________________
૨૯૮
શારદા શિખર તમને એક ન્યાય આપું. તમે ઘરમાં તે કેલેન્ડર ભરો છે ને ? તેમાંથી દરરોજ એકેક પાનું ફાડે છે. એની કિંમત કયાં સુધી? જ્યાં સુધી તેનું છેલ્લું પાનું ન ફાટે ત્યાં સુધી. છેલ્લું પાનું ફાટયું એટલે કેલેન્ડર પૂઠું બની ગયું તેથી એને ભીંત પરથી ઉતારી દીધું. ને બીજું કેલેન્ડર ભરાવી દીધું. બેલે, હવે તેનું માન ? તેમ તમે પણ સમજી લેજે કે આ સંસારમાં તમારું માન જ્યાં સુધી છે? જ્યાં સુધી તમે કમાઈને લાવે છે. આ શરીર ક્ષીણ થયું નથી, ઈન્દ્રિઓ જર્જરિત થઈ નથી ત્યાં સુધી. માટે સમજો, ને સંસારની મમતા છોડે.
હવે બીજી વાત કરું. માણસ યુવાન છે પણ તેને ચેપી રોગ થયો છે. ત્યારે તેના માતા-પિતા, પત્ની અને પુત્રો બધા એમ વિચાર કરે છે કે આને ચેપી રોગ લાગુ પડે છે. આપણે એની સેવા કરીશું તે આપણને ચેપ લાગશે માટે દવાખાને મૂકી આવે. બોલે, હવે તમને સમજાય છે કે આ સંસાર કે સ્વાર્થી છે! માનવ સુખડાના દૂર છે મિનારા, માતા-પિતા બંધુ કેઈના સહારા,
દુખના સમયે એ તે છેડી જનારા માતા-પિતા. પ્રપમાં બેઈ દુર્લભ માનવ કાયા, મિથ્યા વાહવાહમાં તમે સો કુલાયા,
દુર્ગતિમાં મળશે દુઃખદ ઉતારા માતા-પિતા માતા-પિતા-પત્ની-પુત્રો આ બધું બહાળું કુટુંબ જોઈને માણસ વિચાર કરે છે કે મારા જેવું સુખ કેઈને નથી. પણ જ્ઞાની કહે છે તને કયાં ખબર છે કે દુઃખના સમયે તારું કેણ સાચું સગું છે ? સુખ હોય ત્યારે સૌ સમીપમાં રહે છે ને દુઃખના સમયે છેડીને દૂર ચાલ્યા જાય છે. એટલા માટે જ્ઞાની કહે છે કે મૃત્યુ અગર રેગાદિકના સમયે તને તારા સગાં કઈ શરણભૂત થતાં નથી. કરેલા કર્મોના કટુ ફળ પિતાને ભોગવવા પડે છે. સંસારને સબંધ આવો સ્વાર્થમય છે. આવું જે આત્માને સમજાયું તેવા મહાબલ તથા તેમના છ મિત્રોએ સંસારનો રાગ છેડી સંયમ ધારણ કર્યો. સંયમ લઈને અગિયાર અંગનું જ્ઞાન મેળવ્યું. અને એક-બેત્રણ ઉપવાસ કરતા ને ગુરૂને વિનય વૈયાવચ્ચ કરતાં સંયયાત્રાને વહન કરે છે. ત્યાં શું બને છે :
तए णं तेसिं महब्बल पामोक्खाणं सत्तण्हं अणगाराणं अन्नया कयाई एगयओ सहियाणं इमेयारुवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था जण्हं अम्हे देवाणुप्पिया एगे तवाकम्मं उवसंपज्जित्ताणं बिहरइ, तणं अम्हेहिं सव्वेहिं तवोकम्भं उवसंपज्जित्ताणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमठं पडिंसुणेन्ति ।" ..
એક દિવસ મહાબલ અણગાર પ્રમુખ સાતે અણગાર એક સ્થાને જઈને બેઠા હતાં. ત્યારે તેમને એક વિચાર કુર્યો. એટલે તેઓ અરસપરસ આ પ્રમાણે વાતચીત