________________
૨૫
વાહા શિખર લેહીં છાંટી મહારાજાને નગર પ્રવેશ કરાવે ને અમને ધન આપે. મહાજને સોનાને બાળક અને કોડ સેનૈિયા બ્રાહ્મણને આપ્યા. અને ઈદ્રદત્તને સ્નાન કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. એટલે તે એક રાજકુમાર જે ભવા લાગે. મહાજન તેના મા-બાપ સાથે ઈન્દ્રદત્તને લઈને મહારાજા પાસે આવ્યું. ને રાજાને બધી હકીક્ત કહી. મહાજનની વાત સાંભળી રાજાનું હૃદય ધ્રુજી ઉઠયું ને એના મા-બાપ ઉપર તિરસ્કાર આવ્યું કે આ મા-બાપ કેવા કહેવાય ? ધનના લેભમાં પડીને આવા કુલ જેવા દીકરાના પિતાના હાથે વધ કરવા તૈયાર થયાં છે. રડતી આંખે રાજા કહે છે કે હે દીકરા ! થેડી વારમાં તારું મૃત્યુ થવાનું છે છતાં તારું મૂહું હસતું કેમ છે? તને મરવાનું દુઃખ નથી થતું ?
ત્યારે ઈન્દ્રદત્ત કહ્યું–મહારાજા! મૃત્યુથી ગભરાવાનું શું? અને ગભરાવાથી કંઈ મૃત્યુ છેડવાનું છે? જે જમ્યા છે તે વહેલા કે મોડા જરૂર જવાના છે. તે મૃત્યુથી મારે શા માટે ડરવું જોઈએ ? વળી હે મહારાજા! જ્યારે વાડ ચીભડું ગળે ત્યારે તેનું રક્ષણ કેણ કરે ? તેમ મારા માટે બન્યું છે. મારા મા-બાપ પૈસા મેળવીને સુખ પ્રાપ્તિ માટે મારે નાશ કરવા તૈયાર થયા છે. મહાજન આપને નગર પ્રવેશ કરાવવા પૈસાથી મને ખરીદે છે. અને તમે પ્રજાપાલક હેવા છતાં મારે નાશ અટકાવી શકનાર નથી. તે પછી કોના શરણે જાઉં ? જે મારું આયુષ્ય પૂરું થયું હશે તે મારો નાશ થશે. ને જે મારું આયુષ્ય લાંબુ હશે તે કઈ તેડી શકવાનું નથી. મને મારા નવકારમંત્ર ઉપર પૂર્ણ શ્રધ્ધા છે. તેનું સ્મરણ કરતા શ્રદ્ધાપૂર્વક આપની સામે ઉભે છું.
જેના હૃદયમાં નવકારમંત્રનું સ્મરણ હેય તેને કોઈ કંઈ કરી શકવાનું નથી. આમ નિર્ભયપણે ઈન્દ્રદત્તને બેલત જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. એક નાના કુમળા ફુલ જેવા બાલુડાના શબ્દોથી રાજાનું હૃદય વીંધાઈ ગયું ને અંતરાત્મા પિકારી ઉઠયો. આવો અધર્મના કરે. ભલે, નગરમાં મારો પ્રવેશ ન થાય. હું બ્રાહ્મણપુત્રની હિંસા નહિ કરવા દઉં. મારે નગરમાં નથી આવવું. રાજાના કરૂણ શબ્દો સાંભળી બધા થંભી ગયા. ઈન્દ્રદત્તની નવકારમંત્ર પરની શ્રદ્ધા અને રાજાની અહિંસા પરના પ્રેમથી નગરની અધિષ્ઠાયિકા દેવી પ્રસન્ન થઈને અદશ્યપણે બોલી–હે રાજન! તારી અહિંસક વૃત્તિથી અને આ બાળકની પંચ પરમેષ્ઠિ પ્રત્યેની શ્રધ્ધાથી હું પ્રસન્ન થઈ છું. હવે તું ખુશીથી નગર પ્રવેશ કર. અધિષ્ઠાયિકા દેવી બોલી રહ્યા ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને પછી રાજાએ પોતાના સિન્ય સાથે નગર પ્રવેશ કર્યો. વરદત્ત બ્રાહ્મણને ધન આપી દીધું ને કહ્યું-ઈન્દ્રદત્ત હવે મારે દીકરો છે. ધર્મને પ્રભાવ જોઈ પ્રધાન શ્રધ્ધાવાન બન્ય,