________________
શારદા શિખર બબડ્યા હતા પણ એરોના મનમાં થયું કે પટેલ આપણને જોઈ ગયા છે. કાલે રાજા પાસે ફરિયાદ કરી આપણને જેલમાં પૂરાવી દેશે. કારણ કે તેમનું માન ઘણું છે. માટે તેમની પાસે જઈને આપણે માફી માંગી લઈએ.
વહેલી સવારે ઉઠી પેલા ચાર પટેલ પાસે આવીને તેમના પગમાં પડીને કહેવા લાગ્યા - પટેલ બાપા! તમે અમારા મા-બાપ છે. અમે તમારા છોકરા છીએ. અમારો ગુન્હો માફ કરો. અમે હવે આ ગુન્હો નહીં કરીએ. પટેલ તે વિચારમાં પડયા કે ગુહે શું ને વાત શી? આ લેકે શેની માફી માંગે છે? પટેલ હતા હોંશિયાર એટલે સમજી ગયા કે વાતમાં કંઈક તથ્ય છે, એટલે બધી વાત ચરો પાસેથી સાંભળીને તેનો મર્મ સમજી ગયે. પછી કહ્યું–જુઓ, તમે ભંયકર ગુન્હો કર્યો છે પણ આજે માફ કરું છું. પણ ફરીને કર્યો તે જીવતા નહિ છોડું. માટે કરીને આ ગુન્હો ન થાય તે ધ્યાન રાખજો. ચોર તો પટેલના ચરણમાં પડીને તેને ઉપકાર માનતાં ચાલ્યા ગયા.
સંતના ચાર વાગ્યે પટેલને જીવનપલ્ટ”: ચોરોના ગયા પછી પટેલ મનમાં વિચાર કરવા લાગ્યા કે જુવાનીયાઓના આગ્રહથી અનિચ્છાએ પાંચ-દશ મિનિટ મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયે તે મારા ઘરમાં ચોરી થતી અટકી. મહાત્માના . ચાર વાકોમાં કે ચમત્કાર છે ! તે ખરેખર હું મારા આત્માના શુદ્ધ ભાવથી વેચ્છાપૂર્વક સંત સમાગમ કરું તો મને કેવો મહાન લાભ થાય ? મારો આ ભવ . અને પરભવ સુધરી જાય. પછી તે રોજ મહાત્માનું પ્રવચન સાંભળવા માટે જવા લાગ્યો. ને પિતાનું જીવન સુધાર્યું. આ પટેલનું દષ્ટાંત સાંભળીને પેલા નગરશેઠ જે કદી ઉપાશ્રયમાં આવતા ન હતા તે દરરોજ આવતા થઈ ગયા લક્ષ્મીને દાન-પુણ્યમાં સદુપયોગ કરવા લાગ્યા ને પિતાનું જીવન સફળ બનાવ્યું. ખરેખર કહ્યું છે કે –
એક ઘડી આધી ઘડી આધી મેં પણ આધ,
તુલસી સંગત સંતકી, કટે કેટી અપરાધ, દેવાનપ્રિયો! પટેલ અને શેઠે થોડીવાર સંત સમાગમ કર્યો તે તેમનું જીવન સુધરી ગયું. તો જે દરરેજ સંત સમાગમ કરે ને વીતરાગ વાણી સાંભળે તેનું જીવન કેટલું પવિત્ર બનવું જોઈએ ! એક ઘડીનો સત્સંગ પણ કેટલો લાભદાયી છે! સંતના સમાગમથી પાપીમાં પાપી જીવ પાવન બની ગયા. ચંડકૌશીક જે ભંયકર નાગ ભગવાનના એક વચને સુધરી ગયા. અગ્નિની એક ચિનગારી લાખો : મણ રૂની ગંજીઓ બાળીને સાફ કરે છે તેમ જેના જીવનમાં સત્સંગની એક ચિનગારી લાગે છે તેના કર્મોની ગંજીઓની ગંજીએ બળીને સાફ થઈ જાય છે.
મહાબલ રાજાએ એક વખત સંત સમાગમ કર્યો ને દીક્ષા લેવા તૈયાર થયા.