________________
૨૧૦
શારદા શિખર નશે ભયંકર છે. આજે નોકરી મેળવવામાં પણ લાગવગની જરૂર પડે છે. કેઈનો હાથ પકડનાર હોય તેનું કામ જલદી થાય છે. આવા ગરીબનો કેઈ હાથ ઝાલનાર નથી તેથી તે રખડે છે. ગરીબ માણસ શ્રીમંતની પાસે કંઈક આશાથી જાય, પિતાના કાળજાને કંપાવતી કરૂણ કહાની કહે તો પણ સાંભળે નહિ. કદાચ સાંભળે તો બે ગાળે સંભળાવી દે પણ બે રૂપિયા ન આપે. આજે સમાજમાં આવી પરિસ્થિતિ છે.
શ્રીમતને કે ધનને નશા હોય છે - ગરીબાઈ તણખલાં કરતાં પણ હલકી છે. પેલે ગરીબ મિત્ર ખૂબ કરગર્યો ત્યારે કહ્યું. જા. મહિના પછી આવજે. ત્યારે એની પત્ની કહેવા લાગી કે આવા ભિખારાને જ્યાં સુધી બારણે બાંધશો ? કહી દે ને કે બે મહિના પછી આવજે. દેવીને નચાવ્ય દેવ નાચે ને કહી દીધું કે જા, બે મહિના પછી આવજે. એને કયાંથી ખબર હોય કે આની ગરીબાઈ કેવી છે ! બે મહિનાને બદલે બે દિવસ કાઢવા પણ મુશ્કેલ છે. આ મિત્ર એને પહેલાં ખૂબ શિખામણ આપતા હતા. તેથી દિનેશને આંખના કણાની જેમ ખૂંચતો હતો. કર્મોદયે તે ગરીબ કયાંય નોકરી ન મળી એટલે પાછે દિનેશ પાસે આવ્યું ને પિતાની સ્થિતિનો ખ્યાલ આવે. પણ દિનેશ ચિઠ્ઠી લખી દેતા નથી. બે મહિના પૂરા થયા ત્યાં સુધીમાં પાંચ આંટા ખાધા ત્યારે દિનેશે પિતાના સબંધી મિલમાલિક ઉપર ચિઠ્ઠી લખી આપી કે આ મારે મિત્ર છે. તે ખૂબ ગરીબ છે. એને આપની મીલમાં સારી નોકરી આપજે. ચિઠ્ઠી લઈને ગરીબ મિત્ર મિલમાલિક પાસે આવ્યો. તેને ચિઠ્ઠી આપી. પણ સામું ન જોયું. ખૂબ કરગર્યો. ત્યારે કહે છે આજે મને ટાઈમ નથી. કાલે આવજે. એમ કરતાં એણે પણ સાત આંટા ખવડાવ્યા. પછી દિનેશની ચિઠ્ઠી વાંચી અને એ મિલમાલિકના દિલમાં ભગવાન વસ્યા ને પેલા ગરીબ મિત્રને કરી રાખે. એ તે રાજી રાજી થઈ ગયે. સામાન્ય નોકરી આપી પણ આ છોકરે તનતોડીને કામ કરવા લાગ્યા. એનું કામ જોઈને શેઠની આંખ ખુલી ગઈ કે અહ! આ છોકરે કેટલું કામ કરે છે ! એની ઈમાનદારી અને મહેનત જોઈને શેઠ ખુશ થયા ને તેને ઉંચા સ્ટેટ ઉપર લઈ ગયા. ધીમે ધીમે કરતાં શેઠે એને મિલનો મુખ્ય મેનેજર બનાવ્યું. એ છોકરાએ એવું કામ કર્યું કે શેઠનું મન જીતી લીધું. એ શેઠને ખૂબ વહાલે થઈ પડે..
વિનય એ શત્રને વશ કરવાનું વશીકરણ છે" -બંધુઓ ! કોઈ પણ વ્યકિતનું દિલ જીતવા માટે વિનય એ વશીકરણ છે. આ ગરીબ માણસે વિનયના વશીકરણથી શેઠનું દિલ જીતી લીધું. સાત વર્ષમાં શેઠે તેને પોતાની મિલમાં ભાગીદાર બનાવ્યો. એને રહેવા માટે બંગલે, મેટર બધું વસાવી દીધું. એક સારી કન્યા સાથે એના લગ્ન પણ થઈ ગયા, એના પુણ્યનો સિતારો ચમક્યો અને પેલા શ્રીમંત