________________
શારદા શિખર દુઃખના દરિયે સંતજન બેટ છે, આશ્રય લેવાને હે (૨) એક જ આધાર છે. સંયમ લેવાને છે (૨) એક જ આધાર છે.
હે મિત્ર! આ સંસાર દુઃખને દરિયો છે. તેમાંથી દયા લાવીને ઉગારનાર સંત મહાન પુરૂષ છે. આ સંસાર રૂપી સાગર તેફાને ચઢેલે છે, આધિ-વ્યાધિ અને ઉપાધિનાં મેજ ઉછળે છે. તેમાંથી તરવા માટે સંયમ આધાર રૂપ છે. આ વાત અમને બરાબર સમજાઈ ગઈ છે. એટલે અમે આપની સાથે સંયમ લઈશું.
બંધુઓ ! આ તે મહાબલ રાજાના મિત્રો મહાબલ રાજાને કહે છે. પણ તમે આવો મિત્ર શું છે? આવા કલ્યાણ મિત્રો મળે તો કામ થઈ જાય. હવે હું તમને એક ન્યાય આપીને સમજાવું. જેમ ઘણું માણસે વહાણ અગર સ્ટીમર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી કરી રહ્યા છે. દરિયા ખૂબ તોફાને ચઢયે. તેથી સ્ટીમર તૂટવાથી કંઈક મુસાફરો ડુબી ગયા. અને કંઈક પોતાનો જાન બચાવવા માટે ફાંફા મારતા હતાં. ત્યાં પુણ્યાગે લાકડાનું પાટીયું હાથમાં આવી ગયું. પણ એ પાટીયા ઉપર વીંછી છે. બે હાથે પાટીયું મજબૂત પકડયું છે. પણ વીંછી ડંખ મારે છે. હેજ હાથ ખસેડે તે પાટીયાની ફાંસ વાગે છે. બેલે, હવે એ મુસાફરની સ્થિતિ કેવી બની જાય ? પાટીયું પકડી રાખે કે વીંછીના ડંખની વેદના સહન કરે ? બોલે, જવાબ આપે. અહીં વીંછી કરડે તો બાપલીયા બેલાઈ જાય પણ આ સ્થિતિમાં વીંછી કરડે તો વેદના સહન કરે, પાટીયાની ફાંસ વાગે તો પણ વાંધો નહિ પણ પાટીયું છેડે નહિ. મજબૂત પકડી રાખે. કારણકે એ સમજે છે કે આ તોફાની દરિયામાં ભરતીનાં ભયંકર મોજાં ઉછળે છે. તેમાંથી તરવા માટે આ પાટીયા સિવાય મને કેઈ આધાર નથી. માટે દુઃખ વેઠીને પણ પાટીયું પકડે છે. આ દ્રવ્ય સમુદ્રની વાત થઈ. હવે આપણે ભવ સમુદ્રની વાત કરીએ. આ સંસાર સમુદ્રમાં જન્મ-મરણ આદિના જુવાળમાં જીવને જે કઈ શરણભૂત હોય તે અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત-ધર્મ. આ ચાર સિવાય જગતમાં બીજું કઈ શરણ નથી. ચૌદ રાજકમાં આત્માને દુઃખથી બચાવનાર, અહિત દૂર કરી હિતના માર્ગે દોરનાર, નિરૂપદ્રવ કરનાર હોય તે આ ચાર શરણ છે. માંગલીકમાં બોલીએ છીએ ને કે –
“સંસારમાંહી શરણું ચાર, અવર શરણ નહિ કેઈ, જે નરનારી આદરે તેને, અક્ષય અવિચળ પદ હેય.”
આ સંસારમાં ડૂબવાની અણી ઉપર જીવને આધાર ભૂત હોય તે આ ચાર શરણું છે. આ ચાર શરણે જેણે અંગીકાર નથી કર્યા તેમને આત્મા નિરાધાર છે. સંસારમાં ગમે તેટલા કષ્ટ આવે તો પણ આ ચાર શરણારૂપી પાટીયું મજબૂત પકડી રાખીએ તે જરૂર સંસાર સમુદ્ર તરીને પેલે પાર જઈ શકાય. જ્ઞાનીઓ પણ