________________
૨૫૨
શારદા શિખર
આ વાણી તે ભગવાન મહાવીરરવામીની છે. પણ અહીં સુધર્માસ્વામી જંબુસ્વામી આદિ સંતાને કહે છે કે ભગવાન મહાવીરે મતાવેલા મોક્ષમાર્ગને હું કહું છું તે તમે સાંભળેા. જુએ, સુધર્માસ્વામીના જીવનમાં કેટલી નમ્રતા છે ! સુધર્માંસ્વામી માટે તે આપણે એમ કહીએ છીએ કે “જિન નહિ પણ જિન સરીખા સુધર્માસ્વામીને જાણીએ.” જેએ કેવળજ્ઞાની ન હેાવા છતાં કેવળજ્ઞાનીની જેમને ઉપમા આપવામાં આવી છે. તે વિચાર કરે. તેમનું જ્ઞાન કેવું વિશાળ હશે ? છતાં તેઓ કહે છે હું જ છુ ! કાશ્યપમેાત્રી ભગવાન મહાવીરસ્વામી જે કહી ગયા છે તે હું તને કહું છું. અહાહા ! સુધર્માસ્વામીની કેટલી સરળતા ! જ્યારે આપણી દશા કેવી છે ? ઘેાડુ' કંઈ આવડે એટલે એમ થઈ જાય કે હું કંઈક જાણુ છું. મને બધું આવડે છે એટલે હું આમ કહું છું. ભગવાન કહે છે અહમ ઓગળે નહિ, મમ મરે નહિ ને વાસના વિરમે નહિ ત્યાં સુધી મેાક્ષ મળે નહિ.
ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હતાં. એવા ગૌતમસ્વામી માટે પૃચ્છા થઈ કે હે ભગવાન ! સજ્ઞના જ્ઞાન આગળ ગૌતમ ગણધરનું જ્ઞાન કેટલું ? ત્યારે ભગવંતે કહ્યું કે એક તરફ સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેના કાંઠે ચકલી બેઠી હાય, તે ચકલીની ચાંચમાં જેટલું પાણી આવે તેટલું સજ્ઞના જ્ઞાન આગળ ગૌતમસ્વામીનું જ્ઞાન હતું. સજ્ઞનું જ્ઞાન સિંધુ જેટલું ને ગૌતમસ્વામીનું જ્ઞાન ખિંદુ જેટલુ'. ચાર જ્ઞાન અને ચૌદ-પૂનું જ્ઞાન હોવા છતાં કેવળજ્ઞાન આગળ બિન્દુ જેટલું છે. તે વિચાર કરે. આમાં આપણા નખર કયાં લાગે ? જો જ્ઞાન મેળવવું હાય તે। આત્મામાંથી અહમને કાઢી આત્માને કુણા બનાવવા પડશે.
બહેને રોટલી બનાવે છે ત્યારે પહેલાં કણીક કાણુ ખાંધે છે ને પછી તેને ટૂંપી...પીને નરમ બનાવે છે. કણીક જેટલી વધુ ટુંપીને નરમ અને તેટલી રોટલી કુણી અને છે. તેમ અભિમાનથી અકકડ અનેલા આત્માને કુષ્ણેા મનાવી જન્મ-મરણના ફેરા ટાળવા હાય ને કેવળજ્ઞાન પામવું હોય તે સંયમ અને તપ વડે આત્માનુ દમન કરવું પડશે. જેમ કણીક વધુ ટુંપવાથી રોટલી કુણી અને છે તેમ તપ અને સયમ દ્વારા આત્માનુ જેટલું વધુ દમન થશે તેટલા આત્મા કુણા બની જશે. પથ્થરની શિલાને ભેદવા માટે દારૂગોળા મૂકવામાં આવે છે ને તેનાથી શીલાના ભૂકા ઉડી જાય છે. તેમ ભગવાન કહે છે હે ભવ્ય જીવા! તમે આ ઉત્તમ મનુષ્યભવ પામી કાયરતા છેાડી સમ્યગ્દન-જ્ઞાન–ચારિત્ર અને તપના એવા પાવરફુલ દારૂગોળા મૂકી દો કે આત્મા ઉપર રહેલાં ઘાતી કર્મોના ચૂરેચૂરા થઈ જાય.
સમજો, ધાધમાર વરસાદ પડે તે રસ્તા સાફ થઈ જાય ને કાચા રસ્તામાં મેટા ગાબડા પડે, અને ઝીણા ઝીણા વરસાદ પડે તે રસ્તા ચીકણા થાય છે, કેમ