________________
શારદા શિખર દિવસ બગડી ગયે ને મહેનત માથે પડી. વહેપારી નિસાસો નાખે છે. શ્રીમંત શેઠાણી ઉપર મોટી આશા હતી કે તે મેટી ખરીદી કરશે. પણ ઉલટું બન્યું. શેઠાણીએ કાંઈ ખરીદ્યુ નહિ.
હું તમને પૂછું છું કે તમે તે એવા ઘરાક નથી ને ? આપને હું વીતરાગ પ્રભુની દુકાનનો જુદો જુદો માલ બતાવું છું. બેલે ખરીદ છે ને ? માલ અમારે ને પૈસા તમારા છે. એટલે વધુ માલ ખરીદશે તેટલું તમારું કલ્યાણ છે. માલ અમારે છે પણ જે ખરીદે તેને માટે લાભ થાય છે. સંતે દીવાદાંડી સમાન બનીને તમને સાચો રાહ બતાવે છે. સાચું કલ્યાણ કામી અમારે તપ-ત્યાગ-બ્રહ્મચર્ય રૂપી માલ ખરીદશે. જેને વીતરાગ પ્રભુની દુકાનમાંથી ઉંચામાં ઉંચો ચારિત્ર રૂપી માલ ખરીદવાની ભાવના જાગી છે તેવા મહાબલ રાજા પિતે તે તૈયાર થયા. ને સાથે છ મિત્ર રાજાઓને તૈયાર કર્યા. એમને વૈરાગ્ય કે હશે ! થાવર્ચાકુમારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે ૧૦૦૦ પુરૂષોએ, જમાલિકુમારની સાથે ૫૦૦ પુરૂષોએ દીક્ષા લીધી. બેલે, તમારામાંથી કેટલાને લેવી છે ? (હસાહસ) મહાબલ રાજાએ પોતાના પુત્ર બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કર્યો એટલે બલભદ્ર કુમાર રાજા બન્યા. હવે મહાબલ રાજાનું મન દીક્ષા લેવા ઉત્સુક બન્યું છે એટલે શું કરે છે?
તy i ? મા પાયા વમર્દ ના બાપુજી ” મહાબલ રાજા પોતાના પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરીને પુત્રની પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે, જ્યાં પિતાએ દીક્ષાની આજ્ઞા માંગી ત્યાં પુત્રની આંખમાં આંસુ આવી ગયા. રાણુઓ પણ રડવા લાગી. પરંતુ જેની રગે રગમાં વૈરાગ્યનો મજીઠીયો રંગ લાગ્યો છે તેનું હૃદય પીગળતું નથી કે બધા રડે છે તે હું કાઈ જાઉં. જેને વૈરાગ્ય આવે છે તેને કઈ પ્રત્યે મમત્વ હેતું નથી. એને તો પિતાના આત્માની રમણતા હોય છે.
ભગવાને અમને પણ કહ્યું છે કે તે સાધક! તું તારામાં મસ્ત રહેજે, સ્વાધ્યાય –ધ્યાન કરજે અને બને તેટલા ગૃહસ્થના સંગથી દૂર રહેજે. “જિદિ વંશવં જ જુના, પન્ના નાદૂf fથવા ” દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તું સંગ કરે તે સાધુનો કરજે પણ ગૃહસ્થને સંગ કરીશ નહિ. ગૃહસ્થનો પરિચય સંયમની સાધનામાં હાનિકારક છે. સંસાર એ સેવાળનો આરે છે. તેના ઉપર પગ મૂકવાથી લપસી. જવાય છે ને ચાર ગતિનાં ફેરા કરવા રૂપી હાડકા ભાંગી જાય છે. તે જેણે સંસાર છેડે તેણે સંસારનો રાગ રખાય ? એટલે સંસારીનો વધુ સંસર્ગ તેટલી ચારિત્રમાં શિથિલતા આવે છે. માટે ચારિત્રમાં રમણુતા કરે. જ્ઞાની કહે છે કે બીજાને બેધ પમાડવા જતાં તારું ચારિત્ર લુંટાય તેમ ના કરતે. માટે તું સંગ કરે તે પણ