________________
say
શારા શિખર મા-બાપને અને ધર્મને કદી ભૂલશે નહિ. માતા સંતાન માટે કેટલું કરે છે તે તમને આ રૂમણીના કલ્પાંત ઉપરથી સમજાશે.
રૂક્ષમણીએ પડખામાં કુંવરને જોયો નહિ એટલે બેઠી થઈને ચારે તરફ નજર કરી પણ ક્યાંય પુત્રને જોયો નહિ એટલે ઉભી થઈને રૂમમાં ચારે તરફ શોધવા લાગી. પણ કયાંય પુત્ર દેખાતા નથી. ત્યારે તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ અરેરે...મારો લાલ ક્યાં ગયો ? એને કેણ ઉઠાવી ગયું ? ત્યાં એકદમ બધી દાસીઓ જાગી ગઈ. પૂછે છે શું થયું ? રૂક્ષ્મણી કહે છે મારા બાલુડાને કેઈ ઉઠાવી ગયું. તમે કઈ રમાડવા લઈ ગયા છો ? ત્યારે દાસીઓ કહે છે.
બાઈ. અમે તો રાત્રે કુમારને રમાડીને આપની પાસે સૂવાડીને સૂઈ ગયા હતા. પછી અમને કંઈ ખબર નથી. આટલું સાંભળતાં રાણી પછાડ ખાઈને પડી ગઈ. દાસીઓ અને તેની સખીઓ પંખા વડે પવન નાંખવા લાગી. તેમ કરતાં રૂકમણી ભાનમાં આવી. રડતી આંખે બોલી હે સ્વામીનાથ! આપ કુંવરને રમાડવા લઈ ગયા હતા. પછી મને પાછો આપ્યો નથી. સ્વામીનાથ! હવે મને મારો લાલ પાછો આપી દે. મને શા માટે તલસા છે ? આપને રમાડવો હોય તો ભલે પછી લઈ જજે, પણ અત્યારે મને પાછો આપી દે. નાથ ! અત્યારે મશ્કરી કરવાનો સમય નથી. આમ કહેતી જાય છે. આંખમાંથી ચોધાર આંસુ વહે છે. આ રીતે પુત્ર નહિ મળવાથી રૂકમણી ખૂબ શ્રાપ ને વિલાપ કરે છે. હજુ પણ તેને પુત્રવિયેગને વિલાપ કેવો કરૂણું છે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન–૩૪ શ્રાવણ સુદ ૧૦ ને શનિવાર
તા. ૭-૮-૭૬ શાસનપતિ ત્રિલોકીનાથ કહે છે કે તું જે પુદ્ગલેને દેખે છે તેને જ્ઞાતા અને દષ્ટા બન. પણ પુદ્ગલેમાં મમત્વ ભાવ ન રાખ. તું એટલે મમત્વ ભાવ રાખીશ તેટલા તને કર્મો બંધાશે. બીજા પદાર્થો તો ઠીક પણ આ શરીર પણ આત્માથી પર છે. શરીર એ બાહા વસ્તુ છે ને આત્મા અંતરંગ વસ્તુ છે. બંનેના સ્વભાવ ભિન્ન છે. શરીર વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીર તે આયુષ્ય પૂર્ણ થતાં છૂટી જાય છે. પણ આત્મા તે કરેલા કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. તાવિક દષ્ટિએ આત્માએ સ્વવસ્તુ છે જે શરીર એ પરવસ્તુ છે. ધન, સ્ત્રી-પુત્ર આદિ ઉપર મમત્વ ભાવ રાખવે એ અજ્ઞાન છે. ભેદ-વિજ્ઞાનથી આત્માનું અજ્ઞાન દૂર થાય