________________
૨૧૮
શારદા શિખર અહીં કરેલી ભૂલનું પરિણામ ત્યાં આટલે લાંબા સમય ભેગવવું પડશે. આવું જે સમજે તે પાપથી ક્ષણે ક્ષણે ડરતે રહે. સાપના ડંખ કરતાં પણ પાપને ડંખ તેને વધુ સાલે છે. પણ મેહમાં પડેલા આત્માને આવી સમજણ આવવી મુશ્કેલ છે. એની સ્થિતિ એક નાના બાળક જેવી છે. બાળકને સારા ખેટાનું ભાન નથી તેમ મેહમાં પડેલા આત્માને પણ સારાસારનું ભાન નથી.
જેમ કેઈ નાના બાળકને એની માતા સ્નાન કરાવી, ઈબંધ કપડાં પહેરાવીને બહાર મોકલે પણ જ્યાં રેતી દેખે ત્યાં બાળક રમવા લાગી જશે. કારણ કે એને ભાન નથી કે મારી માતાએ મને હમણાં નવરાવ્યો ને સારા કપડાં પહેરાવ્યા છે. તે આ રીતે રમવાથી મારા કપડા ખરાબ થશે. એટલે એ તે રેતીમાં રમે ને રેતીમાં આળોટે છે. એને રમવાની એવી મઝા આવી જાય છે ત્યારે એના માતા-પિતા બધાને ભૂલી જાય છે. ભૂખ-તરસનું પણ ભાન રહેતું નથી, જમવાને સમય થાય એટલે એની માતા બૂમ પાડે કે બેટા ! ચાલ, હવે જમી લે. પણ એને રમવામાં એ આનંદ આવી ગયું છે કે મા-બાપ, ખાવું-પીવું બધું ભૂલી ગયો છે, પણ મારા ભગવાન મહાવીરની પેઢીના મેમ્બરે ઘર છોડીને ધર્મસ્થાનકમાં વીતરાગવાણી સાંભળવા આવે છે એટલે સમય પણ સંસારને ભૂલતાં નથી. સંસારને ભેગો લેતાં આવે છે. પણ તમારા સંસારના કાર્યમાં ધર્મને ભેગે લઈ જતાં નથી. પેલે બાળક બધું ભૂલીને રમતમાં મસ્ત બને છે તેમ જ તમે અહીં બેસો તેટલી વાર પણ જે સંસારને ભૂલીને વીતરાગવાણીમાં મસ્ત બનશે તે હું માનું છું કે તમને મુકિત મળ્યા વિના નહિ રહે. પણ તમારા હૈયાથી સંસાર કયાં છૂટે છે! કદાચ બહુ થશે તે સંસારને સાચવીને ધર્મ કરશે પણ સંસારથી છૂટવાનું મન થતું નથી, સંસારના કુંડાળામાં સંડોવાયેલા રહેશે ત્યાં સુધી મુકિત ઘણી દૂર છે.
સાપણ બચ્ચાને જન્મ આપે છે ત્યારે કુંડાળું કરે છે. ને બચ્ચાંને ખાઈ જાય છે. પણ જે બચ્ચે કુંડાળામાંથી છટકીને બહાર નીકળી જાય છે તે બચી જાય છે. તેમ સંસારના કુંડાળામાંથી આત્માને બચાવવું હોય તે મોહ-માયા ને મમતાનું કુંડાળું તોડીને બહાર નીકળી જાઓ. સંતે તમને પિોકારી પોકારીને કહે છે કે મેહ-માયા-મમતા અને ઈર્ષારૂપી સાપણીઓ આત્માના જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-ક્ષમા દયા આદિ ગુણેને ખાઈ જાય છે. તેનાથી બચવું હોય તે છલાંગ મારીને બહાર નીકળે. પણ એ વાત બરાબર સમજાય તે નીકળાય ને ! હા, તમને ધર્મ કરે ગમે છે પણ કે ? જેમ સાપણ કુંડાળામાં ઈંડા મૂકે ને કુંડાળામાં રાખે. છેવટે તેને ખાઈ જાય છે તે રીતે સંસારની વાસના, ક્રોધાદિ કષા આત્માના ગુણેને ખાઈ જાય છે. છતાં સંસારના કુંડાળામાં રહીને માતા-પિતા, પત્ની, પુત્ર-મિત્ર બધાને