________________
ચોરદા બિર
૨૨૨ નીકળે. આ મારા કર્મો મને કેમ છેડશે? કર્મરાજાને કાયદો તે એ કડક છે કે તે તીર્થકર, ચકવર્તિ, રાજા, શ્રીમંત કે ગરીબ કોઈને છેડતો નથી.
છે કાયદા કર્મરાજને, હિસાબ છે પાઈ પાઈને, વેરંટ વગડે આવશે, રાજ્ય નથી પિપાબાઈનું.
અહીં કેઈ સરકારને ગુન્હ કરે તે તેને કોર્ટમાં હાજર થવું પડે છે. જે જેનો ગુન્હો તેવી તેને સજા ભોગવવી પડે છે. છતાં આજે જુએ છે કે વકીલના ખિસ્સાં ભરી દે તે ગુન્હામાંથી છૂટી જવાય, દોષિત હોવા છતાં નિર્દોષ ઠરીને છૂટી જાય ને કેસ પોતાની ફેવરમાં આવી જાય છે. પરંતુ કર્મરાજાની કેર્ટમાં કોઈ લાંચ રૂશવત ચાલતી નથી. ત્યાં તે સૌને સરખો ન્યાય મળે છે. પેલા શેઠ પોતે ભૂતકાળમાં કરેલા પાપોને યાદ કરવા લાગ્યા ને વર્તમાનમાં જે પાપ કરવા નીકળ્યા છે તે યાદ કરતાં તેમનું હૈયું હચમચી ગયું. હે ભગવાન ! મેં તે આવા કુરા કર્મો કર્યા ને કેવા પાપ બાંધ્યા છે તેના પડઘા પરભવમાં કેવા પડશે ? મારે હવે રાજાનું ધન લેવું નથી. મારે રાતી પાઈ પણ જોઈતી નથી. એક પાઈ પણ જે હું લઉં તે મારે પરભવમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ચૂકવવું પડશે. રાજાનું ધન રાજાને સોંપી દઉં.
આ બળદનું સવારે શું થાય છે તે જોવું પછી જાઉં. એને તે પરેઢીયું થતાં ચાલ્યા જવું હતું પણ બળદની વાત સાંભળીને શેકાઈ ગયે. સૂર્યોદય થય ને તરત બળદ એકદમ પડી ગયે. અવાજ થયો એટલે ખેડૂત દેડીને બહાર આવ્યું. શેઠ પણ ત્યાં ઉભા છે. ખેડૂત પૂછે છે મારે બળદ રાતરાણ જે હતું ને તેને આ શું થઈ ગયું ? ત્યારે વહેપારીએ કહ્યું ભાઈ! તમારું લેણું પૂરું થયું એટલે બળદ ચાલ્યા ગયે. એમ કહી રાત્રે બળદેએ કહેલી વાત ખેડૂતને કહી સંભળાવી, વહેપારી કહે છે જે તમારે એની વધુ ખાત્રી કરવી હોય તો આજે તમારા રાજા બળદને દોડાવવાની હરીફાઈ કરવાના છે. તેમાં આ તમારા બળદને લઈ જાઓ.
વહેપારી શેઠની વાત સાંભળીને ખેડૂત પિતાના બળદને દેડવાની હરીફાઈમાં લઈ ગયો. પિલા વહેપારીને પણ જોવાની ખૂબ જિજ્ઞાસા હતી એટલે તે પણ સાથે ગયો. ગામ બહાર મેદાનમાં બળદેને દેડાવવાની હરીફાઈની શરૂઆત થતી હતી ત્યાં આ ખેડૂત પિતાના બળદને લઈને પહોંચી ગયો. ને હરિફાઈમાં પોતાના બળદને મકી દીધે. હરીફાઈમાં એવી જાહેરાત કરેલી હતી કે જે પહેલા નંબરે જીતે તેને રૂ. ૫૦૦૦)નું ઈનામ મળશે. બળદોની હરીફાઈ શરૂ થઈ. તેમાં પેલા ખેડૂતનો બળદ હરીફાઈમાં જીતી ગયો. જાહેરાત પ્રમાણે રાજા તરફથી ખેડૂતને પાંચ હજાર રૂપિયા આપવાષાં આવ્યા. જેવા ખેડૂતના હાથમાં રૂપિયા આવ્યા કે તરત બળદ જમીન ઉપર પડી ગયો ને પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા, બંને બળદ પિતાના માલિકનું