________________
૨૦૮
શારદા શખર
તેના પ્રાણ પણ ચાલ્યા ગયાં. કહેવાના આશય એ છે કે માણસ ગમે તેમ કરે ને ગમે ત્યાં જાય પણ મૃત્યુને કોઈ મિથ્યા કરી શકતું નથી.
કૃષ્ણ વાસુદેવે નેમનાથ ભગવાનને પૂછ્યું-પ્રભુ! મારું મૃત્યુ કાના હાથે થશે ? ત્યારે ભગવાને કહ્યું. આ તારી પાસે ઉભેલા તારા નાના ભાઈ જરાસકુમારના હાથે તારું મૃત્યુ થશે. આ સાંભળી જરાસકુમારને બહુ દુઃખ થયું. તેથી તે જગલમાં ચાલ્યા ગયા. દ્વારકા નગરી ખળતાં કૃષ્ણને સામેથી જંગલમાં જવાને વખત આવ્યે ને જરાસકુમારના હાથે તેમનું મૃત્યુ થયું. સજ્ઞ ભગવંતે જે જાણ્યું ને કહ્યું તે કદી મિથ્યા ના થાય. જો મરણ ન જોઈતુ હાય ને મરણને ડર લાગતા હાય તા ફરીને જન્મ લેવા ન પડે તેવા પુરૂષા કરો. જન્મ છે તેા મરણ છે. હવે જન્મ-મરણના ફેરા કરવાના થાક લાગ્યા હોય તેા આશ્રવ છેડીને સંવરમાં આવી જાઓ.
મહાખલ રાજા અને તેમના છ મિત્રોને જન્મ-મરણના ડર લાગ્યા છે એટલે આશ્રવનો ત્યાગ કરી સંવરના ઘરમાં જવા તૈયાર થયા છે. મહાખલ રાજાના અલભદ્રકુમારનો રાજ્યાભિષેક ખૂબ ઠાઠમાઠથી કરવામાં આવ્યેા. હવે મહાખલ રાજા છ મિત્રો સાથે દીક્ષા લેશે તે વાત અવસરે.
ચરિત્ર: સારી દ્વારકા નગરીમાં રૂક્ષ્મણીના પુત્રનો જન્માત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મંગલ વાજિંત્રો વાગે છે. પુત્રનું સૂર્ય સમાન તેજસ્વી મુખડું જોઈને શ્રીકૃષ્ણે તેનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. પ્રદ્યુમ્નકુમારને પોતાની ગેાદમાં લઈ રૂક્ષ્મણી સૂતી છે. હવે શુ બને છે ? કર્મની ગતિ કેવી વિચિત્ર છે તે સાંભળે.
પ્રદ્યુમ્નકુમારનો જન્મ થયાને છઠ્ઠી રાત્રી હતી. તે માતાની ગાઢમાં સૂતા હતા. પુત્રને જોઈ ને રૂક્ષ્મણીનું હૈયું હરખાય છે. એણે પુત્ર ઉપર કેટલાય આશાના મિનારા ખાંધ્યા છે. પણ ત્યાં શું અનાવ અન્યા.
તે સમયે એક પૂર્વભવનો વૈરી ધૂમકેતુ નામનો દેવ આકાશમાર્ગે વિમાન લઈને જતા હતા. તેનું વિમાન રૂક્ષ્મણીના મહેલ ઉપર આવતાં અટકી ગયું. ક કાઈ ને છેડતાં નથી. માટે જ્ઞાની કહે છે કમ કરતાં ખૂબ વિચાર કરો. હણશે તેા હણાવું પડશે. છેદશો તે છેદાવું પડશે ને લેશે તેા ભેદાવું પડશે. જેવા રસેને જેવા પરિણામે કમ ખાંધ્યા હાય તેવા ભાગવવા પડે.
દેવ આકાશ માર્ગે જતા હતા. તેનું વિમાન રૂક્ષ્મણીના મહેલ ઉપર આવતાં અટકી ગયું. ત્યારે દેવના મનમાં થયું કે શું નીચે કેાઈ અવિધજ્ઞાની, મનઃ પવજ્ઞાની કે કેવળજ્ઞાની મહાત્મા બિરાજે છે કે કેાઈ મહાન પવિત્ર સતી છે ? અગર કોઈ સતીની લાજ લૂંટાય છે? શુ` છે કે મારુ' વિમાન અટકી ગયું? જ્યાં પવિત્ર આત્મા બિરાજમાન હોય ત્યાં તેના માથા ઉપરથી દેવતું વિમાન પસાર થઈ શકતુ નથી.