________________
શારદા શિખર
૨૪૧
::
લાંમા ને કેટલે ઉંડા છે તેનુ
સાગર છે ને એને ઓળંગી જનારા મહિષ આ છે. નૌકાએ સાગરને તરવાનું' અમેઘ સાધન છે. સામે કિનારે ન પહાંચીએ ત્યાં સુધી એની મહત્તા છે. તમે જે સમુદ્રને જુએ છે તે દ્રવ્ય સમુદ્ર છે ને સંસાર ભાવ સમુદ્ર છે. સમુદ્ર કેટલા પહેાળા, કેટલે માપ કાઢી શકાશે પણ સંસાર સમુદ્રનુ કાઈ માપ કાઢી શકતું નથી. નૌકા સમુદ્ર પર રહે તે તરી શકે છે પણ નૌકામાં જો સાગર પેસી જાય તે નૌકા તરે કે ડૂબી જાય ? નાવડી સાગર ઉપર રહે તે તરે પણ જે સાગર નાવમાં પેઠે તે નાવડી ઝૂમી જવાની.
1.
હવે સમજો. આ માનવ દેહ રૂપ નાવડી દ્વારા સંસાર સાગરના સામે કિનારે પહેાંચી શકાય છે. તેથી માનવ દેહની મહત્તા છે. માટે સમજો. સંસારમાં દેહ રહે તેના વાંધા નથી પણ આ દેહમાં સંસાર ન રહેવા જોઈએ. માનવ દેહમાં મેક્ષ મેળવવાની તાકાત છે તેથી તેનું મહત્વ છે. મુકિત મળી જાય પછી તેા આ દેહ ભારરૂપ છે. મુક્તિ ન મળે ત્યાં સુધી એનો આભાર માનવાનો છે. દેવાનુપ્રિયા ! સૌંસાર સાગરને તરવાનો અમૂલ્ય અવસર અને સાધન મળ્યું છે. ધ્યાન રાખજો. ધર્મસ્થાનકામાં ધમગુરૂઓની પાસે આવા ત્યારે વાસના અને વિકાર છેડીને આવજો. જો તમારા જીવનમાં વિષય-વિકારતું પાણી પેઠું તા નૌકા ડૂખી સમજો. અજ્ઞાની જીવા ધર્મસ્થાનકમાં પણ ભૌતિક સુખની ભીખ માંગે છે. તેને ખ્યાલ નથી કે હું શું માંગુ છું? ખરેખર તેા શું માંગવાનું હાય ? કૃપાળુદેવ મારી વાસના નિવારો, ભૂલા
પડેલાને પથ બતાવજે,
હે ભગવાન ! અનંતકાળથી ભવાભવમાં ભમીને હેરાન થઈ ગા છું. હવે તારા માર્ગે ચઢા છું. હવે મારી દુષ્ટ વાસનાઓને દૂર કરો. ભવમાં ભૂલા પડેલા એવા મને સાચા માર્ગે ચઢાવજો ને મારા કાચ। મંદ પડે. બસ, એટલું મારે જોઈએ છે. હવે મને ખીજી કોઈ ઈચ્છા કે આકાંક્ષા નથી. જેને ભવરોગ નાબૂદ કરવાની લગની લાગી છે તે ગમે તેવી કઠીન સાધના હાય તા પણ તેનું પાલન કરવામાં પાછી પાની કરતાં નથી. તમને હજુ ભવરેાગ નાબૂદ કરવાની જાગૃતિ આવી નથી. ખાકી સ`સાર માટે તમે કેટલું ત્યાગેા છે ? એક ન્યાય આપું.
કોઈ યુવાન છેકરાને ધાતુક્ષયનો રાગ થયેા. ડૉકટરને ખતાજુ તા ડૉકટરે કહ્યું કે જો તમારે રાગ નાબૂદ કરવા હોય તેા એની પત્નીને પાંચ વ` પિયર માકલી ઢા. આ સમયે એની પત્ની રડે, મા-બાપ રડે, મનમાં થાય કે હજુ પરણ્યાં છ મહિના થયા છે ને પાંચ વર્ષ સુધી પિયર રાખવાની ? પત્નીના મનમાં એ દુઃખ થાય કે મારે મારા પતિનો આટલા લાંબે વિયેાગ સહન કરવાનો ? દદીને દુઃખ થાય, છતાં જો રાગ મટાડવા હાય તા ને ગમે કે ન ગમે તે પણ ડૉકટરની આજ્ઞા
૧