________________
શારદા શિખર
૧૫ ભાઈ? તારી વાત સાચી છે. કારણ કે ક્રોધી માણસ જ્યાં સુધી જીવતે રહે છે ત્યાં સુધી તેનાથી લેકે ભયભીત રહે છે. અને તેના મૃત્યુ પછી પણ લોકે ડરતાં રહે છે ને ઘણાપૂર્વક તેને યાદ કરે છે. પણ હવે તું ગભરાઈશ નહિ કારણ કે મરનાર વ્યકિત એ રૂપમાં કદી પાછે અહીં આવતું નથી. અને આપણા નવા મહારાજા તે ખૂબ કામળ દિલનાં છે. તેમને ક્રોધ સ્પર્શી શકે તેમ નથી. માટે તું નિર્ભય બનીને રાજાની સેવા કર.
દ્વારપાળ અને પ્રધાનને વાર્તાલાપ સાંભળીને નવા મહારાજા તે પ્રતિજ્ઞા કરી કે હવે મારે ક્યારે પણ ક્રોધ કરે નહિ ને પ્રજા ઉપર અન્યાય કરે નહિ અને કોઈ નિરપરાધી માણસને સતાવ નહિ.
બંધુઓ ! ક્રોધનું પરિણામ કેવું ખરાબ આવે છે તે તમે સાંભળ્યું ને? ક્રોધો માણસ જીવતાં કેઈનો પ્રેમ સંપાદન કરી શકતે નથી ને અહીંથી મરીને સુગતિ પ્રાપ્ત કરી શકતો નથી. કોધ એ અનર્થનું મૂળ છે તેમજ મન તથા આત્માને મલીન બનાવી જ્ઞાનરૂપી નેત્રેને બંધ કરનાર છે. એક વિદ્વાને પણ કહ્યું છે કે
ક્રોધી મનુષ્ય પોતાની આંખો બંધ કરી દે છે ને મેટું ખુલ્લું રાખે છે.*
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખે કે માન-માયા અને લેભ કરનારનો પ્રભાવ બીજા માણસો ઉપર ધીમે ધીમે પડે છે પણ ક્રોધ એ ભડભડતી અગ્નિ જે છે કે જે હૃદયમાં પ્રજ્વલિત થાય તે બીજાને બાળે કે ન બળે પણ પિતાને તે અવશ્યમેવ બાળે છે. એક સંસ્કૃત લેખાં પણ કહ્યું છે કે :
उपद्यमान : प्रथमं दहत्येव स्वमा श्रयम् ।
क्रोध : कृशानुवत्पश्चा दन्यं दहति वा न वा ॥ આ રીતે ક્રોધી વ્યક્તિ બીજાનુ તે અહિત કરે છે પણ તે પહેલાં સ્વયં પિતાનું અહિત કરી લે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે ક્રોધનો સર્વથા ત્યાગ કરે જઈએ. જેને જલદી આત્માનું શ્રેય કરવું હોય તેના ઉપર કોઈ ફોધ કરે, તેનું અપમાન કરે કે કટુ વચન કહે તે પણ મનમાં જરાપણ ક્રોધ ન કરવું જોઈએ ક્રોધી વ્યકિતની સામે ક્રોધ ન કરવાથી પહેલો લાભ તે એ થાય છે પિતાને આત્મા મલીન બનતું નથી ને ક્રોધ કરનાર માણસ એકલો ક્યાં સુધી ને તેની સામે ક્રોધ કરશે ? તેને પ્રત્યુત્તર નહિ મળે એટલે આપોઆપ પોતે શાંત બની જશે.
મહાબલ રાજા ખૂબ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. પ્રજા તેના ઉપર આશીવાદને અભિષેક કરે છે કે અમારા મહરાજા દીર્ધાયુષ બને. આ રીતે આનંદપૂર્વક રહે છે . ત્યાં શું બન્યું.