________________
૨૪૪
શારદા શિખર સંયમમાં ગમે તેવા પરિષહ આવે, કઈ ગમે તેવા કટુ વચન કહે તે પણ સંયમના ભાવથી બિલકુલ વિચલિત થતા નથી. તેવા આત્મા કામ કાઢી જાય છે.
કુરગડુ નામના એક પવિત્ર સંત હતા. તેમના પરિવારમાં ઘણાં વડીલ સંત હતા. તેમાં કઈ જ્ઞાની, કોઈ ધ્યાની તે કઈ તપસ્વી હતા. તેમાંના કેઈ મુનિ ચાર મહિનાના, કોઈ ત્રણ મહિનાના, કોઈ બે મહિનાના તે કોઈ એક એક મહિનાના ઉપવાસ કરતા. પણ આ કુરગડુ મુનિ તપશ્ચર્યા કરી શક્તા નહિ. તેમને સવારના પ્રહરમાં ઘડો ભરીને ચોખા-ભાત ખાવા જોઈએ. કુર એટલે ચેખા અને ગડુ એટલે. ઘડો. ઘડો ભરીને ચોખા ખાવા જાઈએ. એટલે તેમને સૌ કુરગડુ મુનિ કહેતા. એક વખતના પ્રસંગમાં કોઈએ ચાર મહિનાના, કેઈએ ત્રણ, બે ને એક મહિનાની તપશ્ચર્યા આદરી છે. પણ કુરગુડુ મુનિ ઉપવાસ કરી શક્તા નથી. તપસ્વીઓને તપ કરતાં દેખે ને તેમના દિલમાં ખૂબ દુઃખ થતું. ખાતાં ખાતાં તેમની આંખમાં આંસુ આવી જતાં. અહો, ભગવાન ! હું આવું તપ ક્યારે કરી શકીશ ?
આમ કરતાં પર્યુષણ પર્વ આવ્યા. પર્યુષણના પહેલા અઠ્ઠાઈધરના દિવસે નાનામોટા સૌ ઉપવાસ કરે. પણ આ કુરગડુ મુનિ આવા મોટા દિવસે પણ ઉપવાસ કરી શકવા શકિતમાન નથી. તેથી તે મુનિ તે તે દિવસે પણ પાતરું ભરીને ભાત વહેરી લાવ્યા. ને પિતાના ગુરુને બતાવવા ગયા. અમારા સાધુપણાની એવી રીત છે કે શિષ્ય જે ગૌચરી વહોરી લાવે તે ગુરુને બતાવીને વાપરે. ગુરુને બતાવ્યા વિના વપરાય નહિ. ગુરુને ચાર મહિનાના ઉપવાસ હતા. તેમની પાસે ભાતનું પાતરું લાવીને મૂકયું. આ જેઈને તપસ્વી ગુરુ કહે છે ભૂખારવા ! આજે નાના-મોટા કેટલાય લોકોને ઉપવાસ હોય ને તને સવારના પ્રહરમાં ખાવા બેસતાં શરમ નથી આવતી ? તું તિર્યંચના ભવમાંથી આવ્યો લાગે છે કે એક દિવસ પણ ક્ષુધા સહન કરી શકતું નથી? ધિક્કાર છે તને ! એમ કહી ગુસ્સો કરીને પેલા ભાતના પાતરામાં ગૂંજ્યા. કુરગડુ મુનિએ ઘૂંક જોઈને એ વિચાર કર્યો કે અહો ! આ ચાર ચાર મહિનાના તપસ્વી છે. મોઢામાં મેળ આવતી હશે. મેં પાપીએ તેમને થુંકવા માટે ભાજન તૈયાર ન રાખ્યું ત્યારે મારા ગુરુને પાત્રમાં થુંકવું ન પડયું ને ? આજે આ તપસ્વીએ મારા ઉપર કેવી કરુણ કરી. ભાત લુખા હતા. તે એમણે મને અંદર ઘી નાંખી આપ્યું. તપસ્વીનું ચૂંક મારા ભાગ્યમાં ક્યાંથી હોય ? પછી ત્રણ મહિના, બે મહિના અને એક મહિનાના ઉપવાસના તપસ્વી પાસે ગયા. તે બધા તપસ્વી મુનિએ તેમની ઘણા કરીને કહેવા લાગ્યા. ખાઉધરા ! તને આજે મોટા દિવસે ખાતા શરમ નથી આવતી? એમ કહીને બધા તેના પાત્રમાં થૂકયા છતાં કુરગડુ મુનિના મનમાં એ વિચાર સરખે પણ નથી આવતો કે આ બધાં તપશ્ચર્યા કરીને મારા ઉપર આટલે ક્રોધ કરે છે તે તેમનું શું કલ્યાણ થવાનું છે ? અને મારા ખાવાના ભાતમાં