________________
શારદા શિખર જ નથી આવતો, ને ઉપરથી નિંદા કરે છે. માટે આપણે ગમે તેમ કરીને પણ એ પટેલને મહાત્માને ઉપદેશ સાંભળવા લઈ આવવા. જે બે શબ્દ સાંભળે તે એને ઉધ્ધાર થાય. એક દિવસ ગામના યુવાનીયાઓ પટેલ પાસે ગયા ને મીઠાશથી કહ્યુંકાકા ! આજે તો તમારે જરૂર સંત મહાત્માનો ઉપદેશ સાંભળવા આવવું જ પડશે. શું મહાત્માનો ઉપદેશ છે ! એમની વાણીમાં અમૃતરસ ઝરે છે. આખું ગામ એ અમૃતરસના ઘૂંટડા પીવે ને એક તમે જ રહી જાઓ તે અમને ઠીક નથી લાગતું. આજે તો ગમે તેમ કરીને તમને લઈ જવા છે. પટેલના મનમાં થયું કે આ યુવાનીયા આજે મને લઈ ગયા વિના છોડશે નહિ. તે લાવ, દશ-પંદર મિનિટ જઈ આવું. યુવાનીયાઓની ભારે જરૂર પડશે માટે એમને રાજી રાખવા માટે જાઉં તો એમને પણ એમ થશે કે કાકાએ અમારું માન રાખ્યું.
બંધુઓ ! વિચાર કરે. જીવ બીજાને રાજી રાખીને પિતાને સ્વાર્થ સાધવા માટે જવા તૈયાર થયે. પણ પિતાના આત્માના હિત માટે જવા તૈયાર નથી. પટેલ કહે છે બેટા ! તમારો ખૂબ આગ્રહ છે તે આજે જરૂર આવીશ. પેલા યુવાનો મહાત્માને કહી આવ્યા હતા કે જે કઈ દિવસ નથી આવતા તે પટેલ આવશે માટે એને ગમે તેવું કંઈક કહેજે કે જેથી બીજે દિવસે આવતા થઈ જાય. એ આવશે ત્યારે અમે આપને ઈશારે કરીશું. પટેલ મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા. ત્યારે પટેલને આવતાં જોઈને મહાત્મા બેલ્યા. “આ ભાઈ આ ” પટેલ હાથ જોડીને બેસવા ગયા ત્યાં ફરીને મહાત્મા બેલ્યા. “બેસો ભાઈ બેસે” ડીવાર પછી પ્રવચન સાંભળીને પટેલ ઉઠવા લાગ્યા ત્યારે મહાત્મા બેલ્યા કે “ઉઠે ભાઈ ઊઠે અને જ્યાં પટેલ ઉઠીને ચાલવા લાગ્યા ત્યારે મહાત્મા પાછું બોલ્યા “જશે ભાઈ જશે” આ રીતે મહાત્મા જે ચાર વાકય બોલ્યા તે પેલે પટેલ ઘેર જઈને ગોખવા લાગ્યો. હવે આખો દિવસ જેનું રટણ હોય તે ઉંઘમાં બોલાય છે. ઘણું વહેપારીઓને રાત્રે બબડવાની ટેવ હોય છે. તે આખે દિવસ વહેપારમાં જે રટણ હોય તે રાત્રે પણ બેલે છે. કંઈક ઉંઘમાં ને ઉંઘમાં માલના ભાવ પણ બોલી જાય છે.
પિલા પટેલે આ બે દિવસ મહાત્માના ચાર બોલનું રટણ કર્યું. અને તે જ રાત્રે તેના ઘરમાં ચાર ચેરી કરવા માટે આવ્યા. ઘરની પાછળના ભાગમાં બાકોરું પાડીને ઘરમાં પેસવા માટે ચારો વિચાર કરે છે ત્યાં પટેલ ઉંઘમાં બબડયા “આ ભાઈ આવે ત્યાં ચારો ચમક્યા કે આ પટેલ તો જાગતો લાગે છે. એટલે નીચે બેસી જવાની તૈયારી કરે છે. ત્યાં પટેલ બબડયાં કે “બેસે ભાઈ બેસે”આ સાંભળીને ચારોના મનમાં થયું કે ચેકકસ પટેલ જાગે છે. આપણે પકડાઈ જઈશું. એટલે ડરના માર્યા ભાગી જવા ઉભા થયા ત્યાં પટેલ પાછા બોલ્યા “ઉઠા ભાઈ ઉઠે” અને ઉડીને જવા લાગ્યા ત્યાં પટેલ પાછા બોલ્યા. “જાઓ ભાઈ જાઓ” આ પટેલ તે ઉંઘમાં