________________
શારદા શિખર - અમારા ખંભાત સંપ્રદાયમાં એક મહાન પૂ. હરખચંદ્રજી મહારાજ થઈ ગયા છે. તેઓ મુંબઈમાં રહેતા હતા. રસ્તામાં માછલીનાં ટેપલાં જોતાં વૈરાગ્ય આવી ગે. આવી ઘેર હિંસા જ્યાં થાય છે ત્યાં મેં વહેપાર કર્યો! શું મારી દુકાને માલ લેવા આવનાર આવા પાપ કરનાર નહિ આવતા હોય ! આમ વિચાર કરતાં વૈરાગ્ય આવે ને દીક્ષા લઈને મહાન પવિત્ર સંત બન્યા. હજારે છાના તારણહાર બની ગયા છે. (પૂ. હરખચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ખૂબ સુંદર કહ્યું હતું જે સાંભળતાં શ્રોતાઓ મુગ્ધ બન્યા હતા.)
રાહ
વ્યાખ્યાન ન. ૨૫ શ્રાવણ સુદ ૩ ને ગુરૂવાર
તા. ૨૯-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો !
અનંત કરૂણના સાગર, શાસ્ત્રકાર ભગવંતે ચતુર્ગતિ સંસારમાં રખડતા જીવોને આત્મસ્વરૂપની પિછાણ કરવા માટે આગમ વાણી પ્રકાશી. આગમમાં કહ્યું છે કે હે ભવ્ય છે ! આ જગતમાં મુખ્ય બે પદાર્થો છે. એક ચેતન અને બીજે જડ. આ વિશ્વમાં આપણી નજરે જે અગણિત પદાર્થો દેખાય છે તેને આ બેમાં સમાવેશ થઈ જાય છે. જીવ, આત્મા, ચેતન, પ્રાણી વિગેરે જીવનાં અલગ અલગ નામ છે. આ જગતમાં આત્મા જેવી મહાન બીજી કઈ ચીજ નથી. જડ પદાર્થોની ઓછી-વધતી કિંમત આંકનાર આત્મા છે. પણ આત્માની કિંમત કેઈ આંકી શકે તેમ નથી. માટે તે અમૂલ્ય ગણાય છે. આત્માના ગુણ અપરંપાર છે. એની શક્તિ અનંત છે. એનું જ્ઞાન અગાધ છે. અને આત્માની પવિત્રતા પણ અદ્ભુત છે.
આ પવિત્ર આત્મા અનંતકાળથી સંસારની ચાર ગતિની એપાટમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મોહની જાળમાં ફસાયા છે ને જન્મ મરણની જંજાળમાં અટવાયે છે. આત્મા પોતે પિતાને ભૂલી જડમાં જકડાઈ જડ જે બની ગયું છે. એણે જડને કિંમતી ગયું, એનું મૂલ્ય આંકયું અને જડની મમતા કરી કર્મના બંધનમાં બંધાયેલ છે. આત્માની આવી દશા જોઈને મહાન પુરૂષોને કરૂણા આવી. તેથી ઉપદેશ આપે કે હે આત્મન્ ! તું તને પિતાને ઓળખને વિચાર કરો કે તું કેણ અને તારી ચીજ કઈ તે સમજ.
દેવાનુપ્રિયે ! જેને હું એટલે કેણ? અને મારી ચીજ કઈ ? એ બાબતમાં વિચાર આવે છે ત્યારે એની દશા અલૌકિક હોય છે. એને આત્મા યાદ આવતાં