________________
૨૩૮
શારદા શિખર છે, તેને બધું પૂછે છે કે હું મોટી હોવા છતાં મારા સામું તેના જેટલું ય નેતા નથી. હવે કોઈ પણ ઉપાયે રૂકમણી જે મુશ્કેલીમાં આવી પડે તો હું કૃષ્ણને પ્રિય બની જાઉં. આવું વિચારી સત્યભામા રૂફમણીનું ખરાબ ચિંતવવા લાગી. તેને માટે કઈને કઈ ઉપાય શોધવા લાગી. ત્યાં શું બને છે. “ રૂક્ષ્મણી રાણીએ જોયેલું સ્વપ્ન” રાણી રૂક્ષ્મણી સૂતી હરિ સેજમેં, દેખા સુપનેમેં દિવ્ય દિનન્દ રે, સુપના સંભલાયા પતિ કે પમણીરે, હર્ષોચિત ફરમાવે ગોવિન્દ રે...શ્રોતા
એક દિવસ રાત્રે રૂક્ષમણી સુખશૈયામાં સૂતી હતી તે સમયે તેણે અર્ધ નિદ્રા અને અર્ધ જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે એક તેજસ્વી સૂર્ય જે. તે સમયે એક મહર્ધિક દેવ મહાશુક દેવકથી ચવને રૂક્ષ્મણીની કુક્ષીએ ઉત્પન થયો. સ્વપ્ન જોઈને રૂક્ષમણી જાગૃત થયા. ને ધર્મારાધના કરી. સવાર પડતાં કૃષ્ણ વાસુદેવની પાસે જઈને વિનય પૂર્વક કહ્યું કે હે સ્વામીનાથ! આજે રાત્રીના છેલ્લા પ્રહરમાં એક તેજસ્વી સૂર્યને મેં સ્વપ્નમાં જોયો. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને ખૂબ આનંદ થયો. તેમણે શાસ્ત્ર તથા બુદ્ધિથી વિચારીને કહ્યું હે દેવી ! તમારા સ્વપ્નની વાત સાંભળી. તેના ઉપરથી મને લાગે છે કે તમે એક સૂર્ય સમાન તેજસ્વી, અત્યંત પરાક્રમી અને મોક્ષગામી પુત્રની માતા બનશે. અને તે પુત્ર છપ્પન કેડ યાદમાં મુગટ સમાન બનશે. આપણું આખા યાદવ કુળમાં કળશ સમાન બનશે. ખરેખર ! એવા પવિત્ર પુત્રની માતા બનીને તું ભાગ્યવાન બનીશ. આ પ્રમાણે પતિના મુખેથી સ્વપ્નની વાત સાંભળીને રૂક્ષ્મણી રાણી ખૂબ આનંદ પામી. કૃષ્ણ વાસુદેવના વચન ઉપર તેને અનન્ય શ્રધ્ધા હતી. રૂક્ષમણીને આનંદનો પાર નથી ને સત્યભામાં રૂક્ષમણીનું સુખ જોઈને ઈર્ષાની આગમાં બળી જાય છે. હવે રૂફમણુને આવું સ્વપન આવ્યું તે વાત સત્યભામાં જાણશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૩ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર
તા. ૨૭-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો !
ભવના ભેદક, સમતાના સાધક અને મમતાના મારક એવા ભગવંતે આપણું ઉપર પરમ ઉપકાર કરીને સિધ્ધાંત પ્રરૂપ્યા. સિધ્ધાંતના એકેક અક્ષરમાં અક્ષય શાંતિ અને શબ્દ શબ્દમાં શાશ્વત સુખ રહેલું છે. જે શ્રધ્ધાપૂર્વક રૂચી જાગે તે કર્મની નિર્જરા થાય છે. શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતાં પણ જીવનાં કર્મ ખપી