________________
૨૯૪
શારદા શિખર જિંદગીનું દરિદ્ર ટળી જાય. બ્રાહ્મણે પિતાનો વિચાર પિતાની પત્ની રૂદ્રમાને જણાવતાં કહ્યું કે આપણે બધા દુઃખી છીએ તે એક છોકરાને ભેગ આપીને શા માટે સુખી ન થવું ! રૂદ્રમાં પતિના શબ્દો સાંભળી વિચારમાં પડી. શું કરવું ? એનો પતિ કહે છે તું શું વિચાર કરે છે? જે મારી વાત સાંભળ. પાસે પૈસા હોય તે સમાજમાં પ્રતિષ્ઠા વધે. બધા આપણને નમતા રહે. બેલ, હવે તારે દુઃખ ભોગવવું છે કે સુખ ?
પુત્ર કરતાં પૈસો વહાલો કરનાર માબાપ ?” બ્રાહ્મણીએ પુત્રને આપવાની હા પાડી એટલે બ્રાહ્મણ ગાડી પાસે આવીને બે. મને આ સોનાનો છોકરો અને ક્રોડ સોનૈયા આપે. હું મારો પુત્ર આપવા તૈયાર છું. એટલે માણસોએ મહાજનને સમાચાર આપ્યા. મહાજને આવીને કહ્યું પહેલાં તમે અને તમારી પત્ની બંનેએ પુત્રનો વધ કરીને તેનું લોહી દરવાજે છાંટવું પડશે. પછી આ સોનાને બાળક અને કોડ સોનૈયા તમને મળશે. બ્રાહ્મણે કહ્યું ભલે, એમ કહીને ઘેર આવે ને તેની પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું પણ આપણે ક્યા દીકરાનો વધ કરે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું સૌથી નાનો ઈન્દ્રદત્ત છે તેને ભોગ આપી દઈએ. બ્રાહ્મણી સંમત થઈ આ વાત નાનકડે કુમળા ફૂલ જે ઈન્દ્રદત્ત સાંભળી ગયે. ને ગભરાઈ ગયે. કારણ કે મરવું તેને ગમે ? છતાં ક્ષણ પછી મનને મજબૂત કર્યું ને વિચાર કરવા લાગ્યા કે આ સંસારમાં સર્વત્ર સ્વાર્થની સગાઈ છે. કેણ કોનું છે !
મા-બાપને નાનો દીકરો કેટલે લાડકો હોય! કેટલો વહાલો હાય ! તેના બદલે મારે ભોગ આપી સુખી બનવા તૈયાર થયા છે. તે કાંઈ નહિ. મરવું છે તે એક જ વાર ને ! નિર્ણય કરીને માતા-પિતા પાસે આવ્યો. મા-બાપે કહ્યું બેટા ! અમે તારે માટે આ વિચાર કર્યો છે. પોતે માતા પિતા વચ્ચે થયેલી વાત સાંભળી ગયો હતો. અને નકકી કરીને આવ્યો હતો એટલે કહ્યું હે માતા-પિતા ! મારે વધ કરી આપ અને મારા છ ભાઈ એ સુખી થતાં હે તે મને મરવાને આનંદ છે. હું આપના ત્રણમાંથી મુકત થઈશ. વળી મારું આયુષ્ય બળવાન હશે તે મને દુનિયામાં કોઈ મારનાર નથી. મને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. મને એક વખત જૈન મુનિ મળ્યા હતા એમણે મને નવકારમંત્ર શીખવાડે છે. તેનું સ્મરણ કરીશ એટલે તે મારું રક્ષણ કરશે. ઈન્દ્રદત્ત નાનું બાળક હતું પણ તેનામાં કેવી સમજણ છે ! એણે કહ્યું–ચાલે, બા-બાપુજી ! હું મરવા તૈયાર છું. મારા લેહીના બદલામાં તમે ઘણું ધન મેળવી સુખી થાઓ.
દરિદ્રતાના દુઃખથી ત્રાસેલા અને ધનના લેભમાં લુબ્ધ બનેલા ઈદ્રદત્તના માબાપ તેને લઈને મહાજન પાસે આવ્યા ને કહ્યું કે મારા આ દીકરાનું નગરના દરવાજે