________________
સારા શિખર
૨૪૭ મારા સામું પણ જતાં નથી. હવે તે રૂક્ષ્મણીને પુત્ર થશે પછી તેના માન કેટલા બધા વધી જશે ! જબ સે આ સોકલી આઈ યહાં રે, મુઝ પર હુઈ હરીકી નજર કરૂર પ્રાણે સે પ્યારી વહી પ્રેમદા રે, કીન્હા ઈણ જાદ મંતર જરૂર ૨.શ્રોતા
આ રૂક્ષમણીએ કંઈ જાદુ કે વશીકરણ કરીને મારા પતિને વશ કરી દીધા છે. હવે તે મારી સામે પ્રેમ ભરી દષ્ટિથી જોતાં પણ નથી. એવા વિચાર કરવાથી સત્યભામાનું મન ખૂબ વ્યગ્ર રહેવા લાગ્યું. તેમાં રૂકમણી ગર્ભવતી છે એ જાણીને તેને વધુ દુઃખ થયું. હવે તે રૂકમણીને કઈ પણ રીતે હલકી પાડવી તે માટે ઉપાય શેધવા લાગી.
આ તરફ રૂક્ષ્મણીએ કૃષ્ણજીને સ્વપ્નની વાત કરી અને કૃષ્ણજીએ કહ્યું – હે રૂક્ષમણી ! તારા ભાગ્ય ચઢીયાતા છે. દુનિયામાં કોઈને નહિ હોય તેવા મહાન પરાક્રમી અને તેજસ્વી પુત્રની તું માતા બનીશ. પતિના મુખેથી સ્વપ્નનું ફળ સાંભળીને રૂક્ષ્મણીના દિલમાં અલૌકીક આનંદ થયે. અને બેલી, સ્વામીનાથ ! આપનું વચન અક્ષરશ: સત્ય છે. આપ કહો છે તે મારે પુત્ર થશે. એવા પુત્રને જોઈને મારી આંખમાંથી અમૃતની ધારા વહેશે. આમ કૃષ્ણજી અને રૂકમણીને આનંદનો પાર નથી.
સત્યભામાએ કરેલ માયા” : આ વાતની સત્યભામાને જાણ થતાં ખૂબ દુઃખી થઈ. અને હવે મારે શું કરવું? એમ પૂબ વિચાર કરીને એક અસત્ય વાત ઉભી કરવા વિચાર કર્યો. બનવા ગ તે રાત્રે કૃષ્ણજી સત્યભામાના મહેલે આવ્યા. એટલે સવારમાં સત્યભામાએ કહ્યું. સ્વામીનાથ ! મેં રાત્રે સ્વપ્નમાં એક સુંદર હાથી જે છે. એની બેલવાની રીતભાત જેઈને કૃષ્ણજી સમજી ગયા કે આ તદ્દન ખોટી વાત છે. પણ તેના મનમાં થયું કે હું રૂક્ષમણીને વધારે માનું છું, એટલે એ બિચારી બળી રહી છે. જે અત્યારે સાચું કહીશ તે એને દુઃખ થશે. એને નકામી શા માટે ગુસ્સે કરું! એમ વિચારીને કૃષ્ણ તેને કહ્યું, હે સત્યભામા ! તને જે સ્વપ્ન આવ્યું છે તે ઉત્તમ છે. તે સ્વપ્નના પ્રભાવથી તને અત્યંત પ્રભાવશાળી પુત્ર જન્મશે.
અસત્ય બનેલ સત્ય” પતિની વાત સાંભળીને સત્યભામા વિચાર કરવા લાગી. અહો ! મેં તે બેટી ઈર્ષાથી માયા કરીને કહ્યું પણ તેમણે તો મારી વાત સાચી માનીને મને કહ્યું કે તને પ્રભાવશાળી પુત્ર થશે. તે હવે અસત્યનું પણ સત્ય થશે. કારણ કે તેમનું વચન કદી અસત્ય હાય નહિ તેની મને પૂર્ણ ખાત્રી છે. એટલે સત્યભામાં ખુશ ખુશ થઈ. કારણકે સ્ત્રીઓને પુત્ર જન્મની વાત બહુ ગમે છે. વળી અહીં તે ખાટાનું સત્ય થાય એટલે આનંદની વાત શી પૂછવી ! એને કૃષ્ણજીના આ વચન