________________
૨૦૪
શારદા શિખર મિથ્યાત્વ-અજ્ઞાનની ગાંઠે ક્યાંથી દેખાય ? જરા સમજે, વિચાર કરે. બંધુઓ ! જેમ કેઈ આંધળો માણસ છે તેના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ થઈ છે. તે વ્યાધિઓથી થતી વેદના વેદે છે ખરો પણ દેખતા નથી તેમ આત્મામાં અનાદિથી મિથ્યાત્વ મેહની ગાંઠની વેદના છે, વેદના વેદે છે પણ અનાદિની ગાંઠ કેને કહેવાય તે જાણતા નથી.
દેવાનુપ્રિયો ! કર્મો કેટલા છે? આઠ. આઠ કર્મનો સેનાધિપતિ હોય તો તે મેહનીય કર્મ છે, મોહનીય કર્મની સ્થિતિ કેટલી? બેલે ભાઈઓ આવડે છે? (તામાંથી જવાબ-૭૦ કેડા કેડ સાગરોપમની.) એ મહનીય કર્મની ૬૯ કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવી ત્યાં સુધી વાંધો નહિ. ફક્ત એક કોડાકોડી સ્થિતિ ખપાવવાનું બાકી રહે ત્યાં ગાંઠ આડી આવે છે. તેનું કારણ શું ? તમને આમાં સમજાય છે ? જ્યાં કિલે એાળંગવાનો આવે ત્યાં મારામારી હોય છે. જુઓ, મિલેટ્રી ક્યાં ગોઠવાય છે? જયાં નિર્જન વન હોય ત્યાં સરકાર મિલેટ્રી ગોઠવે છે? “ના” પણ જ્યાં સરહદ હોય છે ત્યાં મિલેટ્રી ગોઠવાય છે. શા માટે ? જ્યાં સરહદ હોય છે ત્યાં એક તસુ જમીન શત્રુ દબાવી ન જાય તે માટે સરકારની મિલેટ્રીને સજાગ રહેવું પડે છે. શત્રુ તસુ જમીન દબાવી જાય તે સામસામી ગળીઓ છૂટે ને કંઈકની લાશે પડે છે. તે લેહીની નદીઓ વહે છે. અહીં તસુ જમીન માટે ખૂનખાર જંગ ખેલાય છે. પણ
જ્યાં વગડામાં વિઘાની વીઘા જમીનો ખાલી પડી હોય છે ત્યાં કંઈ ધાંધલ કે ધમાલા હોય છે? ના. કારણ કે જ્યાં બચાવના સરસામાન, હથિયાર લઈ જવાના હોય તેવા પુલ હોય છે ત્યાં શત્રુ સામે ઝઝુમવાનું હોય છે. પણ જ્યાં બચાવનું સ્થાન (સરહદ) નથી તેવા વગડામાં શત્રુ આવે તે હરકત નથી પણ સરહદ ઉપર શત્રુ ચઢી આવે તે ભય છે. તે રીતે મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી ૬ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ વટાવી ત્યાં સુધી જીવે બચાવનું બાંધકામ કર્યું નથી. બચાવનું બાંધકામ એક કોડાક્રોડ સાગરોપમ ઉપર કર્યું છે.
મજબૂત કિલ્લાઓ તે સરહદ ઉપર હોય છે. રાજ્યમાં ઠેકાણે ઠેકાણે કિલા હોતા નથી. તેમ મેહ રાજાની સરહદ એક કોડા કોડ સાગરની સ્થિતિ આગળ છે. આ જીવે ઘણી વખત ૬૯ કોડ ક્રોડ સાગરની સ્થિતિ ખપાવીને મેહ રાજાની સરહદ સુધી આવ્યો. પણ મેહ રાજાનું સૈન્ય દેખીને ભાગી ગયો છે. ભવી અને અભવી બધા આ સરહદ સુધી તે આવે છે. પણ સરહદ વટાવીને આગળ જવું મુશ્કેલ છે. જીવ પુદ્ગલાનંદી હતા છતાં ૬૯ કોડાકોડી સાગરની સ્થિતિ ખપાવી. જ્યારે પુદ્ગલ તરફ આનંદ, સારા મનને ગમે તેવા વિષયેને મેળવવાની ઈચ્છા અને ખરાબ વિષયોને દૂર કરવાની ઈચ્છામાં આનંદ માનતે આવે છવ લડાઈ કર્યા વિના અહીં સુધી આવી શકે કારણ કે તે સ્થિતિ વેરાન વગડા જેવી છે તેથી વગર લડાઈએ વશ કરી શકાય પણ જયાં સરહદ ઉપર મજબૂત કિલ્લે બાંધેલે