________________
શારદા શિખર
૨૩. હોય ને પાછે જેને દારૂને ન ચઢયે છે તે માણસ જે ભયંકર અટવીમાં અટવાઈ ગયે હોય તે તેને સીધા માર્ગે કણ લાવે? અરે, તેને ભાન પણ નથી કે હું ક્યાં છું. તે રીતે આ જીવને પણ ભાન નથી કે “હું કરું છું કયાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું, કેના સબંધે વળગણું છે રાખું કે હું પરિહરું? હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ને મારું સાચું સ્વરૂપ શું છે? એને વિચાર સરખે નથી. દરિયા કે નદીના પાણીમાં તરનારા હોંશિયાર માણસ પણ કયારેક ડૂબી જાય છે તે જેને તરતાં આવડતું નથી હોતું તેવાની તે વાત ક્યાં કરવી ? તે રીતે મનુષ્યભવ એટલે ભવસાગરને તરવાની હેડી મળી છતાં જીવને મારું કલ્યાણ કેમ જલ્દી થાય તે ખ્યાલ નથી આવતો તે પછી જીવ અસંસી દશામાં કેવી રીતે ખ્યાલ લાવશે તેને વિચાર કરે.
જેમ કેઈ નાને રમતિયાળ છોકરો હોય તે તેને રમતાં રમતાં થાક લાગશે તે ઉંઘી જશે પણ તે સ્કુલને પાઠ કરવા તૈયાર નથી. તેના મા-બાપ તેને લેશન કરવાનું કહે તે કડવું લાગે તેને ગમે નહિ. અભ્યાસ કરે એ પિતાના ભવિષ્યના હિત માટે છે છતાં તેને તેનું જ્ઞાન નથી તેથી પિતાના હિતની વાતને પણ અનિષ્ટમાં ગણે છે. બાળકને તાવ આવે, શરદી કે ઉધરસ થાય તે તેનાથી તે ગભરાતા નથી પણ જે તેને સ્કુલે માસ્તર પાસે ભણવા મોકલવાનું નામ પડે તે તે ગભરાઈ જાય છે. કારણ કે સ્કુલ તેને અણગમતું સ્થાન છે. ટીચરને દેખે તે જાણે જમને દેખે છે શા માટે? અભ્યાસ કરતાં કીડીઓ ચઢે છે, અભ્યાસ કર્યો નથી એટલે ટીચર વઢશે એમ બીક લાગે છે. આ તે અજ્ઞાન બાળકની વાત થઈ. બાળકને પિતાના ભવિષ્યને કે વર્તમાનમાં પિતાના હિતને ખ્યાલ નથી. તે તે બાળક છે પણ આ જીવ મનુષ્યભવમાં આવ્યો, તેને પૂર્વના પુણ્યથી ઘણું સુખ મળ્યું પણ ત્યાં ધર્મ કરે કડ ઝેર જે લાગે છે. અરે, કઈ સંતે કે ધમષ્ઠ માણસો ધર્મ કરવાનું કહેવા જાય તે તે પણ કડવા ઝેર જેવા લાગે છે. જેમને ધર્મ કરવું ગમતું નથી તેમને બગીચામાં ફરવા જવું ગમે પણ પ્રતિક્રમણ કરવું ગમતું નથી. ગામગપાટા મારવા ગમે પણ ધર્મોપદેશ સાંભળો ગમતો નથી. ઉજાણી કરવી ગમે છે પણ ઉપવાસ કરવા નથી ગમતું. જીવને ધર્મ કરવું ગમતું નથી તેનું કારણ શું છે?
આત્મા મેહ રાજાની કેદમાં સપડાયેલ છે -અનાદિકાળની મિથ્યાત્વની ગાંઠને મનુષ્ય વધે ત્યારે વાસ્તવિક ધર્મ આવ્યો ગણાય. આજે ઘણાં તર્કવાદીઓ એમ પૂછે છે કે તમે કહે છે કે અનાદિકાળની મિથ્યાત્વની ગાંઠ છે તો તે કેમ દેખાતી નથી ? ભલા, વિચાર તે કરે કે તમારા પેટમાં અંદરમાં ગાંઠ થઈ હોય તે તે તમને દેખાય છે? ના. તેના માટે એકસ-રે લેવા પડે છે. તે વિચારે, શરીર રૂપી છે છતાં શરીરની ગાંઠ ઘણીવાર દેખાતી નથી તે અરૂપી આત્મા ઉપર થયેલી