________________
શારદા શિખર
૨૨૩ કરજ પૂરું થતાં એક ક્ષણ પણ રોકાયા નહિ. આ ઉપરથી સમજે. કેઈકેઈનું નથી. આ તે લેણ દેણની પતાવટ કરવા અહીં આવ્યા છીએ. અહીં સમજવાને સમય છે. હજુ સમજીને માયા-કપટ નહિ છેડે તે આ બળદની જેમ કષ્ટ સહન કરવા પડશે.
આ બળદ થઈને રે વાલીડા બોજો ખેંચશે રે , અરે ખાવા પડશે આરડીયા કેરા માર, આ મનુષ્ય દેહનું ટાણું રે વાલીડા પાછું નહિ મળે. આ મન તુજને નહિ મળે વારંવાર....આ મનુષ્ય દેહનું
બંધુઓ ! અત્યાર સુધી ન સમજ્યા પણ હજુ હાથમાં બાજી છે ત્યાં સુધીમાં સમજી લે તે સારું છે, નહિતર ગાડાના બેલ બનીને ભાર ખેંચવા પડશે. આરડીયાના ગદા ખાવા પડશે. ત્યારે આંખમાંથી પાણી પડશે. ભૂખ-તરસ લાગશે ત્યારે ખાવા નહિ મળે. આ અવતાર ન જોઈતું હોય તે આ સંસારને સર્પને રાફડે સમજીને પાપથી ભયભીત બને.
પિલા શેઠને પાપનો ભય લાગ્યું. બળદના બનાવે એના જીવનનું પરિવર્તન કરાવ્યું. તેમની આંખો ખુલી ગઈ. તે ધન પાછું લઈને રાજા પાસે આવ્યાં ને જેટલું ધન લીધું હતું તે બધું પાછું આપીને કહ્યું મહારાજા ! આપનું ધન સંભાળી લે. રાજાએ પૂછયું કેમ શેઠ ! એક દિવસમાં પાછું આપવા આવ્યા. ત્યારે શેઠે કહ્યું. સાહેબ ! આ ધને તે મારી બુદ્ધિ બગાડી. આપની પાસેથી ધન લઈને ગયે ને મારા મનમાં આવા વિચાર આવ્યા. હું ધન લઈને ગામ છેડીને ચાલી નીકળે. ત્યાં માર્ગમાં હું એક રાત રોકાયો. ત્યાં બે બળદની કહાની સાંભળીને મારું હૃદય પલ્ટાઈ ગયું એ બળદ મારા ગુરૂ બન્યા. મારા પૂર્વભવના કર્મના કારણે આ ભવમાં તે હું કરજદાર બને છું ને આપનું ધન રાખું તે આવતા ભવમાં એ કરજ ચૂકવતાં મારે બરડે તૂટી જાય, એ કર્મના કરજ ચૂકવવા મારે કેટલા જન્મ લેવા પડે ને કર્મો ભોગવવા પડે. માટે મારે આપનું ધન ના જોઈએ. એમ કહી રાજાનું ધન પાછું આપી વહેપારી ન્યાય-નીતિપૂર્વક જીવન જીવવા લાગ્યા.
દેવાનુપ્રિયો ! આ શ્રેષ્ઠીને સંસાર એ સર્પનો રાફડો છે તે વાત બરાબર સમજાઈ ગઈ. એટલે ખૂબ સાવધાની પૂર્વક પાપ કર્મ ન બંધાય તે રીતે સંસારમાં રહે છે. તમને પણ જે આ સંસાર સર્પને રાફડે લાગતું હોય તે ક્ષણે ક્ષણે પાપ રૂપી સાપથી ડરતાં રહેજે. તમને તે સંસાર કંસાર જે મીઠે લાગે છે ને ? એટલે હિોશે હોંશે સંસારના સુખમાં આનંદ માને છે. પણ જ્ઞાની પુરૂષ તે સંસારને ભંગાર માને છે. સંસાર તે સપને રાફડો છે.
બીજું સર્ષ સમાન કુટુંબ પરિવાર. જ્યાં સુધી તમને સંસારના સુખની