________________
શારદા શિખર
૨૩૩
ભવ્ય જીવે વીતરાગવાણી સાંભળવા એકાગ્ર ચિત્ત કરીને બેઠા છે. મુનિના મુખેથી હૃદયસ્પશી વાણીનો પ્રવાહ છૂટયા...હૈ ભવ્ય જીવા! અનંતકાળથી પૈસાને પરમેશ્વર માનીને બેઠા છે, ધનની ધમાલમાં ધર્મને ભૂલીને સંસારમાં ઝુલી રહ્યા છે. પણ યાદ રાખજો કે પૈસેા જીવને ડૂબાડશે ને પરમેશ્વર તારશે. ધન ડૂબાડશે ને ધર્મ તારશે. જો સ`સારના ખાડામાં પડયા રહેશે। તે મેક્ષ નહિ મળે. આવે ખૂબ સુંદર ધર્મનો ઉપદેશ આપ્યું.
અંધુએ ! જૈનના મુનિએના જેવા ત્યાગ ખીજે ક્યાંય નથી. પેાતે સંસારના બંધનો તેાડી, કંચન-કામિનીનો ત્યાગ કરીને નીકળી જાય છે પછી ઉપદેશ આપે છે, જેના રામ રામમાં ત્યાગ હાય, જે વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હોય તેમની વાણીની જલ્દી અસર થાય છે. જૈનના સંતાનેા જે ત્યાગ છે તેના જેવા ત્યાગ ખીજે ક્યાંય નથી હાતા. છતાં કાઈ કઈ અન્ય ધર્મના સંતેમાં રાગને ત્યાગ અને કષાયનો ત્યાગ જોવામાં આવે છે. છતાં પણ તેઓ વિરતિધર નહિ હોવાથી ખાલ સાધુ કહેવાય છે. એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક ગામના ખાદશાહને એક વખત વિચાર થયા કે મે' રાજવૈભવ ઘણે ભેગળ્યે હવે મારે આ રાજવૈભવનો ત્યાગ કરી ખુદાની બંદગી કરવા માટે કીરી લેવી છે. પણ ફકીરી લઈને મારા રાજ્યમાં રહીશ તે મારી પ્રજા એમ કહેશે કે આ તે આપણા ખાદશાહ છે. એટલે મને સૌ આદર સત્કાર આપશે. બધા મારી પાસે આવીને બેસશે. એટલે મારાથી ખુદાની અંદગી સારી રીતે કરી શકાશે નહિ. માટે હું ક્યાંક દૂર જઈને ફકીર ખતું. એમ વિચાર કરી પોતાના પુત્રને ગાદીએ બેસાડી માદશાહ પેાતાના ગામથી ઘણે દૂર ચાલ્યા ગયા. અને ત્યાં રહી એકાંતમાં જઈને *કીર બની ગયા. જંગલમાં, ખંડેરામાં રહેવા લાગ્યા. ત્યાં રહી આસપાસના ગામડામાંથી ભિક્ષા લાવીને લૂખું-સૂકું ખાઈને ખુદાની અંદગીમાં મસ્ત બનીને રહેતા હતાં. આ રીતે ખાદશાહુને ફકીર બન્યા ખાર વર્ષોં ચાલ્યા ગયા.
બાદશાહનું શરીર સૂકાઈ ગયું. કાઈ આળખી ન શકે એવું થઈ ગયું. આ બાદશાહના મનમાં એમ થતું કે મને કોઈ એળખી ન જાય તે સારું. કારણ કે એને માન–સત્કારની પડી ન હતી. આજે કંઈક અજ્ઞાની જીવા સંસાર ત્યાગીને સાધુ અન્યા પછી એમ માને છે કે મારી પાસે લેાકેા વધુ કેમ આવે ? મારા ભકતે કેમ વધે ? ત્યારે જ્ઞાની કહે છે કે આત્મસ્વરૂપની પિછાણ કરવા નીકળેલા સાધુને દુનિયાની ઓળખનો માહ શા માટે હાવા જોઈએ ? આ એળખાણનો માહુ આત્માને મેાક્ષમાં જતેા અટકાવે છે, આ ખાદશાહને ઓળખાણનો ખિલકુલ માહુ
નથી.
૩૦