________________
શારદા શિખર
૨૫૯ રૂક્ષ્મણીને ઉત્પન થયેલો દેહદ – રૂકમણીને ત્રણ માસ થયા. એના ગર્ભમાં પવિત્ર આત્મા આવે છે. મેક્ષગામી જીવ છે. આ પ્રદ્યુમ્ન આદિ કૃષ્ણના પુત્રોની વાત અંતગડ સૂત્રમાં આવે છે. સિદ્ધાંતના પાને જેમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે. તે આ પવિત્ર ઉત્તમ જીવ છે. એટલે માતાને વિચારો પણ પવિત્ર આવે તેમાં શંકા નથી. ત્રણ માસ થયા એટલે રૂકમણીને દેહદ ઉત્પન્ન થાય છે. ઉપના શુભ ડેહલા મહિને તીસરે, પાષા સપાત્ર ગુરૂ નિગ્રંથ રે, અમરપટ ફેરા સારા શહરમેં, અભ્યાગત તુષ્ટ કિયા સબ પંથ રેતા
રૂકમણીના મનમાં એવા દેહદ ઉત્પન્ન થવા લાગ્યા કે નિગ્રંથમુનિરાજોના દર્શન કરવા જાઉં, તેમને સુપાત્રે દાન આપું, તપ કરું, ગરીબોને દાન દઉં, છકાય જીવોની રક્ષા કરું. આવા પવિત્ર દેહદ ઉત્પન્ન થવા લાગ્યા. એટલે તેણે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને કહ્યું-સ્વામીનાથ ! મારી એક ઈચ્છા છે. કૃષ્ણને રૂકમણ રાણી પ્રત્યે ખૂબ પ્રેમ હતું એટલે કહે છે દેવી ! તારી શું ઈચ્છા છે ? જે હોય તે વિના સંકોચે કહે. હું પૂર્ણ કરવા તૈયાર છું. એટલે કહ્યું. મારી એક ઈચ્છા છે કે આપની જેટલા ક્ષેત્રમાં આણ વર્તાઈ રહી છે તેટલા ક્ષેત્રમાં અમારી પડહ વગડાવીને ઘોષણા કરે કે જ્યાં જ્યાં કૃષ્ણ વાસુદેવની આણ વર્તે છે ત્યાં કેઈપણ જીવની કતલ ન થવી જોઈએ. માંસાહાર ન થ જોઈએ. જે કઈ માણસ જીવોની હિંસા કરશે, માંસાહાર કરશે તેને સજા કરવામાં આવશે. રૂકમણીના કહેવાથી કૃષ્ણ વાસુદેવે ત્રણ ખંડમાં અમારી પડહ વગડાવીને જીવોની હિંસા બંધ કરાવી અને રૂક્ષમણીની ઈચ્છા પૂર્ણ કરી.
બંધુઓ ! આ ભારત ભૂમિ કેટલી પવિત્ર છે ! આ ભૂમિમાં વસતા માનવીના દિલમાં એટલી દયા હતી કે તળાવમાં જાળ નાંખીને માછલા પકડવા દેતા ન હતા. અમે વિહાર કરીએ ત્યારે રસ્તામાં નાના ગામડા આવે. ગામડામાં તળાવની પાળે શિલાલેખ કોતરેલા જોવામાં આવે છે કે આ તળાવમાં કેઈએ જાળ નાંખવી નહિ ને માછલી પકડવી નહિ. જે પકડશે તેને દંડ થશે. ભૂલેચૂકે કઈ માછી આવીને જાળ નાંખે તે આખું ગામ તેના ઉપર તૂટી પડતું હતું. ગાડા નીચે એક કૂતરું આવી જાય તે લેકેના હૈયાં કકળી ઉઠતા હતા. અને ગાડું ચલાવનારની બેદરકારી બદલ તેને દંડ કરતા. અંગ્રેજનું રાજ્ય હોવા છતાં આવા ધર્મના કામમાં એ અંગ્રેજ સરકાર કેઈને અટકાવતી નહિ. આજે તે કેટલી હિંસા વધી ગઈ છે ! મચ્છી ઉદ્યોગ, મચ્છી નિકાસ, મોટા મોટા કતલખાના ચાલી રહ્યા છે. આહાહા ! કેટલા ઘોર પાપ થઈ રહ્યા છે ! અહિંસા પ્રધાન દેશમાં હિંસાનું તાંડવ વધ્યું છે, આવી હિંસા જેઈને પણ વૈરાગ્ય નથી આવતું.