________________
૧૨૮,
શારદા શિખર કહે છે સ્વામીનાથ ! વિદ્યુતપ્રભા ખૂબ ગુણીયલ છે. પવિત્ર છે. મહારાણીના પદને
ભાવે તેવી છે માટે તેને પટ્ટરાણીનું પદ આપે. વિદ્યુતપ્રભા કહે છે અરે બહેન ! તમે શું બોલ્યા ? હું નાની છું. મને આવું પદ આપવા માટે ક્યારે પણ બોલશે નહિ. પણ બધી રાણીઓએ ખૂબ આગ્રહ કરી વિદ્યુતપ્રભાને પટ્ટરાણી પદ અપાવ્યું.
વિદ્યુતપ્રભાના લગ્ન પછી થોડા વર્ષો બાદ ઓરમાન માતાને એક દીકરી થાય છે, ધીમે ધીમે દીકરી મોટી થવા લાગી. જેમ જેમ તેની દીકરી મટી થતી ગઈ તેમ તેની માતા વિદ્યુતપ્રભાના સુખ માટે ઈર્ષાની આગમાં બળવા લાગી. કે એ મેટી મહારાણી બનીને બેઠી છે તે એને કેઈપણ રીતે મારી નાંખીને મારી પુત્રીને રાજા સાથે પરણાવું. આ તરફ પરણ્યા પછી ૧૫ વર્ષે વિદ્યુતપ્રભાને સીમંત છે. રાજાને આનંદ ને ઉત્સાહનો પાર નથી. વિદ્યુતપ્રભાના ખૂબ માન વધવા લાગ્યા. આખા ગામમાં તેના સગુણની સુવાસ પ્રસરી ગઈ છે એટલે તેની ખૂબ પ્રશંસા થાય છે.
વિદ્યુતપ્રભાનું સુખ જોઈ તેની માતાને લાગેલી ઈર્ષાની આગ:
બીજી તરફ ઓરમાન માતા પુણ્યવાન પુત્રીને મારી નાંખવાને ઉપાય શોધે છે. ખૂબ વિચારનાં અંતે તેણે તેના પતિને કહ્યું. આપણી પુત્રી વિદ્યુતપ્રજાને પરણ્યા આટલો વખત થયો પણ તે ફરીને આવી નથી. તે આ બરફી મેં ખૂબ પ્રેમથી બનાવી છે તે લઈને તમે જાઓ ને દીકરીને મળતા આવે. માતાએ બરફીમાં ભારોભાર ઝેર નાંખ્યું હતું. બ્રાહ્મણને આ વાતની ખબર નથી એટલે બરફીને ડબ્બો લઈને ચાલ્યું. તે સમયે પગપાળા મુસાફરી થતી હતી. ખૂબ થાકી જવાથી એક વૃક્ષ નીચે બ્રાહ્મણ સૂતો હતે. તેને ખૂબ ઊંઘ આવી ગઈ. તે વખતે વિદ્યુતપ્રભાને સહાયક નાગકુમાર દેવ ત્યાં કીડા કરવા આવ્યું હતું. આ બ્રાહ્મણને વૃક્ષ નીચે સૂતેલે જોઈ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવાથી બધી હકીકત જાણી.ઓરમાન માતાની દુષ્ટ ભાવના અને વિદ્યુતપ્રભાને મારી નાંખવાનું કાવત્રુ, બ્રાહ્મણનું અજાણપણું, આ બધી વાત જાણીને દેવને ઓરમાન માતા ઉપર ખૂબ ક્રોધ આવે. ને તેની ખબર લેવા જવાનું મન થયું પણ એની માતા દુઃખી થશે તે વિદ્યુતપ્રભાને દુઃખ થશે એમ સમજીને વાત જતી કરી. પણ વિદ્યુતપ્રભાને બચાવવા માટે બરફીમાંથી ઝેર હરી લીધું ને અમૃત મૂકી દીધું. એટલે ઝેરી બરફી ખૂબ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બની ગઈ.
બ્રાહ્મણ આ બરફીને ડમ્બે લઈને જિતશત્રુ રાજાના મહેલમાં પહોંચી ગયો. રાજાએ તરત ઓળખે. પિતાના સસરાને ખૂબ આદર સત્કાર કર્યો ને વિદ્યુતપ્રભાને
લાવી. પિતાને જોઈને તે ખુશ ખુશ થઈ ગઈને પિતાજીના ચરણમાં પડી. અને માતાના કુશળ સમાચાર પૂછયા. ત્યારે કહે છે બેટા ! અમે તમારા રાજ્યની તેલ ન