________________
શારદા શિખર
૨૫૫ રાજ્યમાં ઢંઢેરો પીટાવી દઈશું એટલે આપને કેઈ ઘરડા નહિ કહે. અને જે આપને બૂઢા કહેશે તેને સજા થશે એવી જાહેરાત કરી દઈશું. રાણીના શબ્દ સાંભળીને રાજા કહે છે રાણીજીમારી આંખમાં પાણી જોઈને તમે એમ માનો છે કે મને લેકે ઘરડે કહેશે તેનો મને અફસોસ છે? હવે હું મરી જઈશ તેની મને ડર છે? બિલકુલ નહિ. મને એ કઈ અફસેસ નથી. પણ જેમ આબરૂદાર માણસ વેરંટ છૂટે તે પહેલાં કેર્ટમાં હાજર થઈ જાય. જે પહેલાં હાજર ન થાય તે રાજાનો સિપાઈ હાથ–પગમાં બેડીઓ નાંખી બજાર વચ્ચે ફેરવીને કોર્ટમાં હાજર કરે. તેના કરતાં પિતાની જાતે હાજર થવું શું ખોટું ?
બંધુઓ ! આ વાતથી રાજા શું કહેવા માંગે છે તે તમે સમજ્યા? કાળરાજાનું વેરંટ માનવ માત્રની પાછળ પડેલું છે. તેમ જાણવાં છતાં હું સમજતો નથી. અને સંસારનો ગુન્હેગાર બન્યું જે સંસારમાં મરે તેના દેહને બાંધીને મેં ઢાંકીને બજાર વચ્ચેથી બહાર કાઢે અને જે કાળરાજાનું વોરંટ છૂટતાં પહેલાં ત્યાગ રૂપી હાઈકોર્ટમાં પિતાની જાતે હાજર થઈ ગયા છે તેવાને જીવ ગયા બાદ બેઠા બહાર કાઢે. ત્યાગીનું મુખ ખુલ્લું હોય એટલે સૌ તેના દર્શન કરવા ભેગા થાય. તેનું કારણ વેરંટ છૂટયા પહેલાં ચેતીને કેર્ટમાં હાજર થઈ ગયા તેના પ્રતાપ છે.
રાજા કહે છે રાણીજી! મને એનો અફસોસ થાય છે કે દૂત આવતાં પહેલાં મારે ચેતી જવાની જરૂર હતી, પણ આ તે યમરાજાનો દૂત મને નોટીસ આપવા માટે આવી ગયો છતાં હું ચે નહિ ! હજુ ભેગમાં જ પડ છું ! એનું મારા દિલમાં દુઃખ થયું તેથી આંખમાં પાણી આવી ગયું. આથી રાણીને આનંદ થયો કે મહારાજા સાચું સમજી ગયા. ધોળો વાળ યમનો દ્વત સમજીને સોમચંદ્ર રાજા વૈરાગ્ય પામી ગયા ને સંસાર ત્યાગી સંયમી બની ગયા. તમારા દીકરાને ઘેર દીકરા થયા, માથું ધોળું થઈ ગયું, હાડકાં ખખડી ગયા ને મહાન સંતે તમને કહી કહીને થાક્યા તે પણ હજુ તમને સંસાર છોડવાનું મન થાય છે? વાળ ધોળા થાય ત્યારે કલપ લગાડીને કાળા કરવાનું મન થાય છે પણ સંતે ગમે તેટલું સમજાવે છતાં સંસાર છોડવાનું મન નથી થતું. ખેર, ચારિત્ર ના લઈ શકો તે બ્રહ્મચર્યમાં તે આવે. જેને સંસાર કારાગૃહ જેવું લાગે છે તે ક્ષણવાર સંસારમાં રહેવા માંગતે નથી.
મહાબલ રાજાને ધર્મઘોષ અગણારની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. હવે તે જલદી ઘેર જાઉં ને મિત્રોને વાત કરું, બલભદ્ર કુમારને રાજ્યનો ભાર સોંપુ ને જલદી દીક્ષા લઉં. આત્મા મેહનિદ્રામાં ઊંઘે છે ત્યાં સુધી તે સંસારમાં પડ્યો રહે - છે, પણ જાગે છે ત્યારે ક્ષણ વાર રોકાવા ઈચ્છતું નથી.