________________
૨૧૨
શારદા શિખર છે. તું જ મારે સારો મિત્ર છે કે દુઃખ વખતે દોડીને આવ્યું. પિલ વીસ મિત્રો તો મંકેડા જેવા હતા. પૈસા રૂપી ગોળ હતું ત્યાં સુધી આવ્યા. ને મને ફેલી ખાધો. હવે તે હું તેને ઘેર જાઉં પણ પીઠ કરીને ઉભા રહે છે.
“મિત્રની પ્રમાણિકતા” – દિનેશે મિત્રના ખોળામાં માથું મૂકીને ખૂબ રડી લીધું. તેને બેઠે કરીને મિત્રે કહ્યું. જે દિનેશ! હવે તારે આ ઝુંપડીમાં રહેવાનું નથી. આ ઝુંપડી બંધ કરીને મારે ઘેર ચાલે. મારે બંગલે, મેટર, ધન જે કંઈ મારી પાસે છે તે બધું તમારું છે. મારું કંઈ નથી. આ બધું તારા પ્રતાપે છે. દિનેશ મનમાં સમજે છે કે મેં તેને કેટલે હેરાન કર્યો હતો છતાં કેટલી ઉદારતા છે! બધા મિત્રોએ તો મને ફેલી ખાધો ને આણે તો મારી પાસેથી કંઈ લીધું નથી છતાં આવી ઉદારતા ! દિનેશનો મિત્ર બંનેને પિતાને ઘેર લઈ ગયો. ને તેમને ખૂબ પ્રેમથી રાખવા લાગે ને વારંવાર કહેતો દિનેશ! આ બધું તમારું છે. મારું કાંઈ નથી છેવટે દિનેશ પણ તેના ભેગે રહીને ખૂબ કમાયે ને પોતાની જે સ્થિતિ હતી તેવી પુનઃ પાછી આવી ગઈ. પણ હવે એની આંખ ખુલી ગઈ છે. કુસંગ છેડીને સજ્જનનો સંગ કર્યો તો જીવન સુધરી ગયું.
બંધુઓ ! મિત્ર કરે તો આવા કરજે કે દુઃખના સમયે કામ આવે. મહાબલ રાજાને છે મિત્રો હતા. તેમણે નિર્ણય કર્યો કે આપણે બધાએ દરેક કાર્ય સાથે કરવું. એમ એક બીજાને વચન આપ્યું, હવે ત્યાં કોણ પધારશે તેના ભાવ અવસરે.
મુનિ શ્રી વિધપ્રભાને પૂર્વભવ કહી રહ્યા છે” – વિદ્યુતપ્રભારાણ મુનિરાજ પાસેથી પોતાના પૂર્વભવનું વૃત્તાંત એક ચિત્તે સાંભળે છે. રાજા અને બીજા લેકે પણ સાંભળે છે. તે છોકરી ફરતી ફરતી માણિભદ્ર શેઠની દુકાને આવી ત્યારે શેઠે તેને પૂછ્યું હે બાઈ ! તું કોણ છે ? એકલી કેમ ફરે છે? ત્યારે તેણે કહ્યું છે પિતાજી ! ચંપાનગરીમાં કુલધર નામના શેઠ રહે છે. તેમની હું પુત્રી છું. હું પરણી તે જ દિવસે મારા પતિ સાથે ચંડ દેશ જવા માટે નીકળી પણ હું રસ્તામાં કઈ પણ રીતે સાર્થથી છૂટી પડી ગઈ છું. અને ફરતી ફરતી મારા પતિને શોધતી અહીં આવી છું. ત્યારે શેઠે મધુર શબ્દથી કહ્યું. બેટા ! તું કઈ જાતની ચિંતા ના કરીશ. સુખેથી મારા ઘેર રહે. એટલે તે માણિભદ્ર શેઠને ઘેર સુખપૂર્વક રહેવા લાગી. સાર્થની શોધ કરાવવા શેઠે ચારે બાજુ માણસે મોકલ્યા પણ સાથેનો પત્તો પડે નહિ, ત્યારે શેઠે એક નોકરને ચંપાપુરીમાં કુલધર શેડને ત્યાં મેકલ્ય. નોકરે ત્યાં જઈને કુલધર શેઠને પૂછયું. શેઠજીતમારે કેટલી પુત્રીઓ છે? તેમાં કેટલી પરણેલી છે ને કુંવારી કેટલી છે? ત્યારે કુલધર શેઠે પણ નોકરને પૂછયું કે તું કયાંથી ને શા માટે અહીં આવ્યું છે ? નોકરે સર્વ હકીકત કહી ત્યારે શેઠે કહ્યું મારે આઠ પુત્રીઓ છે. તેમાં સાત તે આ નગરમાં પરણાવી છે ને એક પુત્રી તેના પતિ સાથે ચીડ દેશમાં ગઈ છે.