________________
૩૦૨
શારા શિખર સમતાભાવે સહન કરતા છેવટે સત્યને જ્ય થશે. અગ્નિથી જેમ સોનું કસાય તેમ તેની કિંમત થાય તેમ વહે અગ્નિ પરીક્ષામાંથી પાસ થતાં સૌના મસ્તક નમી ગયા. પછી સાસુએ પૂછયું-બેટા! આવું તત્વજ્ઞાન તને કેણે આપ્યું? ત્યારે વહુએ કહ્યું-બા એ તે મારા ગુરૂદેવને પ્રતાપ છે. જેમાં પાંચ મહાવ્રતના ધરણહાર, કંચન-કામિનીકીત અને કાયાના રાગના ત્યાગી છે તેમણે મને આ તત્વ સમજાવ્યું છે. ને ધર્મના સંસ્કાર આપ્યા છે. તેમના પ્રતાપે હું આટલી ધર્મમાં મક્કમ રહી શકી છું. સાસુને વહુએ ધર્મ પમાડે એટલે કહે છે બેટા ! હવે મને તારા ગુરૂ પાસે લઈ જા. ત્યાં જઈને ધર્મને ઉપદેશ સાંભળી મારું માનવ જીવન સફળ બનાવું. પછી તે એના પતિ, સસરા, જેઠાણી બધા જૈન ધર્મ પામી ગયા. ધર્મના રંગે રંગાયેલી એક બાળાએ સારાયે કુટુંબના હૃદયને પલટે કરાવી જૈન ધર્મ પમાડયો.
બંધુઓ તમે પણ તમારા સંતાનમાં આવા સંસ્કારનું સિંચન કરજો. તે તે ભવિષ્યમાં બીજા જીવને ધર્મ પમાડશે. ઘરઘરમાં આવા ધર્મના સંસ્કારો અને શ્રદ્ધા હેય તે હું માનું છું કે જૈન શાસન કેટલું ઉજજવળ બને!
મહાબલ આદિ સાત રાજાઓએ ભવના ફેરા ટાળવા દીક્ષા લીધી છે. તેઓ શુધ્ધ ચારિત્રનું પાલન કરે છે. તેમણે નક્કી કર્યું કે આપણે બધાએ તપ આદિ ક્રિયાઓ સરખી સાથે કરવી એટલે “ પુનિત્તા વદૂëિ રથ ના વિદ્યુતિ એકબીજા સાથે જ એક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા સાથે કરવા લાગ્યા. तए ण से महब्बले अणगारे इमेणं कारणेणं इत्थिनामगार्थ कम्मं निव्वसिसुं।" મહાબલ અણગારે જેના કારણે સ્ત્રીનામકર્મનું ઉપાર્જન કર્યું તે વાત આગળ આવશે.
અહીં શું બન્યું? મહાબલ અણગારે પોતાના છએ મિત્રોની સાથે સરખે તપ વિગેરે કરવાનું નક્કી કર્યું. પછી તેમના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે હું સંસારમાં માટે હતે ને અહીં પણ બધાથી મટે છું, તે હવે અમે અહીં બધી સરખી ક્રિયા કરીશું તે અમે બધા સરખા થઈ જઈશું. તે પછી મારું મેટાપણું કયાં રહેશે? એવું મનમાં માન આવ્યું. માન માયાને ખેંચી લાવે છે એટલે માન માયા કરાવે છે. માનથી ભલભલા પુરૂષોને કેવળજ્ઞાન થતાં અટકી ગયું છે. ભારત અને બાહુબલી વચ્ચે બાર બાર વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું શસ્ત્રયુધ, દષ્ટિયુધ, વાયુધ્ધ, મુષ્ટિયુધ્ધ આદિ અનેક પ્રકારનું યુધ્ધ ચાલ્યું. બાર વર્ષ સુધી કેઈનો જ્ય કે પરાજય થો નહિ. તે યુધ્ધને અટકાવવા દેવોને નીચે ઉતરવું પડયું. છેલલે બાહુબલીજીએ ભરતને મારવા મુષ્ટિ ઉગામી અને એમના વિચારે વળાંક લીધે કે હું જેને મારું છું ? મારે ભાઈ જ મરશે ને ? ભાઈને મારવા ઉગામેલી મુઠ્ઠી દ્વારા પંચમુષ્ટિ લેચ કર્યોને દીક્ષા લીધી. પણ ભગવાન ઋષભદેવ પાસે ન ગયા. જંગલમાં એકલા