________________
૨૩૪
શારદા શિખર એક દિવસ ફકીર બનેલા બાદશાહના મનમાં વિચાર થયે કે મને ફકીર બન્યા બાર બાર વર્ષો પૂરા થયા પણ હજુ સુધી મને મારા ગૃહસ્થ જીવનના વૈભવ વિલાસનું સ્મરણ સરખું પણ થયું નથી. પણ હજુ વધુ ચોકસાઈ માટે મારા નગરમાં જાઉં, નગરના માણસને જોઉં. ત્યાં મને સંસારનું એક પણ સ્મરણ થતું નથી ને ? ત્યાં મને કેઈ ઓળખતું નથી ને? તેની ખાત્રી કરું. આ ફકીર પિતાના નગરમાં આવ્યા, દરરેજ નગરમાં ભિક્ષા લેવા માટે જાય છે. ભિક્ષા લાવીને નગર બહાર ખંડીયેર જેવા મકાનમાં જઈને રહે છે. શરીર એવું સૂકાઈને લાકડા જેવું થઈ ગયું છે કે નગરીને એક પણ માણસ બાદશાહને ઓળખી શક્તો નથી. લગભગ પંદર દિવસો આ રીતે વીતી ગયા. એક દિવસ ફકીર નગરમાં ભિક્ષા લેવા માટે નીકળ્યા. ત્યારે એક હોંશિયાર માણસની દષ્ટિ ફકીર ઉપર પડી. તેના મનમાં થયું કે માને ન માને પણ આ આપણાં બાદશાહ છે. આટલું મોટું રાજ્ય છોડીને ફકીરી લીધી તે હવે હું જોઉં કે તેમનો ત્યાગ અંતરનો છે કે દુનિયાને દેખાડવાનો? આ રીતે એને પરીક્ષા કરવાનું મન થયું.
ફકીરીમાં મસ્ત બનેલા બાદશાહની કરેલી પરીક્ષા : તેથી તે માણસ બાદશાહની પાછળ પાછળ ખંડેરમાં ગયા. ત્યાં જઈ ફકીરના ચરણમાં પડીને વિનયપૂર્વક બે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ ! આપ મારે ઘેર ભિક્ષા લેવા પધારજે. ખૂબ વિનંતી કરી એટલે કહ્યું. આજે તે ભિક્ષા આવી ગઈ છે હવે કાલે વાત. બીજે દિવસે તે ફકીર પિલા માણસની સાથે તેને ઘેર ભિક્ષા માટે જવા નીકળ્યા. હજુ પેલા માણસનું ઘર અડધે માઈલ દૂર હતું. ત્યાં એકદમ તે માણસે ગુસ્સો કરીને ફકીરને કહ્યું કે શું, તું મારા માટે ફકીર બન્યો છું? હરામનું ખાવા નીકળી પડે છે ? અમારા ચામડા તૂટી જાય છે ત્યારે રેટી મળે છે. ચાલ્યા જા અહીંથી રેટી નહિ મળે. આવા કડક શબ્દો કહીને પેલા માણસે ફકીરનું અપમાન કર્યું છતાં પેલા ફકીરના મનમાં પણ કોધ ન આવ્યો. સહેજ પણ ગુસ્સો કર્યા વિના ખૂબ મીઠાશથી કહ્યું- “અચ્છા બેટા! અબ મેં વાપસ જાતા હું” એમ કહીને સહેજ પણ ખેદ કર્યા વિના ફકીર પોતાના સ્થાનમાં આવીને બેસી ગયા.
બીજે દિવસે પેલો માણસ પાછો ફકીર પાસે આવ્યો. ગઈ કાલે મેં આપનો અવિનય કર્યો છે તેની હું ક્ષમા માંગું છું. ફરીને ભિક્ષા લેવા આવવા માટે વિનંતી કરીને કહ્યું કે આપ આજે મારે ઘેર પધારે તે હું જમીશ. એટલે ફકીરે કહ્યું કે “અચ્છા બેટા ! મેં આઉંગા” એમ કહીને ફકીર પેલા માણસની સાથે ભિક્ષા લેવા માટે નીકળ્યા. ઘર થોડું દૂર રહ્યું એટલે ગઈકાલની માફક આજે પણ તેમનું અપમાન કરીને કાઢી મૂક્યા. વળી પાછો ત્રીજે દિવસે અવિનય કર્યાની માફી માંગીને ભોજન માટે આમંત્રણ આપી આવ્યો ને ફકીર ભિક્ષા લેવા માટે પણ ગયા.