________________
વારતા શિખર
૨૭૯ ત્યાં અટકી જાય છે. દેવ વિચાર કરવા લાગ્યો કે જે કઈ પવિત્ર આત્મા હશે તે મેં તેમના ઉપર થઈને વિમાન ચલાવ્યું એટલે મેં તેમની ઘોર અશાતના કરી છે. લાવ શું છે જેઉં ? એમ વિચારી દેવે અવધિજ્ઞાનનો ઉપગ મૂકીને જોયું. જ્યાં સુધી તેણે ઉપયોગ મૂક્યું ન હતું ત્યાં સુધી તેની ભાવના પવિત્ર હતી. હવે શું વિચાર કરે છે.
અવધિજ્ઞાનનો ઉપગ મૂકીને જોયું ત્યાં તો દેવના અંગેઅંગમાં કોધની જવાળા ફાટી નીકળી. અહે! આ મારે પૂર્વભવનો વૈરી છે. એ તો મારી પત્નીને હરણ કરીને ઉઠાવી ગયો હતો. એ અહીં પુત્રપણે આવીને જમ્યો છે. હવે એને જીવતે કેમ છોડું? એ વૈરીના વૈરનો બદલો પૂરે લઉં. વેર લેવાનો આ મોકે મળે છે.
બંધુઓ ! વૈરના વિપાક વિષમ હોય છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે કેઈની સાથે વૈર બાંધશે નહિ. નહિતર વેરની વસૂલાત કર્યા વિના જીવનો છૂટકારો નહિ થાય. જેની સાથે વૈર બંધાયું હોય તેને તમે પ્રેમથી ખમાવી લે. જે વૈર રહી જશે તે આ ભવમાં મહાન ભય ઉભું થશે ને બીજા ભાવમાં પણ ભય ઉભું થશે. જેngબંધજિ મમળા ” જેટલું વૈર તેટલો ભય ઉત્પન્ન થાય છે. માટે કઈ જીવ સાથે વૈર કરવું નહિ. આ દેવ કોધે ભરાઈને નીચે ઉતર્યો. રૂકમણીને ઉંઘ આવી ગઈ છે. બાજુમાં પ્રદ્યુમ્નકુમાર પણ ઊંઘે છે. તેને ઉઠાવ્યો ને એવો ભીંસીને પકડ કે જાણે મારી નાખું ! જમડાની જેમ ક્રોધથી દાંત કચકચાવતે પ્રદ્યુમ્નકુમારને ઉપાડીને દેવ વિમાનમાં બેસી ગયે. હવે તેને મારી નાંખવા કેવા પ્રયત્નો કરશે તે ભાવ અવસરે.
આવતી કાલે મા ખમણનાધરને પવિત્ર દિવસ છે. આત્મા ઉપર લાગેલા ચીકણાં કર્મો ખપાવવા માટે આરાધના કરવા તૈયાર થજે. આવતી કાલથી એક મહિને સંવત્સરીને પવિત્ર દિન આવશે. તેના માંડવડા આવતી કાલથી પાઈ જશે. એ માંડવડે હાલવા માટે આવતી કાલથી આરાધના કરવાનું અમારું ભાવ ભર્યું આમંત્રણ છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૨૭ શ્રાવણ સુદ ૫ ને શનિવાર મહિનાનું ઘર તા. ૩૧-૭–૭૬
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન
અનંતજ્ઞાની ભગવંતે ફરમાવે છે કે હે ચેતન આત્મા! ચોરાશી લાખ જીવા ચિનીએ વટાવીને મહાન કષ્ટ તને આ માનવભવ મળે છે. માનવભવ એટલે શું? ધર્મ