________________
૨૪૨
શારદા શિખર મુજબ પત્નીને પિયર મોકલવી પડે તેમાં સહેજ પણ ચાલે નહિ. એ વાતમાં હેકટર ઉપર કેટલી શ્રદ્ધા છે ! ગમે તેટલું કષ્ટ પડે છતાં એ પ્રમાણે કરવું પડે છે. તે હવે અહીં આત્મા માટે પણ વિચાર કરો.
આપણે આત્મા પણ ભવનો રોગી છે. એને ભવરોગ નાબૂદ કરવાની તાલાવેલી જાગી છે, એ વિલાસ જાગે છે કે જલ્દી ભવરાગને નાબૂદ કરું એટલે વીતરાગના સંતે રૂપી ડોકટરના શરણે આવ્યે. વીતરાગી સંતોએ વીતરાગવચનની દવા આપી કે વાળ અસ્થાઇ ૩ મોડા હે ભવ્ય છે ! આ સંસારના કામગ અનર્થની ખાણ જેવા છે. જો ભવરોગ નાબૂદ કરે છે તે ભેગનો ત્યાગ કરી ત્યાગના રાગી બને. હવે જે ભવરોગથી કંટાળી ગયો છે તે સંસારમાં ઉભું રહે ખરા? ના એને સંસાર ત્યાગીને જદી સંયમી બનવાનું મન થાય છે. એ દીક્ષા લેવા તૈયાર થાય તે વખતે એના માતા-પિતા, પત્ની બધા ગમે તેટલે કલ્પાંત કરે, રડે, ઝૂરે પણ જેને ભવરોગ સાલે છે તે સર્વાના વચનથી પીછે હઠ કરે? ના કરે. એ તે સંસાર છોડયે છૂટકે કરે. એ કેઈની પરવા ન કરે. જેમ રોગી ડોકટરનું વચન તહેન્ કરે છે તેમ ભવરોગ નાબૂદ કરવાની ઈચ્છાવાળે ધમડ જીવ પણ પ્રભુની આજ્ઞાને તહેતુ પ્રમાણ કરી તે પ્રમાણે ચાલે પણ પીછેહઠ ના કરે.
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા છે. વીતશેકા નગરીમાં તેના સમાચાર વાયુવેગે પહોંચી ગયા. મહાબલ રાજા ધર્મઘોષ અણગારના દર્શને આવ્યા. ધર્મ ઘેાષ અણગારે મહાબલ રાજા પ્રમુખ મેટી પર્ષદામાં ધર્મનો ઉપદેશ આપ શરૂ કર્યો. બંધુઓ! ઉપદેશ ઘણાં માણસે સાંભળે છે. પણ અંતરમાં તે કઈ વિરલ વ્યક્તિ ઉતારી શકે છે. મહાબલ રાજા જેમ જેમ સાંભળે છે તેમ તેમ તેમના આત્માનો ઉલ્લાસ વધતો જાય છે. ને મનમાં વિચાર કરે છે અહી ભગવંત! અનંતકાળથી આ સંસારમાં ભણું છું તેનું કારણ મેં અત્યાર સુધી જે જાણવા જેવું હતું તે જાણ્યું નહિ ને ન જાણવાનું જાણ્યું. જે કરવા જેવું હતું તે ન કર્યું ને ન કરવાનું કર્યું. મારે આત્મા અખંડ જ્ઞાન, સુખ અને આનંદમય છે. તેનામાં પરમાત્મા બનવાની શક્તિ છે તે જાણ્યું નહિ. મોહના ઉદયે વિભાવ દશામાં રમણતા કરી પણ રવભાવ દશામાં ન આવે. મિથ્યાત્વને છોડયું નહિ ને સમકિત પ્રાપ્ત કર્યું નહિ. અરેરે ! હે ચેતન ! તેં ચાર ગતિ, વીસ દંડક, અને ચેરાશી લાખ છવાયોનીમાં પરિભ્રમણ કર્યું ને જન્મ-મરણના અનંતા દુઃખ વેઠયા.
હે આત્મન ! દુર્લભ એવા રત્નચિંતામણી, તેમજ કલ્પવૃક્ષો મેળવ્યા. તેમજ કુટુંબ પરિવાર, લાડી–વાડી ને ગાડી, બાગ-બગીચા આદિ અમન ચમન કરવાના