________________
શારદા શિખર
૨૯૧ ભરેલું છે. કેઈ કહે કે ભાઈ! આ સોનાનો રત્નજડિત કરે તમને ભેટ આપું છું પણ મારી એક શરત છે કે અંદર ઝેર મિશ્રિત દૂધ ભરેલું છે તે તમે પી જાઓ. તે. બોલે, ઝેર પીવાની વાત આવે તે તમે કરે લેવાનું પસંદ કરશે? ના.” તેમ સંસાર તમને સોનાના રત્નજડિત કટરા જે ઉપરથી ઝગમગતે દેખાશે પણ અંદર તે સ્વાર્થનાં, રાગના, શ્રેષના, મેહના અને વિષયનાં હળાહળ વિષ ભરેલા છે. ક્રોધ અને ઈર્ષાની આગ ભડકે બળે છે એમ જેને લાગે છે તે સંસારમાં ઉભે રહેશે ખરો? ના. એટલે જ કહ્યું કે જેના સંસારભાવમાં આગ લાગે તેના આત્માને બાગ ખીલી ઉઠે છે.
મહાબલ રાજા અને તેમના છ મિત્રના સંસારભાવમાં આગ લાગી અને તેમના આત્માને બાગ ખીલી ઉઠય. એટલે સંસારને વિષના કરા જેવો અને ભડભડતા દાવાનળ જે સમજીને તેમાંથી બહાર નીકળવા તૈયાર થયા. મહાબલ રાજાએ બલભદ્ર કુમારની આજ્ઞા લીધી. હવે એક ક્ષણ પણ સંસારમાં રહેવા તયાર નથી. એટલે શું કર્યું?
तए णं महाब्बल पामोक्खा छप्पिय बालवयंसयाए सधि पुरिस्स सहस्स वाहिणिं दुरुढ्ढा वीयसोयाए रायहाणीए मञ्झं मज्झेणं णिगच्छइ रत्ता जेणेव इन्दकुंभे उज्जाणे जेणेव थेरा भगवंता तेणेव उवागच्छइ
મહાબલ રાજા અને તેમના છ બાલમિત્રો દરેક જણ એકેક હજાર પુરૂષો ઉપાડે તેવી શિબિકામાં બેઠા. એકેક શિબિકાને ઉપાડનાર હજાર પુરૂષો હતા. તેવી સાત શિબિકાઓ હતી. એટલે સાત હજાર તે ફકત ઉપાડનારા હતા. અત્યારે કોઈ કરોડપતિનો છોકરો દીક્ષા લે તે કેટલું માણસ હોય છે ? તે આ તે રાજા-મહારાજાઓ દીક્ષા લે છે. સાતે ય રાજા હતા. તે દીક્ષા લેવા નીકળે તે શું બાકી રહે ? આવી ભવ્ય શિબિકામાં બેસીને ભવ્ય સમુદાય સાથે વીતશેકા નગરીના મધ્ય ભાગમાં મોટા જાહેર માર્ગો ઉપરથી નીકળે છે. આ રાજાઓને જોઈને નગરજને પરસ્પર કહેવા લાગ્યા કે શું મહારાજાને વૈરાગ્ય છે! પ૦૦ રાણુઓ અને આવું મોટું રાજ્ય છોડીને નીકળે છે. કેવા હળુકમ આત્માઓ છે ! આવા પુરૂષનો વૈરાગ્ય જોઈને બીજા આત્માઓ પણ વૈરાગ્ય પામી જાય છે. ભગવાન કહે છે ત્યાગી કેને કહેવાય? , ને જે તે વીર મોખ, વિ પિટ્ટી
સાલી વય મોડ, સે ટુ વા ત્તિ દશ , અ. ૨ ગાથા ૩
જેમને ઈટ કામગો મળ્યા છે તેને સ્વેચ્છાએ ત્યાગીને નીકળી જાય છે તે સાચે ત્યાગી છે. મહાબલ પ્રમુખ સાતે રાજાને ત્યાં કઈ ચીજની કમી ન હતી. સંસાર સુખની સમગ્ર સામગ્રી તેમને ત્યાં મેજુદ હતી. તેનો ત્યાગ કરીને સંયમ