________________
૨૨૧
શ્વરદા શિખર સંસાનું જોર છે. નાના બાળકને લાકડાનું ચુસણીયું આપે, ચાંદીને ઘુઘરો આપો કે સોનાના રમકડાં આપ જે આપે તે બધું મેંમાં નાખે, તેને મન તે ચુસણયું સોના-ચાંદીના રમકડાં બધું સરખું છે. એને એક સંજ્ઞા છે. બીજી સંજ્ઞા નથી. એક સંજ્ઞા કઈ તે ખબર છે ને? ખાઉં-ખાઉંને ખાઉં. તેને અરીસો આપશે તે તેને પણ બચકું ભરવા જશે, બસ, આ એક સંજ્ઞા છે. તેને મન તે આખા જગતમાં જે ચીજ છે તે ખાવાની ચીજ છે. ખાવા સિવાય બીજી કઈ ચીજ તેને મન કામની નથી. એક રસનાનો વિષય હેવાથી તેને આખું જગત રસનાનો વિષય લાગે છે. તેને કોઈ પણ વસ્તુ આપે તે તે મેંમાં નાંખીને ખુશ થાય છે. તમે પરિગ્રહ મેળવીને ખુશ થાવ છે. તમને પરિગ્રહ સંજ્ઞા અને બાળકને આહાર સંજ્ઞા છે. એ બાળકને મિલકત, મહાજન, કુટુંબ–પરિવાર, આબરૂ કે પ્રતિષ્ઠાની કઈ કલ્પના નથી. તે આહાર પાછળ ગાંડે છે. તમે પરિગ્રહ પાછળ ગાંડા છે. જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યાં પહેલા સમયે તેણે આહાર લીધે. આહાર લીધા પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય આદિ . પર્યાપ્તી બંધાતી ગઈ, અખો ભગત કહે, “વસ્તુ પામવા ગયે નવી પણ પેટ પડયા લે જોગવી.” આ સ્થિતિમાં (આહારની પળોજણમાં) આત્મા પોતાના સ્વરૂપને કયાંથી નિહાળી શકે ?
બંધુઓ ! કઈ માણસની આંખ ચાલી ગઈ હોય તે તેને અંધાપાનું દુઃખ કેટલું સાલે છે? આંખ એ તે જિંદગીનું જવાહર છે. પણ તેનામાં એક દેષ છે. એક મોટે અવગુણ રહેલ છે. તે અવગુણ ક? ખબર છે તમને ? આંખ અખિલ વિશ્વને દેખે, થાંભલા, ઘરબાર, હાટ-હવેલી, ધન-મિલ્કત બધું જુએ પણ આંખ પિતાને ન દેખે. તે રીતે આત્મા ધનની-પુત્ર પરિવારની, કુટુંબની ને વધુ આગળ કહું તે શરીરની બધી ચિંતા કરે, પણ ૨૪ કલાકમાં હું કોણ છું? ક્યાંથી આ છું? મારી શી સ્થિતિ છે ? એ ચિંતા ક્યારે પણ કરી છે ખરી ? આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, જૈનદર્શન, સલ્લુરૂનો સુયોગ, વીતરાગ વાણીનું શ્રવણ આવી અનુકૂળ દશામાં, ઉચ્ચદશામાં પણ આત્મા પિતાને ઓળખતું નથી તે પછી અનાર્ય ક્ષેત્ર, નીચકુળ આદિ દશામાં પિતાને ઓળખશે કેવી રીતે ? કયારે પણ મનમાં એવે પ્રશ્ન ઉદ્ભવે છે ખરો કે આત્મા અનાદિકાળથી શા માટે રખડે છે? પિતે પિતાને જેતે કેમ નથી ? જન્મથી મરણ સુધી પુગલની માયામાં પ્રવર્તેલા હોય તેને આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે ? જ્યારે આત્માને પિતાને વિચાર આવશે ત્યારે તે આત્મા પાપ કરતાં અટકશે. પાપથી પાછો હઠશે.
“સ્વપ્નમાં જોયેલા સાપ જેટલું પાપને ભય નથી ?” તમે રાત્રે સૂઈ ગયા છે ને સ્વપ્નમાં સાપ પગે વીંટાયેલે છે, ત્યાં તમે ઝબકીને જાગી ગયા.