________________
શારદા શિખર બંધુઓ ! કુરગડુ મુનિની જેમ આત્મા સાથે પશ્ચાતાપ કરી કષાયની મંદતા કરજો. કુરગડુ મુનિ કેવળજ્ઞાન પામી ગયા તેમ આપણે પણ કેવળજ્ઞાન પામવું છે. કુરગડુ મુનિને બીજા મુનિઓએ કેવા અપમાનજનક શબ્દ કહ્યા છતાં પિતાના સંયમ ભાવથી બિલકુલ વિચલિત ન થયા. ગમે તેવા સંજોગોમાં પણ સમભાવ ના છેડે તેનું નામ સાધુપણું.
મહાબલ રાજાને ધર્મ ઘેષ મુનિની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો છે. આવું કડક સાધુપણું લેવા તેમને આત્મા તત્પર બન્યો છે. હવે તે ઘેર જવાનું પણ મન નથી થતું. કારણ કે વૈરાગીને એકેક સેંકડની કિંમત છે. શ્રાવક વર્ષો સુધી સાધના કરીને જે કર્મો ખપાવે છે તેના કરતાં વધુ કર્મો સાચે સાધુ ક્ષણે ક્ષણે ખપાવે છે. સર્વાર્થોસિધ્ધ વિમાનના દેવનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. તેમને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય, છતાં એમનું તપ ન કહેવાય. કર્મની મહાન નિર્જર તે સાધુપણામાં થાય છે. આવી સમજણ પૂર્વક મહાબલ રાજાએ ધર્મઘોષ અણગારને કહ્યું–હે ભગવંત ! હું મારા બલભદ્ર કુમારને રાજ્યગાદી ઍપીને મારા છ મિત્રોને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે મુનિરાજે કહ્યું–હે રાજન ! આપને સુખ ઉપજે તેમ કરે. પણ સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. હવે મહાબલ રાજા પોતાના મહેલમાં જશે, પુત્રને ગાદીએ બેસાડી મિત્રોને દીક્ષા સંબંધી વાત કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર કૃષ્ણએ રૂક્ષ્મણને આપેલું પાણીનું પદ -
સત્યભામા કૃષ્ણવાસુદેવની પ્રિય પટ્ટરાણ હતી. તેમજ સતી હતી. તેનું રૂપ ઘણું હતું. પણ તેને રૂપ સાથે અભિમાન હતું. જ્યારે રૂક્ષમણીમાં સત્યભામા કરતાં રૂપ વિશેષ હતું ને રૂપની સાથે વિનય, નમ્રતા, સરળતા આદિ ગુણની પણ વિશેષતા હતી. એટલે કૃષ્ણ તેને મુખ્ય પટ્ટરાણીનું પદ આપ્યું. રૂક્ષ્મણીએ કહ્યું-નાથ ! મારે એ પદ નથી જોઈતું. મારી બેટી બહેનને મુખ્ય પટ્ટરાણી પદે રાખે પણ કૃષ્ણજી માન્યા નહિ. છેવટમાં તેમના આગ્રહથી પદ લીધું. જ્યાં સુગંધ હોય ત્યાં ભ્રમરનું મન ખેંચાય તેમ રૂક્ષ્મણીના ગુણ રૂપી સુગંધથી કૃષ્ણનું મન તેના તરફ વધુ આકર્ષાયું. તેથી તે રૂક્ષમણી પાસે વધુ રહેવા લાગ્યા. સત્યભામા આદિ બીજી રાણીઓ પાસે ખાસ જતાં આવતા નહિ. આ જોઈને સત્યભામાના દિલમાં ઈર્ષાને અગ્નિ પ્રજવલિત થયો. એક તે તેને રૂકમણી પ્રત્યે ઈર્ષા હતી ને વિશેષ વાત તેના જાણવામાં આવી કે રૂક્ષમણીને આવું ઉત્તમ સ્વપ્ન આવ્યું છે ને તે ગર્ભવંતી છે એટલે તેનામાં ઈર્ષા વધી. અહા ! એ મારાથી નાની છે. છતાં કૃષ્ણજી તેની પાછળ પાગલ બન્યા છે.