________________
શારદા શિખર
કહ્યું–બહેન ! તારે થાડા દિવસ અહીં રહેવું પડશે. અહીયા હું તને જરાય તકલીફ નહિ પડવા દઉં. બધી જાતની સગવડ હું પૂરી પાડીશ. તું નિશ્ચિત રહેજે.
ܚܪ
બનાવટી વિદ્યુત્પ્રભાને રાજા પૂછે છે તમારા માથે બગીચા હતા તે કેમ દેખાતે નથી ? તેણે આડાઅવળા જવાબ દેવા માંડયા. પણ પછી મતિ મૂંઝાઈ જવા લાગી. કાઈ એ શીખવાડેલું કયાં સુધી ખેલાય ? સમય આવે પેાતાની બુધ્ધિથી જવાખ આપવા જોઈ એ. જામસાહેબનો દીકરા નવ વર્ષના થયા ત્યારે બીજા રાજા તેના રાજ્ય ઉપર લડાઈ લઈને આવે છે. તે સમયે માતા બાળકને શીખવાડે છે– દીકરા ! તને આમ પૂછે તે આમ કહેજે. છેકરા કહે માતા ! તારું શીખવાડેલું પૂછે તેા ખરાખર પણ તે સિવાય ખીજું પૂછે તે ? તને ચેાગ્ય લાગે તે જવાખ આપશે. છેકરા ખાદશાહ પાસે ગયા. બાદશાહે એ હાથ પકડી લીધા ને કહે હવે તું શું કરીશ ! છેકરા કહે, માયરામાં પતિ સ્ત્રીને એક હાથ પકડે તે પણ જિંદગી સુધી તેને પાળે છે. પાતાની સ્થિતિ ન હાય તે મહેનત-મજુરી કરીને પણ જિંદગીભર તેનું પાલન કરે છે. તમે તેા મારા બે હાથ પકડયા છે. હવે મારે શું ફીકર ? મારું પાલન તમારે કરવાનું છે. છેકરાને જવામ સાંભળી રાજા પ્રસન્ન થઈ ગયા છે. દીકરા ! તને આવી બુધ્ધિ ક્યાંથી આવી ? કહેવાનેા આશય કે શીખવાડેલું બધુ... કામ નથી આવતું. હું તમને રાજ કહું કે પ્રતિક્રમણ શીખા. ક્રુતિમાં ન જવું હાય તેા પાપ ભીરૂ બના. પણ તમને પેાતાને પ્રતિક્રમણની લગની લાગશે તે ૧૫ દિવસમાં શીખી જશે. છેકરા સ્કુલમાં જતા હોય પણ તેનું નામ ન હાય તે માતાની પાસે આવીને નામ લખાવવા ઝઘડા કરે ને સ્કૂલમાં નામ લખાવે ત્યારે એને આનંદ થાય. તેમ તમને પ્રતિક્રમણ ન આવડે તેા વીતરાગની શાળામાં તમારું નામ નથી.
આ રાણી રાજાને બહાના બતાવે છે કે ૧૫ દિવસ પછી બગીચા આવશે. આથી રાજાને શંકા થાય છે. આ માજી વિદ્યુત્પ્રભા નાગરાજની સહાયતાથી આનંદમાં સમય વ્યતીત કરી રહી છે. પરંતુ તેને પુત્ર વિરહનું દુ:ખ ખૂબ સાલી રહ્યું છે. મારા પુત્રનું શું ? એટલે એક દિવસે વિદ્ઘભાએ દેવને પ્રાર્થના કરી કે હે નાગરાજ ! મારા બાળક મારાથી વિખૂટા પડી ગયા છે. તેને જોવા મારું મન તલસી રહ્યું છે. એને રમાડવાની મારી ઇચ્છા છે. મારી આટલી મનેકામના આપ પૂરી કરે. દેવને વિદ્યુત્પ્રભા ઉપર ખૂબ સ્નેહ ને ભકિતભાવ છે. એટલે રાત્રીના સમયે વિદ્યુત્પ્રભાને રાજમહેલમાં લઇ જાય છે. પણ નાગરાજે એક વાત કરી છે કે પુત્રને રમાડીને તરત આપણે પાછા ફરવાનું. તેમાં જો વિલાખ થશે ને સવાર પડી જશે તેા ખાજી બગડી જશે. તને મારા દર્શન દુર્લભ થશે. એની નિશાની તરીકે તારી વેણીમાંથી જ્યારે ભરેલા સર્પ નીચે પડે ત્યારે સમજી લેવું કે હવે પછી હું હાજર થઈશ નહિ,