________________
શારદા શિખર
૨૭૭ . શાંતિ થાય? આ તે પાણીની હેલ હતી પણ અહીં જેના માથે પાપની હેલ હેય તે ઉતરે તે કેવી શાંતિ થાય? મહાબલ રાજાને પણ એ આનંદ થશે કે હાશ, હવે મારા માથેથી પાપની હેલ ઉતરી.
દેવાનુપ્રિય! એ તે મેટા રાજા હતા. એમનું રાજ્ય સ્વતંત્ર હતું. કેઈ દુશ્મન રાજાને પણ ભય ન હતો. એના સુખમાં કોઈ આડખીલ કરી શકે તેમ ન હતું. છતાં તે સુખ તેમને ખટકયું તે છોડીને દીક્ષા લેવા તૈયાર થયા, પણ મારા બંધુઓ ! હું તમને પૂછું કે તમે ગમે તેટલા પૈસા કમાવ, કરોડપતિ બની જાવ છતાં તમારું સુખ સ્વતંત્ર છે ? કાળા બજાર કરીને કરેડ કમાયા પણ સરકારને ડર કેટલે? તમારું ઘર, તમારા પૈસા અને દાગીના કંઈ સ્વતંત્ર રીતે ભેળવી શકે છે? ટૂંકમાં કેટલી મહેનત કરીને પૈસા કમાવ છે પણ સુખ ભોગવી શકે છે? તમારા સુખમાં તમને કયાંય સ્વતંત્રતા દેખાય છે? “ના.” છતાં સુખ માનીને મલકાવ છે પણ આ તમારા સુખ કેવા છે? ખબર છે? તમારા શેકેશના કબાટમાં સફરજન, સીતાફળ, સંતરા, કેરી, દાડમ મૂક્યા હોય છે તે જાણે સાચા ન હોય તેમ લાગે છે. પણ ખાવા જાવ તો દાંત તૂટી જાય છે. તેમાં તમારા સુખ શેકેશમાં મૂકેલા ફુટ જેવા છે. તમે જેમાં સુખ માને છે કે ભગવે છે પણ તેનાં ફળ ભેગવતાં હાડકાં તૂટી જશે. માટે સમજીને છેડે, અત્યારે સમજીને નહિ છોડો તે મરણ આવે પણ છોડવું તે પડશે જ. તેના કરતાં સમજણ પૂર્વક છોડવામાં સાર છે. ઘણું માણસે તે મરણથી પણ ડરે છે.
એક ખેડૂતે એક સંન્યાસીને પૂછયું કે મહારાજ! મારું મૃત્યુ કઈ જગ્યાએ થશે? ત્યારે સન્યાસીએ કહ્યું કે તારા ખેતરમાં કૂવે છે. તે કૂવાની પાસે તારું મૃત્યુ થશે, તેથી ખેડૂતે નકકી કર્યું કે મારે ખેતરમાં જવું નહિ. જાઉં તે મારું મોત થાય ને ? આથી મૂર્ખાએ બે પગ ઢીંચણમાંથી કપાવી નાંખ્યા. પગ હોય તે ભૂલેચુકે જવું પડે, પણ પગ ન હોય તે કયાંથી જવું પડે ? ને મરવાનું પણ ન આવે, જુઓ, . જીવની કેવી અજ્ઞાન દશા છે ! માનવી ગમે તેટલા ઉપાયે કરે પણ જે ભૂમિ ઉપર મોત લખાયું હોય ત્યાં યેનકેન રીતે જવું પડે છે. મરવું ન પડે તે માટે ખેડૂતે પગ કપાવ્યા ને વીસ વર્ષ પસાર થયા. એક દિવસ એવું બન્યું કે ખેડૂતને યુવાન દીકરે. કૂવા આગળ કંઈ કામે ગયે. પાવઠા વિનાને કૃ હતું. એટલે લક્ષ ચૂકાતા કૂવામાં પડી ગયો. ખેતરમાં કામ કરતાં બીજા માણસો ત્યાં દોડી આવ્યા ને એને કાઢવા મહેનત કરવા લાગ્યા. ને એના બાપને સમાચાર કહેવડાવ્યા. આથી બાપ ગાડામાં બેસીને જલ્દી આવ્યા પણ છેકરાના પ્રાણ ચાલ્યા ગયા હતા. દીકરાનું શબ જોતાંની. સાથે ખેડૂત આઘાતથી બેભાન થઈને કૂવા પાસે પડી ગયું ને આયુષ્ય પૂરું થતાં