________________
બંધુઓ ! આપણે પણ માનવ જીવનને સફળ બનાવવું છે. મહાનપુરૂષોએ ક્રોધ, માન, માયા, લોભ રૂપી શત્રુઓ ઉપર હલ્લે કરીને શત્રુઓને ભગાડ્યા. એ પુરૂષોએ સિંહ જેવું શૂરાતન બતાવીને કર્મશત્રુઓ ઉપર વિજય મેળવ્યો. આપણે આત્માપણ સિંહ જે છે. પણ એક વાત છે કે આત્મા રૂપી સિંહ પિંજરમાં પૂરાઈ ગયા છે. સિંહ ગમે તેટલો શૂરવીર હોય પણ જે તેને પાંજરામાં પૂરવામાં આવે તો? તેનું શૂરાતન બંધનમાં આવી જાય છે. તેથી તે સિંહ બળને ઉપયોગ કરી શકતો નથી. તેમ જ્ઞાની ભગવંતો કહે છે કે આ જીવ અનંતકાળથી મોહના પાંજરામાં પૂરાઈ ગયે છે. છતાં તે જિનેશ્વર દેવના વચન સાંભળે છે તેનાથી તેને ભાન થાય છે કે મારા આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તેને જાગૃત કરવાની જરૂર છે. પણ મેહના પિંજરામાં પૂરાયેલો હોવાથી તેનું શુરાતન અને તેની ચાલાકી તેના શરીરમાં રહે છે. અનંતી વખત અનંતા કાલચક વહી ગયા છતાં મેહના પિંજરામાં પૂરાયેલા આત્માને ભાન થયું નથી. આ વાત વીતરાગપ્રભુના વચન અનુસાર શું જીવ નથી જાણતો ? પણ મોહરાજાએ આત્માને આ મુલક કન્જ કરી દીધું છે. હવે સિંહનું શૂરાતન કયાંથી ચાલે ? પણ આત્માને પિંજરમાં પૂરનાર, આત્માનો મુલક કબજે કરનાર મેહ રૂપી શત્રુને જીતવા તપ-ત્યાગ-જ્ઞાન-દર્શન–ચારિત્ર-ક્ષમા આદિ શસ્ત્રો હાથમાં લઈને તેની સામે યુધ્ધ કરો, ને શત્રુને પાછા હઠાવી દો. તે સદાને માટે આત્મા પિંજરમાંથી મુક્ત બની જશે. આવું તમને સંતો સમજાવે છે પણ એ વાત તમે અમલમાં મૂકી શકતા નથી. તેથી પિંજરમાંથી મુક્ત બની શકાતું નથી.
જેમ એક માણસને ઉધરસનું દર્દ છે. એને વૈદ પાસે લઈ ગયા. વૈદે તેની નાડી જોઈને કહી દીધું કે એના શરીરમાં કફ વધી ગયો છે. એટલે એને તેલ મરચાની ગંધ પણ આવવા દેશો નહિ. એને માટે તેલ-મરચાની ગંધ પણ નુકશાનકારી છે. તેમ એ દર્દીએ સાંભળ્યું. એના ઘરના બધા તેને સાચવે છે. તેના માટે મળી રસોઈ કરે છે. દદ દઈને ભયંકર જાણે છે છતાં જમવા બેસે છે ત્યારે બીજાને સ્વાદિષ્ટ રસોઈ જમતાં જોઈને તેનું મન કાબુમાં નથી રહેતું ને ખાવા જાય છે ત્યાં બધા તેને રોકે છે. પણ રસેન્દ્રિયને રસીક બનીને બધું ભૂલી જાય છે, એને અટકાવનાર હિતસ્વી ઉપર ખીજાઈ જાય છે. એ એને ગમતાં નથી. જ્યાં એક ઈન્દ્રિયનો ઘડો.
ડે છે ત્યાં આવી દશા થાય છે તે જેના પાંચે ઈન્દ્રિઓના ઘોડા છૂટા હશે તે જીવની શી દશા થશે? તેને વિચાર કરજે. હવે બીજી રીતે સમજાવું.
જેમ કોઈ માણસને ખસ થાય ત્યારે તેને ડૉકટર, વૈદ બધા ખણવાની મનાઈ કરે છે પણ જ્યાં પણ આવે છે ત્યારે તે ખણ્યા વિના રહી શકતો નથી. એ પિતે સમજતો હોય છે કે નખ અડશે તો વિકાર વધશે ને ખણ વધુ આવશે. વૈદ ઠપકે