________________
શારદા શિખર
૨૨૫ તેથી તેના ઘરઘરમાં ગુણગાન થવા લાગ્યાં. માણિભદ્ર શેઠને પ્રેમ પણ તેના પ્રત્યે વધવા લાગ્યું. એક દિવસ રાત્રે કુલધરની પુત્રી વિચાર કરવા લાગી કે અહા ! જેમને સંસારની સુખ સામગ્રી મળી હતી તેમણે ભેગવી અને પછી તેમણે તેની અસારતા સમજીને તેને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. મેં પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મને આ ભવમાં સંસારમાં કયાંય સુખ ન મળ્યું. માતા-પિતાને હું એારમાયા જેવી હતી. પરણીને પતિએ પણ પરિહરી. તેમાં કંઈક પુણ્યને ઉદય હશે કે જેથી આ પવિત્ર પિતા સમાન શેઠે મને આશ્રય આપે. તેમાં મહાન પુદયે મને જિનેશ્વર પ્રભુને ધર્મ મળે. પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરે તે મારા માટે અશક્ય છે તેથી હું શ્રાવક ધર્મ અંગીકાર કરીશ. તેણે શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા. ત્યાર બાદ તે છઠ્ઠ–અઠ્ઠમ-પાંચ-આઠસોળ અને માસખમણ આદિ તપ કરીને જુના કને ધવા લાગી. ખૂબ તપ કરવાથી દેહની ક્રાન્તિ કરમાઈ ગઈ. છેવટે સંથારે કરી શુભ ધ્યાનમાં કાળા કરીને તું સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવના દિવ્ય સુખે ભેળવીને દેવાયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવીને તું અગ્નિશર્મા બ્રાહ્મણને ત્યાં પુત્રી પણે ઉત્પન્ન થઈ.
આ તરફ તને આશ્રય આપનાર માણિભદ્ર શેઠ ખૂબ ધર્મારાધના કરી સમાધિ પૂર્વક કાળધર્મ પામીને તે સીધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવી શ્રાવકુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. માનવભવમાં ધર્મના રંગે રંગાઈ આયુષ્ય પૂર્ણ કરીને સમાધિ મરણે મરી નાગકુમાર દેવ થયા. એ નાગકુમાર દેવે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને પૂર્વભવને સર્વ વૃત્તાંત જા. એટલે પૂર્વના સ્નેહના કારણે એમને તારા ઉપર વાત્સલ્ય ભાવ જાગે. કુલધર શેઠને ઘેર અજ્ઞાનથી તારા વડે જે પાપ. કરાયું તેના દુષ્ટ વિપાકથી તું દુઃખી થઈ. પછી માણિભદ્ર શેઠને ત્યાં તે ધર્મારાધના, તપ-ત્યાગ આદિ કરીને ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું તેથી તું સુખી થઈ. આ માણિભદ્ર શેઠને ત્યાં તું રહી એટલે એ તારા પિતા સમાન તારા માથે છત્ર જેવા હતા. તેથી તેમને તારા પ્રત્યેના વાત્સલ્ય ભાવના કારણે આ ભવમાં નાગકુમાર દેવ બનીને તારા માથે છત્રાકારે બગીચે રાખે. તે ખૂબ તપ-ત્યાગ કર્યા, સંતેની સેવા ભક્તિ કરી તેના ફળ સ્વરૂપે હવે તારે કર્મ રેગ નાબૂદ થવા આવ્યું છે. એટલે હવે તું અનુક્રમે મોક્ષના સુખ પામીશ.
“મુનિના મુખેથી પૂર્વભવ સાંભળી જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું?
વિરભદ્રસૂરિ મહારાજના મુખેથી પિતાનો પૂર્વભવને વૃત્તાંત સાંભળીને વિદ્યુતપ્રભા રાણી મૂછ પામીને એકદમ ધરતી ઉપર ઢળી પડી. દાસ-દાસીઓ શીતળ, પવન વડે તેને ભાનમાં લાવ્યા. રાણું ભાનમાં આવ્યા ત્યારે બેલે છે હે ગુરૂદેવ ! ૨૯.