________________
શારદા શિખર મનમાં અભિમાનને જન્મ આપે હતું ને એ અભિમાને માયા ઉત્પન કરી. જે કર્મના ઉદયથી છવ સ્ત્રીત્વ પદને મેળવે છે તે સ્ત્રીનામ કર્મ છે. તેમજ જે જે કર્મ જાતિકુલ નિવર્તક હોય છે તે ગોત્ર છે. માયાના સદુભાવથી મહાબલ અણગારે સ્ત્રીનામ કર્મનું ઉપાર્જન કર્યું. છ અણગારોએ એક ઉપવાસ કર્યો ત્યારે મહાબલ અણગારે છઠ્ઠ કર્યો.
जइ णं ते महब्बल वजा अणगारा छठं उवसंपजित्ताणं विहरति तओ से महब्बले अणगारे अहम उवसंपजित्ताणं विहरति ।। - જ્યારે તે છ એ અણગારે છઠ્ઠની તપશ્ચર્યા કરતા ત્યારે તેઓ અઠ્ઠમ કરતા. એટલે કે પારણાનો દિવસ હોય ત્યારે અણગારે ગૌચરી કરીને આવે ત્યારે તેઓ કંઈક બહાનું બતાવીને પારણું ન કરતાં ઉપવાસ વધારી દે ને કહે કે તમે સુખેથી પારણુ કરો. આવી રીતે માયાથી યુક્ત તપ કરતા હતા.
બંધુઓ ! તપ કરે એ તે શ્રેષ્ઠ છે. તપથી કર્મની નિર્જરા થાય છે. પણ મહાબલ અણગારે માયા કરીને તપ કર્યો તેથી સ્ત્રીનામ કર્મ બાંધ્યું. આ બીજે પણ એક દાખલે છે.
શંખરાજા અને જામતી રાણી મહેલની અગાશીમાં ઉભાં હતાં. તે વખતે સંતને આવતા જોયા. એટલે હૈયામાં એ હર્ષ થયો કે ન પૂછો વાત. સંતને પિતાના મહેલ તરફ આવતાં જોયા એટલે તરત દેડતા નીચે ઉતર્યા. એ તે મહેલની અગાશીમાંથી નીચે ઉતર્યા પણ તમે મેડી ઉપરથી ઉતરે નહિ. ઉપર ઉભા ઉભા પધારે.... લાભ દે. એમ કહે. આ તે રાજા અને રાણુ હતાં છતાં નીચે ઉતરી ગયાં. ને સાત-આઠ પગલાં સામા ગયા. સામા જઈને તિકખુત્તોને પાઠ ભણીને વંદન નમસ્કાર કર્યો. સંત પધાર્યા અને તેમને વહેરાવવાના અત્યંત ઉત્કૃષ્ટ ભાવ હતા, પણ રાજમહેલમાં વહેરાવવા યોગ્ય ચીજ ન હતી. ફક્ત દ્રાક્ષ ધોયેલું પાણી એક કડાઈમાં પડયું હતું. શાસ્ત્રમાં ૨૧ જાતનાં ધાવણનાં પાણી સાધુને ખપે છે એટલે આ દ્રાક્ષ ધાયેલું પાણી પણ અચેત છે રાજા-રાણુ બંને તે પાણી વહેરાવવા જાય છે પણ રાણીએ માયાથી કડાઈ વધારે નમાવી દીધી. રાજાના ભાવ પવિત્ર છે. માયા કરીને વહરાવવાથી જામતી રાણીને સ્ત્રીનો અવતાર મળે. માટે ધર્મના કાર્યમાં પણ માયા ના કરવી. दुल्लहा उ मुहादाइ, मुहाजीवि वि दुल्लहा । મુદ્દા મુદ્દાનવિ, હોવિ અચ્છત્તિ સુરૂત્તિમિા દશ. સૂ. અ.૫ ઉ.૧ ગાથા ૧૦૦
સુપાત્રે દાન દેનારા દુર્લભ છે ને સુપાત્ર દાનના લેનારા પવિત્ર સંતે પણ દુર્લભ છે. દાન દેનાર, દાન લેનાર અને દાન દેવાની વસ્તુ બધું જે શુધ્ધ હોય તે દેનાર અને લેનાર બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે.