________________
૨૦૦
શારદા શિખર તે મને બતાવે. જેથી તેમનો પત્ર આપી આવું. આ વણિકપુત્રની વાત સાંભળીને શેઠના મનમાં થયું કે ખરેખર ! આ મારી નાની પુત્રીને એગ્ય વર છે. આની સાથે પરણાવીને તેની સાથે એકલી દઉં. જેથી ફરીને પાછી આવે નહિ.
“પિતાની કેવી દુષ્ટ ભાવના” કર્મની કુટિલતા કેવી છે ! શેઠે તે વણિક પુત્રને કહ્યું. આ પત્ર આપીને તું જલદી મારે ઘેર આવજે. તેણે પિતાના નોકરને મોકલી વસંતદેવનું ઘર બતાવ્યું. તે વણિક પુત્ર પત્ર આપીને તરત પાછા આવ્યા એટલે તેને ઘેર લઈ જઈને સ્નાન કરાવી જુના કપડા બદલાવી નવા કપડાં પહેરાવીને, દરિદ્રનો દેદાર બદલીને તેને સારી રીતે જમાડે. પછી શેઠે કહ્યું. હે નંદન! મારી ઈચ્છા છે કે આ મારી પુત્રી તારી સાથે પરણાવું. નંદને કહ્યું. શેઠ! હું તે ચૌડ દેશમાં પાછો જવાનો છું. વળી હું તે નિર્ધન છું. તમારી પુત્રીને પરણીને શું કરું? ત્યારે શેઠે કહ્યું કે કંઈ વાંધો નહિ. નંદન ! તું મારી પુત્રીને પરણીને સાથે લઈ જજે. તારી આજીવિકા માટે હું ત્યાં ધન મોકલાવને રહીશ. વગર માંગ્યું ને વગર મહેનતે કન્યા અને ધન મળતું હોય તે કેણ આનાકાની કરે? એમ વિચાર કરી નંદને શેઠની પુત્રી સાથે લગ્ન કર્યા. એને શેઠે થોડું ભાડું ને વાટ ખર્ચ માટે પૈસા આપ્યા. તે લઈને પત્ની સાથે નંદને ચૌડ દેશમાં જવા પ્રયાણ કર્યું.
પતિએ કરેલે વિશ્વાસઘાત” મુસાફરી કરતાં કરતાં બંને માણસ અવંતિ નગરના પાદરમાં આવ્યા. નગરની બહાર મંદિરના ઓટલે બંને આરામ કરવા બેઠા. થાક ખૂબ લાગ્યું હોવાથી બંને જણે થોડીવારમાં નિદ્રાધીન બની ગયા. થોડીવારે નંદન જાગે, ત્યારે વિચાર કરવા લાગ્યા કે વાટ ખચી વટાઈ ગઈ. ભાતું પણ થોડું રહ્યું છે. તે બંને જણ ખાઈશું તે બહુ ચાલશે નહિ પછી ભીખ માંગવાનો સમય આવશે. એમ વિચાર કરી સૂતેલી પત્નીને ઉંઘતી મૂકીને નંદન ચાલતો થઈ ગયો. મારી બહેનો! મારું મારું કરીને વળગી પડયા છે ને ! આ સ્વાર્થની સાંકળ કેવી છે! કર્મ માણસને કયારે ને કઈ સ્થિતિમાં મૂકી દે છે ! સવારે નંદનની પતની જાગી. ત્યારે જુએ છે તે પતિ કે ભાતાનો ડબ્બે કાંઈ દેખાતું નથી. એને ખૂબ દુઃખ થયું ને રડવા લાગી કે હવે હું પતિ વિના ક્યાં જઈશ ? શું કરીશ? કોનું શરણું લઈશ? જે પિતાને ઘેર પાછી જાઉં તે મને રાખે નહિ. પત્ની ખૂબ ડાહીને સમજ હતી. મન મક્કમ કરીને શીલના રક્ષણ માટે નગરમાં જઈને આમ તેમ ભમવા લાગી, પણ તેને કઈ બેલાવતું નથી કે કોઈ કંઈ પૂછતું નથી. જ્યારે માનવના પુણ્ય પલાયન થઈ જાય, પાપ પેસી જાય ત્યારે દુઃખરૂપી સાગરનાં એવા જ આવે છે કે તેને દબાવી શકાતાં નથી.
બાળા ગામની અજાણ છે. કેઈ ઓળખતું નથી, એના કપડાં મેલા છે ને