________________
શારદા શિખર
૧૯૯ મનુષ્યના પૂજનીક એવા શ્રી વીરભદ્ર મુનિરાજ પધાર્યા છે. તેમના પધારવાથી આપણું ઉદ્યાન પાવન બન્યું છે. આ સાંભળી રાજા-રાણીને ખૂબ આનંદ થયે. મનને મેરલે નાચી ઉઠયો ને વનપાલકને સારું ઈનામ આપીને રવાના કર્યો. ત્યારબાદ જિતશત્રુરાજા, વિદ્યુતપ્રભા મહારાણી મેટા પરિવાર સહિત ગુરૂદેવના દર્શને આવ્યા. ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન કર્યા ને ધર્મોપદેશ સાંભળવા ગુરૂની સન્મુખ બેસી ગયા. મુનિની ઉપદેશ ધારા શરૂ થઈ. હે ભવ્ય જી ! ધર્મની આરાધનાથી જીવને સુખ-સંપત્તિ, નિરોગી શરીર, ઉચ્ચકુળની પ્રાપ્તિ, દિવ્યરૂપ, અનુપમ યૌવન અને લેકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે. ને પરભવમાં સ્વર્ગના દિવ્ય સુખ તથા મોક્ષના સુખો મળે છે. આવી સુંદર ધર્મોપદેશના સાંભળીને વિદ્યુતપ્રભા રાણીએ ગુરૂદેવને પૂછયું ગુરૂદેવ! પૂર્વભવમાં કેવા કર્મો બાંધ્યા કે પહેલાં મને ખૂબ દુઃખ પડયું. મારા દુઃખમાં નાગદેવ સહાયક થયા ને મારા માથે બગીચો છત્રાકારે રહ્યો. આપને શાતા હોય તે કૃપા કરીને જણાવે. ગુરૂદેવે કહ્યું. તમારા સુખ-દુઃખનો વૃત્તાંત સાંભળે.
આત્માથી જ્ઞાની ગુરૂદેવ વિધાભાને પૂર્વભવ કહી રહ્યા છે ? આ ભરતક્ષેત્રમાં ચંપાપુરી નામની અલબેલી નગરી હતી. તે નગરમાં કુલધર નામના ધનાઢય શેઠ વસતા હતા. તેમને કુલાનંદી નામની પત્ની હતી. તેને રૂપ–લાવણ્યથી યુક્ત સાત પુત્રીઓ હતી. ત્યાર પછી શેઠાણીને પુણ્ય રહિત આઠમી પુત્રી થઈ. એ પુત્રીના પગલે લક્ષ્મીદેવીએ ઘરમાંથી વિદાય લીધી. એટલે માતા-પિતાને તેના પ્રત્યે બિલકુલ પ્રેમ રહ્યો નહિ. એ નિર્ભાગી પુત્રીનું નામ પણ મા-બાપે પાડયું નહિ. અનુક્રમે મટી થતાં યૌવનના ઉંબરે આવીને ઉભી રહેલી તે પુત્રીના વિવાહની ચિંતા એને સતાવવા લાગી. સગાસબંધીઓ હવે શેઠને કહેવા લાગ્યા કે પુત્રી યોગ્ય ઉંમરની થવા છતાં હજુ તેના લગ્ન કેમ કરતા નથી. ત્યારે શેઠે કહ્યું કે તેને ગ્ય વર મળે એટલે લગ્ન કરીશ. હું તેની તપાસમાં છું.
એક દિવસ શેઠ દુકાને બેઠા હતાં. તે સમયે મેલાઘેલાં કપડાવાળે, માથાના વાળ જીથરા જેવા ને જુઓથી ભરેલા હતા અને ઘણાં દિવસના પ્રવાસથી થાકેલો એક વણિકપુત્ર શેઠની દુકાને આવ્યું. તેને શેઠે પૂછ્યું. હે ભાઈ! તું કેણુ છે! ક્યાંથી આવ્યો છે ને કયા નગરમાં રહે છે ? કંગાલ હાલતમાં રહેલા વણિકપુત્રે કહ્યું શેઠ! હે કેશલ નગરમાં વસતા નંદી વણિક અને સામા નામની તેમની પત્નીને હું નંદન નામે પુત્ર છું. ધન કમાવા માટે હું ચૌડ દેશમાં ગયા હતા, પણ દુષ્ટ દરિદ્રતાએ મારે પિી છે ન મૂકે અને ધન વગરને ધંધે પણ શી રીતે કરું ? ન છૂટકે આ નગરના રહેવાસી અને ચૌડ દેશના વહેપારી વસંતદેવ વણિકને ત્યાં હું નોકરી રહ્યો. અહીં વસંતદેવે તેમના ઘરે પત્ર આપવા મને મોકલે છે. માટે તેમનું ઘર ક્યાં છે