________________
શારદા શિખર
૨૩૯ જાય છે. એક વાત યાદ રાખે કે તમારા સંસારમાં આવું નહિ બને. તમારે કરેડ રૂપિયા જોઈતા હોય તે કરેડકરોડ એમ જાપ કરવાથી કરોડપતિ નહિ બની જવાય પણ અહીં તે શ્રધ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતાં ભગવાન જેવા બની શકાશે. તમે શાસ્ત્ર ઉપર શ્રધ્ધા કરે. કદાચ તમને ના સમજાય તો શ્રધ્ધાથી સમજવાનો પ્રયત્ન કરે. હું તમને એક ન્યાય આપીને સમજાવું.
જેમ એક છોકરાને સર્પે દંશ દીધે. ખૂબ ઝેર ચઢયું છે. ખબર પડી કે અમુક માણસ ભયંકરમાં ભયંકર સર્પના ઝેર ઉતારે છે. તે તરત તેને ત્યાં લઈ જાઓ છો ને ? હવે સર્પનું ઝેર ઉતારનાર મંત્રો બોલે છે. છેક બેભાન પડે છે એ સાંભળતું નથી. છતાં ઝેર ઉતરે છે ને ? ત્યાં તમને કેવી શ્રધ્ધા છે ! એણે સપનાં ઝેર ઉતાર્યા પણ વીતરાગ પ્રભુના વચન રૂપી મંત્રો ઉપર જે એવી દઢ શ્રધ્ધા થાય તે સંસારના ઝેર ઉતરી જાય છે. આપણે સાધુ વંદણુમાં બેલીએ છીએ ને કે
એક વચન મારા સદ્દગુરૂ કે, જો બે દિલમાંય રે પ્રાણી, નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે જિનરાય રે પ્રાણુ સાધુજીને...
વીતરાગ પ્રભુના એક વચન ઉપર યથાર્થ શ્રધા થશે તો તે જીવ નરક ગતિમાં નહિ જાય. તેના સંસારના ઝેર ઉતરી જશે. જિનવચન એ સત્ય છે, મને તારનાર છે એવી અનન્ય શ્રધ્ધા થવી જોઈએ. આત્મા ની વય મજુર જિનવચનમાં અનુરક્ત બને છે, તેમાં એકતાર બને છે ત્યારે જેમ દૂધમાં સાકર ઓગળીને એકમેક બની જાય છે તેમ જિનવચનમાં અનુરક્ત બનેલા આત્માના કર્મો ઓગન્યા વિના રહેતા નથી. માટે જિનવચન ઉપર શ્રધ્ધા કરે. જ્ઞાની કહે છે કે
जं सकइ तं कीरेइ, जं न सकइ तयम्मि सद्हणा ।
સદ્દમાળો વાવો, વેશ્વરૃ થયરામાં છે. જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું જોઈએ. અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર શ્રદ્ધા કરવી જોઈએ. શ્રદ્ધાવાન જીવ જન્મ, જરા અને મરણ રહિત બનીને મુકિતને અધિકારી બને છે. જિનવચનમાં શ્રધ્ધા રાખવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
બંધુઓ ! વધુ તે શું કહું, ભગવાન પાર્શ્વનાથના જીવે લાકડામાં બળતાં નાગ-નાગણીને એક નવકારમંત્ર સંભળાવ્યા તેના પ્રભાવે તે જીવ દેવલેકમાં ગયા. કેટલી નવકારમંત્રમાં તાકાત છે ! એટલી તમારા મીઠા-મધુરા શબ્દોમાં તાકાત છે કે દેવલોકમાં લઈ જાય ! નવકારમંત્રના પ્રભાવથી બળતા નાગ-નાગણ દેવલેકમાં ગયા ને ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યા. નવકારમંત્રમાં અરિહંત અને સિધ્ધ એ દેવ છે ને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરૂ પદે છે. તેમાં છેલ્લું પદ “નામ લેએસવ