________________
શારદા શિખર
શબ્દ શબ્દ કયા કરે, નહિ હાથ નહિ પાંવ,
એક શબ્દ ઘા રૂઝ, એક લીએ છે પ્રાણ. એક શબ્દ એ મધુર ને પ્રિય હોય છે કે મરણતેલ બનેલે માનવી બેઠો થઈ જાય છે. ને એક શબ્દ એવો છે કે જીવતાં માનવીના પ્રાણ હરી લે છે. શબ્દને કેઈ હાથ નથી કે પગ નથી પણ એનામાં શકિત ઘણી છે. આટલા માટે ભગવાન કહે છે કે ભાષા સત્ય હોવા છતાં કડવી ન હોવી જોઈએ. ભાષા સત્ય ને મધુર બોલે. જેથી સાંભળનારને આનંદ થાય. આ જીભ કટુવાણીના કાંટા વેરવા માટે નથી મળી.
જીભ દ્વારા મીઠું મધુરું બેલે. ભાષાસમિતિનો બરાબર ઉપયોગ રાખો. જેમ દૂધ અને પાણી ગળીને વાપરે છે તેમ ભાષા પણ ગળીને ખૂબ વિચારીને બોલે કે જે બેલવાથી મતભેદ ન પડે, ઝઘડા ન થાય પણ જ્યાં મતભેદ હોય ત્યાં એકતા થાય ને ઝઘડા હોય ત્યાં શાંતિનું સ્થાપન થાય.
જોષીનું વચન સાંભળી રાજાને ગુસ્સો શાંત થઈ ગયે. ને ખુશ થઈને એક સોનાનો રતનજડિત પ્યાલો, સારા ઝરીના ભરેલાં વસ્ત્રો અને એક ગામ બક્ષીસ આપ્યું. પણ જોષીએ લેવાની ના પાડી. પહેલે જોષી જેલમાં છે, તેને આ વાતની ખબર પડી. ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા. એ આંસુ શેના હતાં ? પિતે જેલમાં પૂરા ને તેના શિષ્યને આટલું ઈનામ મળ્યું તેના નહિ હ. એના મનમાં થયું કે મારો શિષ્ય મારી પાસે ભણ્ય ને એણે અર્થ છેટે તે નહિ કર્યો હોય ને ? રાજા પિલા જોષીને કહે છે હું રાજીખુશીથી ભેટ આપું છું. લઈ લે. ત્યારે કહે છે મને એક ચીજ એાછી આપે પણ જેમને જેલમાં પૂર્યા છે તેમને છૂટા કરે. રાજા કહે છે એને તો નહિ છોડું. ત્યારે બીજો જોષી કહે છે કે તો મારે કંઈ ન જોઈએ. છેવટે રાજાએ પિલા જોષીને જેલમાંથી મુક્ત કર્યો. ત્યારે તે શિષ્યને પૂછે છે કે તું સત્યથી જીત્યા કે અસત્યથી ? ત્યારે શિષ્ય કહ્યું-ગુરૂદેવ ! મેં બિલકુલ અર્થનો અનર્થ નથી કર્યો. મેં એમ કહ્યું કે મહારાજા ! તમે એવા દીર્ધાયુષ છે કે તમારું મૃત્યુ કઈ જશે નહિ. તેનો અર્થ તો એમ જ થયે ને ! બસ, ભાષામાં વિવેક રાખવો.
કમલ શ્રી રાણીએ તેના પતિને સ્વપ્નની વાત કરી ને રાજાએ તેનો ગ્ય જવાબ આપે. તે સાંભળીને રાણુને ખૂબ આનંદ થયો. હવે સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછશે.
વિધુતપ્રભાનું રોકાણ અને નાગનું મૃત્યુ : રાજાના ખૂબ આગ્રહને કારણે વિઘતપ્રભાએ બધી વાત કરી. ત્યાં સવાર પડી ગઈ. અને વિદ્યુતપ્રભાની વેણીમાંથી મરેલો નાગ એકદમ નીચે પડશે. આ જોઈ વિદ્યુતપ્રભાના હેશકશ ઉડી ગયા.