________________
શારદા શિખર રહી અઘોર તપ કરવા લાગ્યા. જેના પિતા તીર્થકર હેય તે એકલા શા માટે રહે? પણ બાહુબલિજી એકલા રહ્યા તેનું કારણ શું?
બાહુબલિએ દીક્ષા લઈને વિચાર કર્યો કે જે હું ભગવાનની પાસે જઈશ તે મારા ૯૮ ભાઈઓએ મારા પહેલાં દીક્ષા લીધી છે એટલે મારે તેમને વંદન કરવા પડશે. હું મોટે ને નાના ભાઈઓને પગે લાગું? એના કરતાં મને કેવળજ્ઞાન થાય પછી ભગવાન પાસે જાઉં તે મારે વંદન કરવા પડે નહિ. પણ એમ કેવળજ્ઞાન સસ્તું પડયું છે? રાજ્યવૈભવનો મોહ છૂટ પણ એક માનનો કાંટે ન ગમે ત્યાં સુધી બાહુબલિને કેવળજ્ઞાન ન થયું. એમણે એ વિચાર ન કર્યો કે મારા ભાઈઓ કેવા પવિત્ર છે કે રાજ્યને મોહ છોડીને મારાથી પહેલાં દીક્ષા લીધી છે. વળી મારા પિતા સર્વજ્ઞ ભગવંત 2ષભદેવસ્વામી છે, ત્યાં જાઉં તે મને તેમના પવિત્ર દર્શન થશે. આવા પવિત્ર સંતના દર્શન કરતાં મારા કર્મોની કોડે ખપી જશે. પણ અંદર બેઠેલા માનના થાંભલાએ આ વિચાર આવવા દીધું નહિ. તેમણે કેવો ઉગ્ર તપ કર્યો. એ તો તમે સહુ જાણે છે? એટલે વિશેષ નથી કહેતી. છેવટે બ્રાહ્મી-સુંદરી બે બહેનડીએાએ બાહુબલિને જગાડ્યા. અંદરથી માન ગયું ને ભગવાનને વંદન કરવા પગ ઉપાડો ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. ટૂંકમાં માન આત્માનો મેટો શત્રુ છે માટે જ્ઞાની કહે છે કે મળ મારા વિશે માનને નમ્રતાથી જીતે. માન જાય તે આત્મામાં નમ્રતા આવે છે. નમ્રતા એ મહાન ગુણ છે.
મહાબલ અણગારના મનમાં પણ માન આવ્યું. એ માનના કારણે કેવી માયા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : પ્રદ્યુમ્ન કંવર આકરી કસોટીમાં પ્રદ્યુમ્નકુમારને દેવ ઉપાડીને પર્વત ઉપર લઈ ગયે. ને તેના ઉપર મટી શીલા મૂકીને બે, પાપી ! તારા કર્મનું ફળ તું ભગવજે. તું મારી પત્નીને ઉપાડી ગયું હતું તેથી હું તને ઉપાડીને લાવ્યા. અહીં તારી સાર સંભાળ લેનાર કેણ છે? આ શીલા નીચે ચગદાઈને તું મરી જઈશ. એમ તેના ઉપર રોષ ઠાલવીને પિતે માર્યો નહિ પણ મરી જાય તેવું કામ કરીને ચાલ્યા ગયે. આ કર્મરાજા કેઈને છેડે તેમ નથી.
એક તરફ જે કુમારનો જન્મ મહોત્સવ ચાલી રહ્યો છે તે કુમારની દેવે કેવી દુદર્શા કરી ? જેના જન્મથી દ્વારકા નગરીમાં અદૂભૂત આનંદ છવાયો હતે. અરે ! જન્મની વાત તે પછી પણ એ ગર્ભમાં આવ્યા ત્યારથી દ્વારકા નગરીમાં આનંદ આનંદ હતો. મહાન પુરૂષો માતાના ગર્ભમાં આવે છે ત્યારથી તેને પ્રભાવ પડે છે. પણ જન્મ પછી છ દિવસમાં કર્મરાજાએ જુદુ સર્જાવ્યું. પણ જેની પુનાઈ જીવતી ને જાગતી છે તેને કેઈ કાંઈ કરી શકતું નથી,