________________
૨૩
શારદા શિખર નામે શિથિલાચારનું પિષણ કરવામાં આવે છે. તે પણ બરાબર નથી. પિતાની ઉણપને ઉણપ તરીકે સ્વીકારનાર હજુ આરાધક છે, પણ પિતાની ઉણપને ઢાંકવી ને તેને બચાવ કરે એ તે મહાવિરાધના છે. ઘણી વિરાધના કરવા કરતાં થોડી આરાધના સુંદર ફળ આપે છે. જેમ ખુલ્લા પગે ચાલનાર માણસ મને કાંટા-કાંકરા ન વાગી જાય તેને ખ્યાલ રાખીને નીચું જોઈને ચાલે છે. તે રીતે આપણને વર્તમાન કાળમાં વિરાધનાના કાંટા ન વાગે તેને ખ્યાલ રાખીને ઉપયોગ પૂર્વક આરાધના કરવાની
દેવાનુપ્રિ ! આ વાત ખૂબ સમજવા જેવી છે. વિરાધના તે ઘડી બે ઘડીની અને તેના કડવા ફળ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. માટે બને તેટલી આરાધના કરે પણ વિરાધના ના થાય તેને ખ્યાલ રાખે. ઘણીવાર ધર્મના શુભ અનુષ્ઠાને પણ અગ્ય આત્મા માટે વિરાધનાનું કારણ બની જાય છે. જેમ કે દેવ-ગુરૂ અને ધર્મ ઉપર વારંવાર શંકા કરવી. આ મારા ગુરૂ અને આ મારા નહિ એ ભેદભાવ રાખનારા, વિના કારણે બીજાના દોષ જેનારા, નિંદાકુથલી કરનારા, પિતાના માનેલા ગુરૂમાં દેખીતા દેને ઢાંકનારા ને બીજા પવિત્ર સંતેમાં દેષ ન હોવા છતાં તેમને દેષિત ઠરાવનારા, આવા આત્માઓ સિધાંતમાં ભગવાને કહેવા પ્રમાણે તપ-ત્યાગ આદિ ક્રિયાઓ કરવા છતાં પણ વિરાધક બને છે એટલે તેમના માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. આચારંગ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે.
'जे आसबा ते परिसंवा, जे परिसवा ते आसवा।
કંઈક એવા આરાધક આત્માઓ છે કે જેમના માટે આશ્રવના સ્થાને પણ સંવરના સ્થાન બની જાય છે ને વિરાધક આત્મા માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. અરિસાભવન એ તે આશ્રવનું સ્થાન હતું ને ? છતાં ભરત ચકવતિને માટે સંવરનું સ્થાન બની ગયું. સંવર ભાવમાં ચઢતાં અનિત્ય ભાવના ભાવતાં તેમાં લીન બન્યા ને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ગયા.
જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રની ૮૪ કથામાં એક કુલવાલક મુનિનું ઉદાહરણ છે. તે કુલવાલક મુનિએ ગુરૂની અશાતના કરી, અવિનીતપણે વિરાધભાવને પામી સદ્દગુરૂનાં સમાગમમાં આવવા છતાં આરાધક બની શક્યા નહિ પણ વિરાધક બનીને દુર્ગતિમાં ચાલ્યા ગયા. માટે બંધુઓ ! આરાધક બનીને ધર્મની આરાધના કરવામાં આવશે તે ફળદાયક બનશે. દેવગુરૂ અને ધર્મની આરાધનાપૂર્વક ઉપાસના કરીને અનંતા જ આ અગાધ સંસારને તરી ગયા છે અને અનંત આત્માઓ વિરાધના કરીને સંસાર સાગરમાં ડૂબી ગયા છે.
પ્રતિક્રમણમાં પાંચમું શ્રમણુસૂત્ર બેલતાં શું બોલીએ છીએ ?