________________
૨૨૧
શારદા શિખર જન્મમાં મનુષ્ય હતે. અનાજને મેટે વહેપારી હતા. વહેપાર કરવામાં મેં કૂડકપટ કરવામાં બાકી રાખી નથી. સારા અનાજ બતાવીને સડેલા અનાજ દેતે હતે. ખોટા તેલ ને ખોટાં માપ રાખતે. ગરીબને છેતરતાં પાછો પડયો નથી. કેઈ ગરીબ માણસ ભૂખ્યા તરસ્ય અનાજ માટે મારી દુકાને આવીને કરગરે તે પણ મૂઠી અનાજ દીધું નહિ, આ ખેડૂતે મારા ઘેર પૈસા વ્યાજે મૂક્યા તે મેં તેને પાછા ન આપ્યા. એટલે મારા માથે તેનું ઋણ રહી ગયું. તે ચૂકવવા માટે મારે તેને ઘેર બળદ બનીને આવવું પડયું ને આખી જિંદગી ભૂખતરસ વેઠીને તેનું કામ કરવું પડયું. તિર્યંચે પરાધીન છે. તેને ભૂખ લાગે ત્યારે ઘઉંના ખળામાં હોય છતાં મુખે છીંકલી બાંધી હોય એટલે ખાઈ ન શકે. પાણીની તરસ લાગે પણ માલિક ન પીવડાવે ત્યાં સુધી ક્યાંથી પી શકે ? પેલે બળદ કહે છે મેં પાપ કરતાં પાછું વાળીને જોયું નથી તેથી આ બળદને અવતાર મળે છે.
બળદ પિતાની દર્દભરી કહાણી પિતાના સાથી બળદને કહે છે. ભાઈ ! મેં મારા કુટુંબ માટે ધન ભેગું કરતાં ઘણું પાપ કર્યો. ઘરમાં ખાનારા દશ હતા. હું પાપ કરીને પૈસા કમા. માલ બધાએ ખાધે પણ માર કેઈ ખાતું નથી. હાશ.... હવે હું માલિકનું ત્રણ ચૂકવીને બળદના અવતારમાંથી મુક્ત થઈશ. આ એક બળદની વાત પૂરી થઈ.
બીજે બળદ કહે છે ભાઈ! તારું કરજ ચૂકવાઈ ગયું પણ મારા માથે હજુ પાંચ હજારનું કરજ બાકી છે. મેં પણ એવા કર્મો કર્યા છે. હસી હસીને આનંદ પૂર્વક બાંધેલા કર્મો અતિ શેકથી રડી રડીને ભાગવતાં પણ પૂરા થતાં નથી. મારે પણ જલ્દી છૂટકારે થવાને એક ઉપાય છે, આવતી કાલે આ ગામના રાજા જેમ રેસમાં જોડા દેડવવાની હરીફાઈ કરે છે. તેમ બળદને દેડવાની હરીફાઈ કરવાના છે. જે આપણે માલિક મને હરીફાઈમાં લઈ જાય તે હું જીતી જાઉં ને પહેલા નંબરનું ઈનામ લઉં. એ ઈનામને પાંચ હજાર રૂપિયા માલિકના હાથમાં જેવા આવશે કે હું તેના કરજમાંથી મુક્ત થઈશ ને મારે આ પશુ યોનિમાંથી છૂટકારે થશે.
આ પ્રમાણે બંને બળદની વાતચીત પેલા વણિકે સાંભળી, બળદ એ વાત કરી તે સાંભળીને પેલા વણિકનું હૈયું હચમચી ગયું. અહ ! એક બળદ જેવા તિર્યંચ પ્રાણીઓ પણ પૂર્વે કરેલાં કર્મોનો કે પશ્ચાતાપ કરે છે!એમણે પૂર્વભવમાં માયા-કપટ કર્યા, દગા-પ્રપંચ કર્યા તે બળદને અવતાર મળે. તે મેં તે એવા કેટલાય દગા કર્યા છે મારા કર્મના ઉદયથી ધંધામાં ખેટ આવી અને રાજા પાસે પૈસા લેવા જવું પડયું. રાજાએ મારા ઉપર દયા કરીને મને ધન આપ્યું, ત્યારે હું લેણદારોને ચૂકવવાને બદલે એ ધનને ધણું થઈને બેસી જવા ગામ છોડીને ચાલી