________________
૧૮૮
શારદા શિખર હવે શું થાય ? ખૂબ દુઃખ થયું પણ જે બનવાનું હતું તે બની ગયું. વિદ્યુતપ્રભા બેભાન થઈને પડી ગઈ એટલે દાસ-દાસીઓ બધા ભેગા થઈ ગયા. ને શીતળ જળનો છંટકાવ કર્યો. ચંદનનાં વિલેપન કર્યા. ઘણું ઉપચારો કર્યા ત્યારે રાણી કંઈક ભાનમાં આવ્યા. રાજાને હવે સાચી હકીકતની જાણ થતાં તેની ઓરમાન માતા ઉપર ખૂબ ક્રોધ આવ્યો.
મારવા દેડતા રાજાને રેતી વિધતપ્રભા - ક્રોધના આવેશમાં નકલી વિદ્યુતપ્રભાને દેરડાથી બાંધીને ચાબૂકનો માર મારવાનો હુકમ કર્યો. તે વખતે વિદ્યુતપ્રભા રાજાના ચરણમાં પડીને કહેવા લાગી. સ્વામીનાથ! ગમે તેવી તેય એ મારી નાની બહેન છે. માટે એને મારશો નહિ. એને માફ કરે. વિદ્યુતપ્રભાના કહેવાથી રાજાએ બનાવટી વિદ્યુતપ્રભાને છેડી દીધી અને તેની સાથે રાખી.
બંધુઓ ! જુઓ, વિદ્યુતપ્રભા કેવી ગુણીયલ ને સજજન છે. પિતાની માતાએ આટલું કર્યું ને આ બહેન પોતાની શક્ય બનીને બેઠી. એ એંઠવાડ કે ઘરમાં રાખવા તૈયાર થાય ? વિધુતપ્રભાની સજજનતા જોઈ રાજાને ખૂબ આનંદ થયે ને મનમાં વિચાર થયે કે અહે ! કયાં આની સજજનતા અને જ્યાં આની દુર્જનતા ! સાચા ખોટાની પરીક્ષા સમયે થાય છે. એના મા-બાપ ઉપર રાજાને ખૂબ રેષ આવ્યા એટલે પિતે આપેલાં બાર ગામ પાછા લઈ લીધા. અને તેમના નાક-કાન કાપીને હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો. તે વખતે પણ વિદ્યુતપ્રભા રાજાના પગમાં પડીને કહેવા લાગી—નાથ ! ગમે તેમ તોય એ મારા માં અને બાપ છે. એમના ઉપર દયા લાવીને એમનો ગુન્હો માફ કરે. વિદ્યુતપ્રભાને રાજા ઉપર ખૂબ પ્રેમ હતો તેથી એમને ગુન્હો માફ કર્યો. અને પૂર્વની માફક વિદ્યુતપ્રભાને પટરાણી પદે સ્થાપન કરી અને રાજા-રાણી સી સુખપૂર્વક દિવસે વિતાવે છે. હવે કોઈ જાતનું દુઃખ કે ઉપાધિ નથી. વિદ્યુતપ્રભા પિતે આનંદ પ્રમોદમાં મગ્ન રહી બીજાને આનંદમાં રાખે છે.
પિતે આનંદમાં રહેવું ને બીજાને આનંદ આપે. બને તે કોઈનું સારું કરવું પણ ખરાબ તે કરવું નહિ. એ માનવજીવનનું કર્તવ્ય છે. આવું મૂલ્યવાન માનવજીવન પામી તેનું મૂલ્યાંકન ન આંકી શકે તે ખરેખર ચિંતામણી રત્નનો કાગડાને ઉડાડવાનો ઉપયોગ કરવા બરાબર છે. માનવજીવન જીવતાં આવડે તે એ જીવન સત્કાર્યો દ્વારા સુખના શિખરે ચઢાવી દે છે અને દુષ્કૃત્ય કરે તે દુઃખના દરિયામાં ડૂબાડી દે છે.
એક દિવસ જિતશત્રુ રાજા અને વિદ્યુતપ્રભા મહારાણી બેઠાં હતાં તે સમયે વનપાલકે ખુશ ખુશ થતા રાજાની પાસે આવીને બે હાથ જોડીને કહ્યું. મહારાજા ! આજે આપણા ઉઘાનમાં પાંચ પવિત્ર મુનિઓથી પરિવરેલા અને વિદ્યાધરે તથા