી. એવા સૌને પ્રિય લાગે છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ દિવસે દિવસે વૃધ્ધિ પામતો જાય છે તેમ અહીં પ્રદ્યુમ્નકુમાર પણ વૃધ્ધિ પામે છે. હવે એ તો અહી સુખમાં છે. તેને પાલક માતા-પિતા મળી ગયા છે. પણ હવે રૂક્ષ્મણીનું શું થયું તે જોઈ એ. રૂક્ષ્મણી તો ભર નિદ્રામાં હતી. તે સમયે દેવ પ્રદ્યુમ્નકુમારને ઉઠાવી ગયા હતો. રૂક્ષ્મણી ઉંઘમાંથી જાગૃત થઈ.
“પુત્ર નહિ જોતાં રાણીએ કરેલા કલ્પાંત” :
નિદ્રા સે જાગી રાણી રૂકમણી, બાલક નહી દેખ મા હકાર, ચારાં દિશિ ઢુંઢન લગી ઉતાવલી,કીસને તાકા મુઝ બાલ કુમાર, હે કરૂણાસિંધુ કાઈ તા મતલા દા મેરા બાલુડા....(૨)
રૂક્ષ્મણી જેવી ઉંઘમાંથી જાગી તેવી પડખામાં સૂવાડેલા તેના બાલુડાને શેાધવા લાગી. જુએ તો ખરા, માતાને દીકરો કેટલેા વહાલા હાય છે. ઉંઘમાંથી જાગે કે તરત પોતાના બાળકને શેાધે છે. આજે દીકરા મેટા થતાં મા-બાપને ભૂલી જાય
પણ માતા સંતાનને ભૂલતી નથી. દીકરા મા-બાપને મૂકીને બહાર મિજખાની ઉડાવી આવે છે પણ માતા તો કાઈને ઘેરથી કઈ આવ્યું હાય તો પણ પોતે ખાતી નથી પણ દીકરાને ખવડાવે છે. પાતે ભૂખી રહી દીકરાને ખવડાવે, પોતે ભીનામાં સૂઈ સંતાનને કેારામાં સૂવાડે એવા માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ હોય છે. પણ આજના સુધરેલા છેકરાએ મા-બાપનો ઉપકાર ભૂલી જાય છે.
હું તો તમને કહું છું કે ભલે, તમે બધું ભૂલી જજો પણ તમારા ઉપકારી