________________
૨૮
શારદા શિખર
ક્ષમા છે. પરંતુ વર્ષોથી દીક્ષા લીધી હાવા છતાં સમય આવે એવી સમતા રાખવી મુશ્કેલ દેખાય છે.
અપૂર્વ ક્ષમાને ધારણ કરનાર પરદેશી રાજા કાળધમ પામીને પહેલા દેવલેાકમાં સૂર્યભ નામના વિમાનમાં સૂર્યોભ નામે દેવ થયા. તે સૂર્યાભદેવ પ્રભુના દર્શન કરવા ગયા. ત્યાં પ્રભુને વંદન કરીને પૂછે છે કે હે ભગવાન ! હું આરાધક છું કે વિરાધક ? મારે તમને એ વાત સમજાવવી છે કે સમકિતદષ્ટિ આત્માને આરાધકપણું ગમે છે પણ વિરાધક ભાવ ગમતા નથી. વિરાધનાથી તે દૂર ભાગે છે. તે બંધુએ ! મહામુશીખતે આ માનવભવમાં ધર્મારાધના કરવાની અમૂલ્ય તક મળી છે તેમાં પણ સંસારની જંજાળમાંથી માંડ બે-ચાર ઘડી ધર્મારાધના કરવાના સમય મળે છે. એ આરાધના કરવાના સમયે પણ જે વિરાધના કરી તેા આત્માની કેવી કફાડી દશા થશે ? માટે સમજો. આવા ઉત્તમ મનુષ્ય જન્મ વારંવાર મળવા મુશ્કેલ છે. તેમાં વિરાધના કરીને જો ભવભ્રમણ વધારશે તા પછી આ મનુષ્યભવ મળવા મુશ્કેલ છે.
મનુષ્યભવ દેવાને પણ દુલ ભ છે. તે કઈ અપેક્ષાએ દુલ ભ છે તે સમજાવું. જેમ જે વસ્તુના ઉમેદવાર વધા૨ે તેમ તે સ્થાનમાં ચાન્સ આછે. દેવગતિના ઉમેદવાર કરતાં મનુષ્યગતિના ઉમેદવાર ઘણાં છે. કારણ કે નારકી-દેવતા મરીને દેવ થાય નહિ. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવા તથા અસ'ની જીવા દેવતામાં ન જાય. સજ્ઞી પચેન્દ્રિયના અમુક ભાગ દેવલાકે જાય એટલે દેવ ગતિ માટે અરજદાર આછા કહેવાય ને ? હરીક્ ઉમેદવાર માત્ર સંજ્ઞી પચેન્દ્રિયમાં ગણત્રીના છે. જ્યારે મનુષ્યા નારકી-દેવતા બધા મનુષ્ય થાય. એકેન્દ્રિય (તેઉવાઉ) વર્લ્ડ ને, એઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસ’જ્ઞી પચેન્દ્રિય, સંજ્ઞી પચેન્દ્રિય બધા મરીને મનુષ્ય થાય. એટલે મનુષ્યપણા માટે હરીફ ઉમેદવારા વધારે અને દેવતા માટે હરીફ ઉમેદવારે ગણ્યાગાંઠયા છે. મનુષ્યપા માટે જે ઉમેદવારો છે તેને ઘણા અલ્પ ભાગ પણ દેવપણા માટે લાયકાત ધરાવતા નથી, તેથી દેવપણું પામવા માટે હરીફ ઉમેદવારા ઘણાં ઓછા ને મનુષ્યપણાના માટે હરીફા ઘણા છે.
મીજી અપેક્ષાએ વિચાર કરીએ તે જેમાં ઘણી જગ્યા હાય તે મળવાને ચાન્સ સ્હેજે, જગ્યા ઓછી હાય તે મળવાના ચાન્સ ઘણા આછે, મનુષ્ય કેટલા છે? ગજ મનુષ્ય સંખ્યાતા છે. આછામાં ઓછી સંખ્યા હાય તે તે મનુષ્યની. ગભ જ મનુષ્ય કરતાં દેવપણાંના સ્થાન અસંખ્યાત ગુણા છે. મનુષ્યના સ્થાનકે મુઠ્ઠીભર છે. એટલે કે જેના ઉમેદવાર ઘણાં છે તેનાં સ્થાન ઘણાં ઓછાં છે. ઉમેદવાર ઘણાંને સ્થાન આછાં તે એમાં મુશ્કેલ કયું? ગČજ મનુષ્યના સ્થાન સંખ્યાતા હૈાવાના કારણે તેમાં આવવું મુશ્કેલ છે. મનુષ્યપણું હરીફની અપેક્ષાએ ઘણુ' . આછું મળે તેવુ છે.